Team Chabuk-Sports Desk: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં એકવાર ફરી IPLનો ખિતાબ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના નામે કરી લીધો છે. ચેન્નઈ સુપરકિંગ્સે 27 રનથી કોલકત્તા નાઈટ રાઈડર્સને હરાવી IPL 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. 193 રનના લક્ષ્યાંક સામે કોલકત્તા 20 ઓવરમાં માત્ર 9 વિકેટ ગુમાવી 165 રન જ બનાવી શક્યું હતું. અત્યાર સુધીમાં IPLના ઈતિહાસમાં ચેન્નઈની આ ચોથી જીત છે. 2010, 2011, 2018 બાદ 2021માં ચેન્નઈએ IPLની ફાઈનલ મેચ જીતી છે. ચેન્નઈ આઈપીએલના ઈતિહાસમાં કુલ 9મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. ચેન્નઈના બેસ્ટમેને કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે રનનો પહાડ ખડક્યા બાદ બોલર્સે પણ શાનદાર પ્રદર્શન કરી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.
સારી શરૂઆત બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સના પ્લેયર્સ ચેન્નઈના બોલર્સ સામેે ઘૂંટણીએ પડી ગયા હતા. શુભમન ગીલ અને વ્યંકટેશ ઐયર સિવાય કોલકત્તાના તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા. બીજી તરફ ચેન્નઈના બોલર્સ અને બેટ્સમેનનું દશેરાના દિવસે જ ઘોડું દોડી ગયું. કોલકત્તા તરફથી સૌથી વધુ 51 રન શુભમન ગીલ અને 50 રનની ઈનિંગ વ્યંકટેશ ઐયરે રમી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનને શરૂઆતમાં ઘણા જીવનદાન મળ્યા હતા જો કે, જીવનદાન મળવા છતાં કોલકત્તાના બેટ્સમેન ફાયદો ઉઠાવી શક્યા નહી. શાર્દૂલ ઠાકુરે ઈનિંગની 11મી ઓવરમાં બેક ટુ બેક વેંકટેશ અય્યર અને નીતિશ રાણાની વિકેટ લઈને ચેન્નઈને ગેમમાં વાપસી કરાવી હતી. કોલકાતાએ 2 ઓવરમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ કમ બેક ન કરી શક્યું.ચેન્નઈ તરફથી સૌથી વધુ શાર્દુલ ઠાકુરે 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત હેઝલવુડ અને જાડેજાએ 2-2 તેમજ ચહર અને બ્રાવોએ 1-1 વિકેટ ઝડપી હતી.
ટોસ જીતીને કોલકત્તા નાઈટ રાઈડર્સે પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈ સુપરકિંગ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને 193 રનનું લક્ષ્ય આપ્યું હતું. ચેન્નઈએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ચેન્નઈ તરફથી સૌથી વધુ 86 રન ફાફ ડુપ્લેસિસે બનાવ્યા હતા. જ્યારે મોઈન અલીએ 37, ઋતુરાજ ગાયકવાડે 32 અને ઉથપ્પાએ 31 રન બનાવ્યા હતા.

ચેન્નઈ સુપરકિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
કલકત્તા નાઈટ રાઈડર્સ
શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ