Team Chabuk-Sports Desk: શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓ માટે કડક ફિટનેસ ટેસ્ટની શરૂઆત કરી છે. એસએલસી ખેલાડીઓની ફિટનેસને લઈ કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા ઈચ્છતી નથી. એ જ કારણ છે કે બોર્ડે અનુબંધિત ખેલાડીઓ માટે કડક નિયમ બનાવ્યા છે. તેમના પ્રમાણે ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે ફિટનેસ ટેસ્ટને પાસ કરવાનું રહેશે. જો ટેસ્ટમાંથી નિષ્ફળ જશે તો તેમના વાર્ષિક પગાર પર કાતર ફેરવવામાં આવશે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ વર્ષે બે કિલોમીટર ફિટનેસ ટેસ્ટ રનની શરૂઆત કરી છે. જેમાં ખેલાડીઓને બે કિલોમીટરની દોડ આઠ મિનિટ અને 35 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. જોકે બાદમાં ક્રિકેટ સલાહકાર સમિતિના આગ્રહ પર તેમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું છે અને સમય અવધિ વધારી 8 મિનિટ અને 55 સેકન્ડ કરી દેવામાં આવી છે.
રિપોર્ટમાં શ્રીલંકાના પસંદગીકર્તાઓના અધ્યક્ષ પ્રમોદયા વિક્રમાસિંઘના નિવેદનના આધાર પર કહ્યું કે, ફિટનેસ ટેસ્ટમાં ફેલ થનારા ખેલાડીઓના વાર્ષિક પગારના એક ભાગને બોર્ડ દ્વારા કાપવામાં આવશે. આ સિવાય જો કોઈ ખેલાડી 8 મિનિટ 55 સેકન્ડની સમય મર્યાદામાં દોડ પૂર્ણ નથી કરતો તો તેને રાષ્ટ્રીય ટીમમાં પસંદગીને પાત્ર નહીં ગણવામાં આવે. વિક્રમાસિંઘે આગળ કહ્યું કે, વર્તમાન સમયે તેમના ખેલાડીઓની ફિટનેસમાં ખાસ્સુ પરિવર્તન આવ્યું છે. જોકે તેઓ ઈચ્છે છે કે આ સુધાર હજુ વધારે થાય.
વધુમાં તેમણે કહ્યું કે, જો કોઈ ખેલાડી ફેબ્રુઆરીમાં 8.35 મિનિટમાં 2 કિલોમીટર દોડે છે, તો તેને હવે 8.10 મિનિટનો સમય આપવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે ખેલાડી પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપે. આ અંગે કોઈની પણ મનમાની ચલાવી લેવામાં નહીં આવે. જણાવી દઈએ કે ચારમાંથી પ્રથમ ફિટનેસ ટેસ્ટ જાન્યુઆરી 2022માં આયોજીત થવાનો છે. જેમાં તમામ ખેલાડીઓએ હાજર રહેવાનું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત