Team Chabuk-Entertainment Desk: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર હોવાના સવારથી સોશિયલ મીડિયા પર સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર આવતા જ દયાબેનના પાત્રને ચાહનારા લોકો ચોંકી ગયા હતા. પરંતુ આ સમાચારમાં કોઈ સત્યતા નથી. આ વાતની પુષ્ટિ ખુદ તારક મહેતા શોના જેઠા લાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ કરી છે.
સોશિયલ મીડિયામાં કોઈ સારી વાત પહોંચાડવી હોય તો ઘણીવાર લાગે છે. પરંતુ અફવા અને નેગેટીવ વાતને ખુબ ઝડપથી ફોરવર્ડ કરાય છે. કોઈપણ તથ્ય જાણ્યા વગર પોસ્ટને શેર કરવામાં આવે છે. આજે સવારથી સોશિયલ મીડિયા સહિત અનેક ન્યુઝ વેબસાઈટમાં આ સમાચાર રોકેટની ગતી ફેલાયા છે કે દિશા વાકાણી એટલે કે તારક મહેતા શોની દયાબેનને ગળાનું કેન્સર થયું છે. અને એ પણ શો માં અલગ અલગ અવાજ કાઢવાના લીધે. પ્રથમ તો આ વાત બધા માની જ લેશે. કારણ કે દયાબેનનો અવાજ લોકોને ખુબ જ પ્રીય હતો. પરંતુ થોડુ વિચારો તો આવા ગફલત સમાચારમાં કંઈ પણ તથ્ય ન હોય તેવું ચોક્કસ દેખાશે, કારણ કે 2017 થી એટલે કે પાંચ વર્ષથી દયાબેન તારક મહેતા શોનો કે અન્ય પ્લેટફોર્મનો હિસ્સો રહ્યા નથી. જેથી અલગ અવાજ કાઢવાની વાત જ આવતી નથી.
દિલીપ જોષીને આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને સવારથી સતત ફોન આવે છે. દર વખતે કંઈક ને કંઈક ન્યૂઝ આવતા રહે છે. તેમને લાગે છે કે આ રીતના ન્યૂઝને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. તેઓ બસ એટલું જ કહેશે કે આ બધી અફવા છે અને એના પર ધ્યાન ના આપશો.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ