Homeગામનાં ચોરેGoogle અને Facebook ભારતની એક છોકરીના ફોટા હટાવવા દિવસ રાત એક કરી...

Google અને Facebook ભારતની એક છોકરીના ફોટા હટાવવા દિવસ રાત એક કરી રહ્યું છે

દિલ્હી હાઈકોર્ટે Google અને Facebookને એક યુવતીની આપત્તીજનક તસવીરો હટાવવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ ફોટા
યુવતીની સહમતી વિના અપલોડ કરાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે આ અંગે પગલાં લેવા જોઈએ.

મામલો શુ છે ?

24 વર્ષની એક યુવતી દિલ્લી હાઈકોર્ટના શરણે પહોંચી હતી. કારણ કે, સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર તેની આપત્તીજનક તસવીરો ફરી રહી હતી. અરજીમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તમામ પ્લેટફોર્મ પર તેણે રિક્વેસ્ટ મોકલી છે કે આ તસવીરો હટાવી દો પરંતુ કોઈએ રિક્વેસ્ટ ધ્યાનમાં નથી લીધી.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, યુવતીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, 2012 માં શાળામાં ભણતા એક છોકરા સાથે તેની મિત્રતા થઈ હતી. આ સમયે તે માત્ર 16 વર્ષની હતી.  બંને રિલેશનશિપમાં આવ્યા બાદ છોકરાએ તેની આપત્તીજનક તસવીરો માગી હતી. બાદમાં છોકરાએ તેને બ્લેકમેઈલ કરી હતી

રિપોર્ટ મુજબ યુવતીએ અરજીમાં એ પણ નોંધ્યું છે કે, જ્યારે તે અભ્યાસ માટે બહાર જતી રહી હતી ત્યારે પણ તે છોકરો તેની પાછળ પડ્યો હતો. છોકરો યુવતીના ઘર સુધી પહોંચી ગયો હતો. એટલું જ નહીં તેના પર હુમલો પણ કર્યો હતો. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ફરિયાદ બાદ કાયદાકીય કાર્યવાહી થઈ. 2017માં છોકરાને છોકરી સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ રાખવાની મનાઈ કરી દેવામાં આવી.

2019માં યુવતીને જાણ થઈ કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવી.રિપોર્ટ મુજબ Facebook અને Google કોર્ટને કહ્યું કે, યુવતીની તસવીરના URL  હટાવી લેવાયા છે. જો કે, ત્યારબાદ પણ અલગ-અલગ યુઝર્સ દ્વારા તસવીરો અપલોડ કરવામાં આવી રહી હતી. જ્યારે આ તસવીરો લેવામાં આવી હતી ત્યારે તે 16 વર્ષની હતી. એટલે મામલો ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંતર્ગત આવતો હોવાથી કોર્ટે કહ્યું કે, તમામ પ્લેટફોર્મે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને તસવીરો હટાવી દેવી જોઈએ.

કોર્ટે આદેશમાં શું કહ્યું ?

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ જસ્ટીસ વિભુ બાખરૂએ પોલીસને નિર્દેશ આપ્યો છે કે, આપત્તીજનક તસવીરોને નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યૂરોને સોંપી દેવામાં આવે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ NCRB અને બીજી એજન્સીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી એ લોકોની ઓળખ કરે જે લોકો ભારતની બહાર તસવીરો અપલોડ કરે છે. આ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

Facebook શું કહ્યું ?

ફેસબુકે કોર્ટને કહ્યું કે, તેઓ નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન નામના NGO સાથે કામ કરી રહ્યા છે. જે ખોવાયેલા બાળકોને શોધવા અને બાળકોના જાતીય શોષણને રોકવા માટે કામ કરે છે. ફેસબુકે દાવો કર્યો હતો કે, જ્યારે પણ તેના પ્લેટફોર્મ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી મળી ત્યારે તેને દૂર કરવામાં આવી છે.

Google શું કહ્યું ?

ગૂગલે એફિડેવિટ રજૂ કરીને કહ્યું તેઓ વાંધાજનક પોસ્ટને દૂર કરવા ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અલગ-અલગ લોકો રિપોર્ટિંગ તો કરે જ છે.. સાથે સાથે તેમનો એક પ્રોગ્રામ પણ છે જેમાં સરકારી એજન્સીઓ અને એનજીઓને ટૂલ્સ પૂરા પાડે છે જેના દ્વારા યુટ્યૂબ પર આપત્તીજનક કન્ટેન્ટન વિશે જાણકારી આપી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments