Homeદે ઘુમા કેVIDEO: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં સ્ટેડિયમમાં પંતના નામના ચાહકોએ લગાવ્યા નારા, કોહલી ભાવુક

VIDEO: ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં સ્ટેડિયમમાં પંતના નામના ચાહકોએ લગાવ્યા નારા, કોહલી ભાવુક

Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં બોર્ડર-ગાવસ્કર સીરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. કોહલી અને રવિન્દ્ર જાડેજા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઋષભ પંતના નામના ચાહકોએ નારા લગાવ્યા હતા

કોહલી અને જાડેજા બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક અરુણ જેટલી સ્ટેડિયમમાં પંતના નામના નારા લાગ્યા હતા. તેનાથી ખબર પડે છે કે ટેસ્ટ સીરીઝ દરમિયાન માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ક્રિકેટના ચાહકો પણ પંતને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

ઋષભ પંત છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે અને તેણે ભારત માટે ઘણી વિનિંગ મેચ રમી છે. જ્યારે વિકેટ કીપર બેટ્સમેનના નામના નારા લગાવવામાં આવ્યા ત્યારે કોહલી તેને યાદ કરીને લગભગ 3 સેકન્ડ સુધી સતત મેદાન તરફ જોતો રહ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંત ઉત્તરાખંડનો છે, પરંતુ તેની ક્રિકેટ કારકિર્દી દિલ્હીમાં જ શરૂ થઈ હતી. એટલે પંતને દિલ્હીનો લોકલ બોય પણ માનવામાં આવે છે. દિલ્હીના ક્રિકેટ ચાહકો તેને ઘણો સપોર્ટ કરે છે. ઋષભ પંત આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે અને કેપ્ટન છે. પંત દિલ્હીનો સૌથી મોંઘો ખેલાડી છે. પંતને આ વખતે આઈપીએલમાં મિસ કરવામાં આવશે કારણ કે તે અકસ્માત બાદ લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર છે.

પંતનો અકસ્માત થયો હતો

ઋષભ પંતનો 30 ડિસેમ્બર 2022 ની સવારે રૂરકી એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો જ્યારે તે તેના પરિવારના સભ્યોને જાણ કર્યા વગર સરપ્રાઈઝ આપવા અને તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તેના હોમટાઉન જઈ રહ્યો હતો. આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો તેમાં પંતની કાર બળીને ખાક થઈ ગઈ હતી. પંતને પણ ઘણી ઈજા થઈ હતી. તેને શરૂઆતમાં દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. પંત હવે સ્વસ્થ છે. જોકે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં 6 થી 8 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments