Homeગામનાં ચોરેમોદી અને કમલા હેરિસની મુલાકાત સફળ રહી તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન...

મોદી અને કમલા હેરિસની મુલાકાત સફળ રહી તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પરથી સાબિત થાય છે

Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસે ખૂદ માન્યું કે પાકિસ્તાનની ધરતી પર કેટલાય આતંકી સંગઠન સક્રીય છે. આ આતંકીઓને ઈસ્લામાબાદમાંથી સંરક્ષણ પ્રાપ્ત છે. આ જાણકારી વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ટ્વીટ કરી જણાવી હતી. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીની અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત ઘણી સફળ રહી અને આ મુલાકાતમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ફરી બેનકાબ કરવામાં આવ્યું છે.

rps baby world

ગુરૂવારની રાતે ભારતીય પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવે જણાવ્યું હતું કે, કમલા હૈરિસે ખૂદ માન્યું હતું કે, તાલિબાનની મદદ કરવામાં પાકિસ્તાનનો મોટો હાથ છે. તેમણે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓ ભારત અને અમેરિકાની સુરક્ષા માટે ખતરો ન બને અને પોતાને ત્યાં ઉછરી રહેલા આતંકવાદને ખત્મ કરે.

આ મુલાકાતમાં તેમણે ભારતની સીમા પારથી થઈ રહેલી આતંકી ગતિવિધિઓ પર પણ સહમતિ પ્રગટ કરી હતી અને સ્વીકાર્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની ઉપરાષ્ટ્રપતિની સાથે આ પ્રથમ મુલાકાત છે. આ અગાઉ બંને નેતાઓ વચ્ચે ફોન પર ચર્ચા થઈ ચૂકી છે.

rps baby world

આ મુલાકાતમાં પ્રધાનમંત્રીએ અમેરિકાની પ્રશંસામાં જણાવ્યું હતું કે, અમેરિકાએ એક સારું મિત્ર છે. કોરોનાકાળમાં ભારતીય પ્રવાસીઓની પણ તેમણે ખૂબ મદદ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments