Team Chabuk-Sports Desk: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ત્રણ શાનદાર ગોલની મદદથી પોર્ટુગલે ફીફા વર્લ્ડકપ ક્વોલીફાયમાં લક્ઝમબર્ગને 5-0થી રગદોળી નાખ્યું હતું. આ જીત સાથે પોર્ટુગલની ટીમ ગ્રુપ-2માં બીજા સ્થાન પર પહોંચી ચૂકી છે. પ્રથમ સ્થાન પર 17 પોંઈન્ટની સાથે સર્બિયાની ટીમ છે. પોર્ટુગલના અંક 16 છે. સર્બિયાને હવે શેષ એક મેચ રમવાનો છે. પોર્ટુગલે બે મેચ રમવાના છે. સર્બિયાનો અંતિમ મેચ પોર્ટુગલ વિરૂદ્ધ નવેમ્બર મહિનામાં છે. બીજી બાજુ પોર્ટુગલની ટીમ સર્બિયા સામે મેચ રમતા પહેલા આર્યલેન્ડની ટીમ સામે ટકરાશે.
And THERE'S the hat trick for Cristiano Ronaldo! It's the 10th of his international career
— Planet Fútbol (@si_soccer) October 12, 2021
(via @ESPNFC) pic.twitter.com/3PLKGpEqPa

પોર્ટુગલ માટે પ્રથમ હાફની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ 13 મિનિટમાં જ ટીમને બે પેનલ્ટી મળી ગઈ હતી. આ બંને વખતે રોનાલ્ડોએ પેનલ્ટી સ્ટ્રોક લઈ ગોલ ફટકાર્યા હતા. પ્રથમ ગોલ આઠમી અને બીજો ગોલ તેરમી મિનિટમાં કર્યો હતો. 17મી મિનિટમાં બ્રૂનો ફર્નાન્ડિઝે ગોલ ફટકારી પોર્ટુગલને 3-0 પર લઈ જઈ વિરોધી ટીમની મુસીબતમાં વધારો કરી દીધો હતો. હાફ સમય સુધી આ સ્કોર જ રહ્યો હતો.
8'—Ronaldo scores penalty
— B/R Football (@brfootball) October 12, 2021
12'—Ronaldo scores penalty but referee rules to retake it
13'—Ronaldo scores penalty
Three pks in five minutes for Cristiano 😅 pic.twitter.com/MrI1euUJRX

દ્વિતિય હાફમાં પોર્ટુગલે વિરોધી ટીમ પર દબાણ કાયમ રાખ્યું હતું અને સર્વાધિક સમય સુધી બોલ પોતાની પાસે રાખી લક્ઝમબર્ગને પરેશાન કર્યું હતું. 69મી મિનિટમાં જોઆઓ પાલિન્હાએ ગોલ ફટકારતા પોર્ટુગલ મેચમાં 4-0થી આગળ નીકળી ગયું હતું. ફુલ ટાઈમથી ત્રણ મિનિટ પહેલા 87મી મિનિટમાં રોનાલ્ડોએ મેચમાં પોતાનો ત્રીજો ગોલ ફટકાર્યો હતો. પોર્ટુગલની ટીમના કુલ પાંચ ગોલ થયા હતા. લક્ઝમબર્ગની ટીમ મેદાન પર પુનરાગમન નહોતી કરી શકી અને પરાજય વહોરવાનો વારો આવ્યો હતો.

રોનાલ્ડોની કારકિર્દીની આ 58મી હેટ્રિક હતી. આ સાથે તેણે એક કિર્તીમાન પણ પોતાના નામે કર્યો હતો. રોનાલ્ડોએ આંતરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં દસ હેટ્રિક ગોલ ફટકાર્યાં છે. જે એક વિશ્વ રેકોર્ડ છે. રોનાલ્ડોએ 2019માં લિથુઆનિયાની વિરૂદ્ધ નવમી વખત હેટ્રિક ગોલ ફટકાર્યા હતા. આ પૂર્વે સ્વીડનના ખેલાડી સ્વેન રીડેલે રેકોર્ડ નવ વખત ગોલ ફટકાર્યા હતા. હવે રોનાલ્ડોના નામે આ અભૂતપૂર્વ કિર્તીમાન નોંધાઈ ચૂક્યો છે.

લક્ઝમબર્ગની વિરૂદ્ધ ફટકારેલા ત્રણ ગોલની મદદથી રોનાલ્ડોના આંતરાષ્ટ્રીય ગોલની સંખ્યા 115 થઈ છે. આંતરાષ્ટ્રીય ફૂટબોલમાં તે સૌથી વધારે ગોલ કરનારો ખેલાડી છે. યૂરો કપ 2020માં તેણે ઈરાનના ફૂટબોલર અલી ડેઈના સર્વાધિક 109 ગોલ ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી હતી. સપ્ટેમ્બર મહિનામાં રિપબ્લિક ઓફ આયર્લેન્ડની વિરૂદ્ધ રમાયેલા મેચમાં બે ગોલ ફટકારી ડેઈના રેકોર્ડને ધ્વંસ કરી નાખ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત