Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021નું સંસ્કરણ શરૂ થતાં પહેલા જ ત્રણ વખતની વિજેતા ટીમ ચૈન્નઈ સુપર કિંગ્સને ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને ચૈન્નઈની ટીમના આધારભૂત ખેલાડી જોશ હેઝલવુડે આઈપીએલના 14માં સંસ્કરણમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. હેઝલવુડે આ નિર્ણય ખૂદને બાયો બબલથી ખૂદને દૂર રાખવા માટે લીધો છે. હવે એ થોડો સમય રમતથી દૂર રહીને પરિવાર સાથે સમય વીતાવવા માગે છે.
હેઝલવુડ ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત શેડ્યુલની વચ્ચે 10 મહિનાઓથી બાયો બબલમાં છે. કોઈ પણ દેશની સિરીઝ હોય તો તેમાં એક બાયો બબલ તૈયાર કરવામાં આવે છે. એ બબલમાં ફક્ત એ સિરીઝ સાથે સંકળાયેલા લોકોને જ પ્રવેશ મળે છે. કોઈ પણ અન્ય સભ્ય ક્વોરન્ટાઈન અને કોવિડની તપાસ કર્યા વિના અંદર પ્રવેશી નથી શકતો. જો કોઈ ખેલાડી એ બબલથી ચાલ્યો જાય છે તો તે પાછો પ્રવેશી નથી શકતો.
આ અંગે જોશ હેઝલવુડે જણાવ્યું કે, ‘‘હું અલગ અલગ સમય પર છેલ્લા દસ મહિનાથી ક્વોરન્ટાઈન અને બબલમાં રહી રહ્યો છું. હવે મેં ક્રિકેટમાંથી થોડો આરામ લેવાનો નિર્ણય લીધો છે. જેથી આગામી બે મહિના હું ઘર પર અને ઓસ્ટ્રેલિયામાં વીતાવી શકું.’’
માનસિક રીતે ફિટ રહેવાની વાત ઉચ્ચારતા હેઝલવુડે કહ્યું કે, ‘‘આગળ પણ ક્રિકેટનું વ્યસ્ત શેડ્યુલ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ છે. એ પછી બાંગ્લાદેશની સામે ટી ટ્વેન્ટી સિરીઝ છે. એ પછી ટી ટ્વેન્ટી વિશ્વકપ છે અને બાદમાં એશિઝ સિરીઝ છે. એવામાં આગામી 12 મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. આ કારણે જ હું ખૂદને માનસિક અને શારીરિક રીતે ફિટ રાખવા માગુ છું. આ કારણે જ મેં આ નિર્ણય લીધો છે.’’
થોડા દિવસ પહેલા જ મિચેલ માર્શની આઈપીએલમાંથી હટવાની ખબર આવી હતી. એ પહેલા જોશ ફિલીપે પણ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. આ રીતે જોશ હેઝલવુડ એવો ત્રીજો ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર બન્યો છે જેણે આઈપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હોય.
કોવિડના કારણે ક્રિકેટ પર લાગેલા બ્રેક બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે ગઈ હતી. જ્યાં જુલાઈ મહિનાથી હેઝલવુડ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સાથે બાયો બબલમાં રહ્યા હતા. હેઝલવુડનો ચૈન્નઈ સુપરકિંગ્સે ગત્ત સિઝનમાં જ પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. હેઝલવુડે ચૈન્નઈ માટે ત્રણ મેચ રમ્યા હતા. જેમાં તેણે એક વિકેટ મેળવી હતી.
ચૈન્નઈ સુપરકિંગ્સ હવે 10મી એપ્રિલનાં રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમી પોતાના અભિયાનની શરૂઆત કરશે. જે પહેલા ચૈન્નઈની ટીમને હેઝલવુડના વિકલ્પની શોધ કરવી પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત