Homeદે ઘુમા કેરોનાલ્ડોનો પગાર સાંભળ્યા પછી તેનું નિવેદન સાચું લાગે છે કે, ‘હું એક...

રોનાલ્ડોનો પગાર સાંભળ્યા પછી તેનું નિવેદન સાચું લાગે છે કે, ‘હું એક એવા સપનામાં છું જેમાંથી જાગવા નથી ઈચ્છતો’

Team Chabuk-Sports Desk: પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગત મહિને ક્લબ બદલીને વિશ્વને અચંબામાં નાખી દીધું હતું. ઈટાલિયન ફૂટબોલ ક્લબ યુવેન્ટ્સને છોડીને ઈંગ્લીશ પ્રીમિયર લીગના ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે જોડાઈ ગયો હતો. યૂનાઈટેડે આ માટે યુવેન્ટ્સને 132 કરોડ રૂપિયા ફી ચૂકવી હતી. ઉપરીયાણાના 71 કરોડ રૂપિયા ડિલ પૂર્ણ થાય બાદનું ચૂકવણું પણ કર્યું હતું.

માન્ચેસ્ટર યુનાઈટેડમાં રોનાલ્ડોના આગમન પૂર્વે, ટીમનો ગોલકીપર ડેવિડ ડી ગિયા ક્લબમાં સર્વાધિક પગાર ધરાવતો ફૂટબોલર હતો. તેનો અઠવાડિયાનો પગાર 3.80 કરોડ રૂપિયા હતો. ટીમમાં રોનાલ્ડો આવતા પરિવર્તન આવી ગયું છે. રોનાલ્ડો હવે ક્લબમાં સર્વાધિક પૈસા લે છે. રોનાલ્ડોનો દર અઠવાડિયાનો પગાર 4.86 કરોડ રૂપિયા છે. પોર્ટુગલ સ્ટારનો આ પગાર ત્રણ પ્રીમિયર લીગ ક્લબ કરતા પણ વધારે છે.

માન્ચેસ્ટર યુનાઈટેડમાં રોનાલ્ડોનો વાર્ષિક પગાર આશરે 253 કરોડ રૂપિયા છે. પ્રીમિયર લીગ ક્લબ નોર્વિચ દર વર્ષે પોતાના ખેલાડીઓના પગારમાં વાર્ષિક આશરે 246 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ ક્લબમાં 31 ખેલાડી છે. સ્પોર્ટ્સ વેબસાઈટ સ્પોટ્રક અનુસાર દિગ્ગજ ક્લબ લીડ્સ દર વર્ષે પોતાના ખેલાડીઓની વાર્ષિક સેલરી પર 182 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. લીડ્સમાં 25 ખેલાડી છે. બ્રેટફોર્ડ 28 ખેલાડીઓની ટીમ છે તેની વાર્ષિક સેલરી 132 કરોડ રૂપિયા છે.

માન્ચેસ્ટર યુનાઈટેડમાં આવતા પહેલા રોનાલ્ડો ઈંગ્લીશ ક્લબ માન્ચેસ્ટર સિટી સાથે જોડાવાનો હોવાની ચર્ચા ચાલી રહી હતી. સિટીમાં જતાં પહેલા રોનાલ્ડોને ક્લબ પાસેથી દર અઠવાડિયે 5.17 કરોડ રૂપિયા માગ્યા હતા. જોકે પોતાના જૂના ક્લબમાં જવા માટે તેણે કિંમત ઓછી કરી. રોનાલ્ડોના પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે, યુનાઈટેડે પોતાના પૈસાનું રોકાણ બરાબર જગ્યાએ કર્યું છે.

વિશ્વના સર્વાધિક કમાણી કરનારા ફૂટબોલ ખેલાડીની જો વાત કરવામાં આવે તો, રોનાલ્ડો અનુક્રમણિકામાં નંબર એક પર છે. તેણે આર્જેન્ટીના અને પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) ક્લબના લિયોનલ મેસ્સીને પાછળ છોડી દીધો છે. ફોર્બ્સની લિસ્ટ મુજબ, આ સિઝનમાં ટોચના દસ કમાણી કરનારા ફૂટબોલ ખેલાડીઓની આવક 585 મિલિયન અમેરિકી ડોલર છે. જે ગત વર્ષે 570 મિલિયન ડોલર હતી.

ખેલાડીવાર્ષિક પગાર કરોડમાંઅઠવાડિયાનો પગાર
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો2534.86
ડેવિડ ડિ ગયા1983.80
જેડન સેન્ચો1853.55
રાફેલ વરાન1793.45
પોલ પોગ્બા1532.95

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments