Homeગામનાં ચોરેદિલ્હીમાં ભાજપના કારણે કૂતરાઓની સંખ્યા વધી ગઈ! રોજ 5 હજાર લોકોને કૂતરા...

દિલ્હીમાં ભાજપના કારણે કૂતરાઓની સંખ્યા વધી ગઈ! રોજ 5 હજાર લોકોને કૂતરા કરડે છે

Team Chabuk-National Desk: દિલ્હીમાં પ્રદૂષણ બાદ સૌથી વધારે આતંક કૂતરાઓનો છે. જેના પર કોઈનું નિયંત્રણ નથી. એક નાની બાળકીને હાલમાં જ કૂતરાઓએ ફાડી ખાધી હતી. રાજધાનીમાં ચકચાર જગાવતી ઘટના પર નિવેદન આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે મંગળવારના રોજ જાણકારી આપી હતી કે દિલ્હીમાં રોજ પાંચ હજાર લોકોને કૂતરા કરડી જાય છે. આ માટે તેઓએ નિગમને જવાબદાર ઠેરવ્યું હતું.

ભારદ્વાજે કહ્યું કે એમસીડી કાગળ પર કૂતરાઓનું વ્યંધીકરણ કરીને મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે. ઉત્તરી નગર નિગમના 2020-21માં ડોગ સ્ટેરલાઈઝેશન માટે 15 કરોડ આપવામાં આવ્યા અને તેના પર કેન્દ્ર બનાવવાના નામે 5 કરોડ આપવામાં આવ્યા. તેની સામે દિલ્હીમાં રસ્તે રખડતા કૂતરાઓની સંખ્યા સતત વધી રહી છે. ખસીકરણના ભ્રષ્ટાચારને પણ છુપાવવા માટે એમસીડીએ 2009થી તેનો સર્વે કરવાનું બંધ કરી દીધું છે.

whatsapp group join link

એમસીડીએ કરડતા કૂતરાઓના આંકડા છુપાવવા માટે હોસ્પિટલમાં રેબીઝની દવાઓ રાખવા માટે બંધ કરી દીધી છે. એક તરફ કૂતરાઓ કરડતા હોય બાળકોને પાર્કમાં રમવા માટે મોકલતા પરિવારજનો ડરે છે. તો બીજી તરફ મહિલાઓ વોકિંગ પર નથી જઈ શકતી. કોલોનિયોમાં લોકો કૂતરાઓના આતંકથી ભયભીત છે. સૌરભ ભારદ્વાજે દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાને સવાલ પૂછ્યો હતો કે જો છેલ્લા 15 વર્ષથી રસ્તે રખડતા કૂતરાઓનું વ્યંધીકરણ કરવામાં આવી રહ્યું છે તો કૂતરાઓની સંખ્યા આટલી કેવી રીતે વધી ગઈ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments