Homeદે ઘુમા કેહૈદરાબાદની ટીમ રહી રહીને ઉપડી, ડેથ ઓવરમાં ભુવનેશ્વરે કમાલ કરી દીધી

હૈદરાબાદની ટીમ રહી રહીને ઉપડી, ડેથ ઓવરમાં ભુવનેશ્વરે કમાલ કરી દીધી

Team Chabuk-Gujarat Desk: આઈપીએલ 2021ના 52માં મેચમાં ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયેલી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 141 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 137 રન જ બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં બેંગ્લોરને વિજય માટે 13 રનની આવશ્યકતા હતી. ક્રિઝ પર એ.બી.ડિવિલયર્સ જેવો વિસ્ફોટક બેટ્સમેન હોવા છતાં ટીમ માત્ર આઠ રન કરી શકી હતી.

advertisement-1

આ જીતની સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની પોઝિશનમાં કોઈ ફર્ક નથી પડ્યો. 13 મેચમાં ત્રણ જીત અને છ અંકની સાથે આઠમાં નંબર પર છે. બીજી બાજુ બેંગ્લોર 13 મેચમાં આઠ જીત અને 16 અંકની સાથે ત્રીજા સ્થાન પર છે.

advertisement-1

પ્રથમ બેટીંગ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. જેસન રોયની સાથે અભિષેક શર્મા ઓપનિંગ માટે ઉતર્યા હતા. જોકે આ પ્રયોગ નિષ્ફળ પૂરવાર થયો હતો. 13 રન બનાવી અભિષેક આઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન એને રોયે મળી બીજી વિકેટ માટે સિત્તેર રનની ભાગીદારી નોંધાવી હતી. વિલિયમસન 31 રન બનાવીને હર્ષલ પટેલની બોલ પર આઉટ થયો હતો.

advertisement-1

પ્રિયમ ગર્ગ 15, અબ્દુલ સમદ 1, ઋદ્ધિમાન સહા 10, જેસન હોલ્ડર 16 કંઈ ખાસ નહોતા કરી શક્યા. હૈદરાબાદ તરફથી રોયે સૌથી વધારે 44 રન બનાવ્યા. તેણે ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. રાશિદ ખાન સાત રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. ડેનિયલ ક્રિશ્ચિયને બે વિકેટ લીધી હતી. આ સિવાય જ્યોર્જ ગાર્ટન અને યુઝવેન્દ્ર ચહલને એક એક વિકેટ મળી હતી.

advertisement-1

142 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી બેંગ્લોરની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર વાવાઝોડું બની ત્રાટક્યો હતો અને કેપ્ટન વિરાટ કોહલીની પ્રથમ ઓવરમાં જ વિકેટ લઈ લીધી હતી. વિરાટ પાંચ રન પર આઉટ થયો હતો. અહીંથી ડેનિયલ 1 અને શ્રીકર ભરત 12 રનના સામાન્ય સ્કોર પર પરત ફર્યાં હતાં. દેવદત્ત પડિકક્લે ગ્લેન મેક્સવેલની સાથે મળીને ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાવી હતી. મેક્સવેલે 25 બોલ પર 40 રન ફટકાર્યા હતા. ઈનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

advertisement-1

પડિક્કલે 52 બોલમાં 41 રન બનાવી આઉટ થયો હતો. તેને રાશિદ ખાને સમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શાહબાઝ અહમદ 14 રન બનાવી આઉટ થયો હતો. અંતિમ ઓવરમાં બેંગ્લોરને જીત માટે 13 રનની આવશ્યકતા હતી. ડિવિલિયર્સ અને ગાર્ટન ક્રિઝ પર હતા. ટીમ આઠ રન જ બનાવી શકી હતી. અંતિમ ઓવરમાં ડિવિલિયર્સ એક સિક્સ જ ફટકારી શક્યો હતો. હૈદરાબાદની તરફથી ભુવનેશ્વર, હોલ્ડર, સિદ્ધાર્થ કૌલ, ઉમરાન મલિક અને રાશિદ ખાને એક એક વિકેટ લીધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments