Team Chabuk-National Desk : ભારતમાં જે સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે તેમને 13 ફેબ્રુઆરીએ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 45 લાખ આરોગ્ય કર્મચારીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારત કોરોનાના રસીકરણમાં અન્ય દેશોના બદલે ઝડપી કાર્ય કરી રહ્યો છે.
ભારતમાં માત્ર 18 દિવસમાં 40 લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, આટલા ઓછા સમયમાં 40 લાખ રસીના ડોઝ આપનારો ભારત દુનિયાનો પ્રથમ દેશ છે. ભારતે 16 જાન્યુઆરી 2021થી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. 40 લાખ ડોઝ આપવામાં અમેરિકાને 20 દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે ઈઝરાયલ અને બ્રિટનને 39 દિવસ લાગ્યા હતા. ભારતમાં 19 દિવસમાં 44 લાખ 49 હજાર 552 લોકોને વેક્સિન અપાઈ છે.
સંશોધન
દુનિયામાં કોરોનાની જેટલી વેક્સિન બની છે તેને લઈને દાવો કરાયો છે કે, કોરોનાની રસીના બે ડોઝ લઈશું તો જ તે કારગત સાબિત થશે. એવામાં એક સર્વેમાં દાવો કરાયો છે કે, કેટલાક લોકો રસીનો એક ડોઝ લેશે તો પણ તેમના માટે તે કારગર નીવડશે. જો કે, આ સંશોધન મોર્ડના અને ફાયઝર દ્વારા વિકસીત કરેલી રસી માટે જ છે.
સંશોધનકોનો દાવો છે કે, NRNA ટેકનિક પર આધારિત વેક્સિનમાં માત્ર એવા લોકો પર વધુ અસરકારક છે જેઓ કોરોનાના સંક્રમણમાંથી બહાર આવી ચુક્યા છે. જેમનામાં એન્ટીબોડી બની ચુકી છે. સંશોધકોનું કહેવું છે કે, આવા લાકોમાં વેક્સિનનો પહેલો ડોઝ ‘બુસ્ટર ડોઝ’ની જેમ કામ કરે છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ સંશોધનમાં 109 કોરોના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિનું આંકલન કરાયું હતું. આ સંશોધન કરવામાં અમેરિકાના ઈકાન સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર ફ્લોરિયન ક્રેમર પણ સામેલ છે.
100 દેશમાં સ્વદેશી વેક્સિન
હવે સ્વદેશી વેક્સિન 100 દેશમાં પહોંચશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને યુનિસેફે કરોનાની વેક્સિન કોવિશિલ્ડ અને નોવા વેક્સિનના લાંબા ગાળાની સપ્લાઈ માટે એક કરાર કર્યો છે. જે મુજબ હવે સીરમ ઈન્સ્ટીટ્યૂટ દુનિયાના 100 દેશમાં કોરોનાની રસીના 1.1 અજબ ડોઝ પુરા પાડશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ બનાવેલી કોરોનાની વેક્સિન અસરકારક તો છે જ તેમાં સૌથી મહત્વની વાત એ છે કે, તેની આડઅસર નહિવત્ છે. આ કારણે જ દુનિયાના દેશો ભારતની રસી પર ભરોસો મુકી રહ્યા છે. યુનિસેફના ડેપ્યુટી ડાયરેક્ટર હેરરીટા ફોરે સીરમ સાથે આ કરાર થયો હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન (PAHO) સહિતના કેટલાક સંગઠનો સાથે મળીને 100 દેશો માટે 1.1 રસીનો ડોઝ ઓર્ડર આપ્યો છે.
ભારતે કેટલો ખર્ચ કર્યો ?
ભારતે પણ તાજેતરમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટને વધુ રસીના ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ભારતે સીરમને વધુ 1 કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો છે. આમ, અત્યાર સુધીમાં ભારતે રસીના ડોઝ પાછળ કુલ 441 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
કોરોના હારી રહ્યો છે, દેશ જીતી રહ્યો છે
ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશના 47 જિલ્લામાં કોરોના નાબૂદ થયો છે. હાલ 47 જિલ્લામાં એક પણ સક્રીય સંક્રમિત કેસ નથી. દેશના 251 જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. દેશમાં હવે માત્ર 1 લાખ 55 હજાર એક્ટીવ કેસ છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 97.13 ટકા થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત