Homeદે ઘુમા કેકોલકાતાએ માત્ર 34 રનમાં 8 વિકેટ ગુમાવી અને મેચ પણ

કોલકાતાએ માત્ર 34 રનમાં 8 વિકેટ ગુમાવી અને મેચ પણ

Team Chabuk-Sports Desk: મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચૈન્નઈ સુપરકિંગ્સે ફરી એક વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ચૈન્નઈની ટીમ ચોથી વખત આઈપીએલ ખિતાબ જીતવામાં સફળ થઈ છે. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતાને 27 રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. ચૈન્નઈ માટે જીતનો માર્ગ આસાન નહોતો રહ્યો. એક સમયે કોલકાતાની ટીમ ટ્રોફી પર કબ્જો જમાવી લેશે એવું લાગી રહ્યું હતું, પણ શાર્દુલ ઠાકુરના એક ઓવરે મેચની સ્થિતિ પલ્ટી નાખી હતી.

advertisement-1

ચૈન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા અને કોલકાતાની સામે 193નું લક્ષ્યાંક રાખ્યું હતું. જવાબમાં શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરની જોડીએ કોલકાતાને શાનદાર શરુઆત અપાવી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ અને ઐય્યર બંનેએ હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. દસ ઓવર બાદ કોલકાતાનો સ્કોર 88 રન થઈ ગયો હતો અને તેને જીત માટે 60 બોલમાં 105 રનની આવશ્યકતા હતી.

advertisement-1

ધોનીએ પ્રથમ ઓવરમાં ખર્ચાળ સાબિત થયેલા શાર્દુલ ઠાકુરના હાથમાં પુન: બોલિંગની કમાન સોંપી હતી. શાર્દુલ પણ કેપ્ટનના વિશ્વાસ પર ખરો ઉતર્યો હતો અને ઓવરની ચોથી બોલમાં વેંકટેશ ઐય્યરને રવીન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ઐય્યર 50 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો. કેકેઆર વેંકટેશની વિકેટ બાદ ક્રિઝ પર ટકી શકે એ પહેલા જ શાર્દુલે એ જ ઓવરની અંતિમ બોલ પર નીતિશ રાણાને શૂન્ય રન પર પવેલિયન મોકલ્યો હતો. શાર્દુલે બીજી ઓવરમાં માત્ર પાંચ રન આપી બે વિકેટ ઝડપી કોલકાતાને મુસીબીતમાં નાખી દીધું હતું.

advertisement-1

એક ઓવરમાં સતત બે ઝટકાઓ લાગવાના કારણે કોલકાતાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને ટીમની બેટીંગ લાઈન અપ પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. જોકે રવીન્દ્ર જાડેજાની 15મી ઓવર ફરી એક વખત કોલકાતા માટે કાળ સમાન સાબિત થઈ હતી. જાડેજાએ આ ઓવરમાં માત્ર ત્રણ રન આપી દિનેશ કાર્તિક અને શાકિબ અલ હસનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોલકાતાએ માત્ર 34 રનમાં 8 વિકેટ ગુમાવી અને મેચ પણ ગુમાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments