Team Chabuk National desk: કેન્દ્ર સરકારે હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુશખબરી આપી છે. હવે દેશની તમામ સૈનિક સ્કૂલમાં દીકરીઓને પણ એડમિશન મળશે. લોકસભામાં આ મુદ્દે માહિતી આપવામાં આવી હતી. રક્ષા મામલાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે લોકસભામાં કહ્યું કે, સરકારે નિર્ણય કર્યો છે કે, સરકારે નિર્ણય કર્યો છે કે, શૈક્ષણિક સત્ર 2021-22માં દેશની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને પણ એડમિશન આપવામાં આવશે. અત્યાર સુધીમાં સૈનિક સ્કૂલમાં માત્ર દિકરાઓને જ એડમિનશન આપવામાં આવતું હતું.
તેમણે કહ્યું કે, મિઝોરમ સ્થિત સૈનિક સ્કૂલ, છિંગછિપમાં વર્ષ 2018-19માં પાયલટ પ્રોજેક્ટ ચલાવાયો હતો. જેમાં ગર્લ્સ કેડેટ્સને એડમિશન આપવામાં આવ્યું હુતું. આ પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ સરકારે નિર્ણય કર્યો છે કે તમામ સૈનિક સ્કૂલમાં દિકરાઓની સાથે સાથે દીકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે.
લોકસભામાં એ પણ કહેવામાં આવ્યું કે, સરકારે ઘણી યોજના પર વિચાર કરી રહી છે. જે મુજબ દેશમાં હવે જે સૈનિક સ્કૂલ ખુલશે તે એનજીઓ, ખાનગી શાળા અને રાજ્ય સરકાર સાથે પાર્ટનરશીપમાં ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વખતેના બેજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે આની જાહેરાત કરી હતી.
કેમ મળે છે એડમિશન
હાલ દેશમાં જામનગર સહિત કુલ 33 સૈનિક સ્કૂલ છે. તેને રક્ષા મંત્રાલય અંતર્ગત સૈનિક સ્કૂલ્સ સોસાયટી દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ સ્કૂલ્સમાં એડમિશન લેવા માટે ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ એન્ટ્રેસ એક્ઝામ (AISSEE) યોજાય છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરે છે તેમને સૈનિક સ્કૂલમાં એડમિશન મળે છે. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) કરે છે.
ધોરણ 6 અને ધોરણ 9માં જ આ સ્કૂલમાં એડમિશન લઈ શકાય છે. જે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમની ઉંમર 10થી 12 વર્ષ હોવી જોઈએ. તેમની ઉંમર માર્ચ મહિનાની 31મી તારીખથી ગણવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમની ઉંમર 13થી 15 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પ્રવેશ મેળવવા માટે ઓબ્જેક્ટીવ પ્રકારની પરીક્ષા લેવાય છે. એક સવાલ આપવામાં આવ્યો હોય છે તેની નીચે ચાર જવાબ આપવામાં આવ્યા હોય છે. આ ચાર જવાબમાંથી ક્યો જવાબ સાચો છે તે જવાબ વિદ્યાર્થીએ OMR શીટમાં ટીક કરવાનો હોય છે.
જે વિદ્યાર્થી છઠ્ઠા ધોરણ માટે પ્રવેશ પરીક્ષા આપે છે તે અંગ્રેજી ઉપરાંત હિન્દી, આસામી, બેંગાલી, ગુજરાતી, કન્નડ, મલ્યાલમ, મરાઠી, ઉડિયા, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષામાં પરીક્ષા ઓઆપી શકે છે. જ્યારે 9માં ધોરણની પરીક્ષા ફરજિયાત અંગ્રેજી ભાષામાં લેવામાં આવે છે. એટલે કે નવમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવ્યા નથી. પરીક્ષાની જાણકારી NTAની વેબસાઈટ પરથી લઈ શકાય છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ