Team Chabuk-National Desk: બિજનોરની સ્ક્વોટ ટીમ અને દોહાત પોલીસે દોઢ મહિના પહેલા જનસેવા કેન્દ્રમાં થયેલી રૂપિયા 13 લાખની ચોરીનો ભેદ ઉકેલીને રાખી દીધો છે. બે ચોરોને ચોરીની રકમ, બાઈક અને પિસ્તોલની સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચોરોને જનસેવા કેન્દ્રમાં ચોરી કરેલા બેગમાં 40-50 હજાર રૂપિયા મળવાની આશા હતી, પણ તેમાંથી 13 લાખ રૂપિયા નીકળતા બંનેના મોં ખુલ્લા ના ખુલ્લા રહી ગયા હતા. આટલી મોટી રકમ સામે જોતા એઝાઝ નામના ચોરને હાર્ટઅટેક આવી ગયો એ પછી એ જ પૈસાથી તેની સારવાર પણ કરવામાં આવી હતી.
એસ.પી ધર્મવીર સિંહના જણાવ્યા અનુસાર, ગામડા પિત્તનહેડીના નિવાસી ઉરુઝ હૈદરે રિપોર્ટ લખાવી હતી કે 17 ફેબ્રુઆરીના રોજ પોલીસ સ્ટેશન દેહાતના વિસ્તારમાં આવતા જનસેવા કેન્દ્રમાં ચોરોએ માસ્ક પહેરી લાખો રૂપિયા રોકડા, પર્સ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ ચોરી કરી લીધા હતા. પોલીસ અને સ્ક્વોટની ટીમે ચોરીકાંડ કરનારા નૌશાદ અને એઝાઝની નગીના રોડ સ્થિત આવેલ ઝમઝમ હોટલમાં ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રોકડા, બે પિસ્તોલ અને બાઈકની સાથે ધરપકડ કરી હતી. ચોરોએ પોલીસને કહ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાય સમયથી આ કામ કરી રહ્યા છે અને હાથમાં લાગેલી રોકડ રકમને વહેંચી લે છે.
યોજનાબદ્ધ રીતે ચોરોએ લગ્નમાં વાગતા બેન્ડ અને ડિજેનો ભરપૂર ફાયદો ઉઠાવતા જનસેવા કેન્દ્રમાં માસ્ક પહેરી ઘુસી ગયા હતાં. જેમાં છ લાખ પચાસ હજાર રૂપિયા, પર્સમાં રહેલા 54 હજાર રૂપિયા સાથે જ આધારકાર્ડ અને ડીએલ ચોરી કર્યા હતા.
પોલીસના ડરના કારણે બેગ અને પર્સ ગંગા બૈરાજમાં ફેંકી દીધું હતું. ચોરીની રકમને અંદરો અંદર વહેંચી લીધી હતી. ત્યાં સુધી કે ચોરી કરવા માટે વપરાયેલી બાઈક પણ બે મહિના પહેલા ફુલસંદા બેંકમાંથી ચોરી કરેલી હતી. બેઉંની હિસ્ટ્રીશીટ ખોલીને સમગ્ર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બંનેએ પોલીસને જણાવ્યું કે ચોરીની બાકી રકમ તેઓ ખર્ચ કરી ચૂક્યા છે. અત્યાર સુધી નૌશાદ પર બાર અને એઝાઝ પર ત્રણ કેસ ચાલી રહ્યા છે. એસપીએ પણ ચોરને પકડનારી ટીમને પાંચ હજાર રૂપિયા ઈનામ આપવાની ઘોષણા કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત