Team Chabuk-National Desk: રાજધાની દિલ્હીમાં પ્રેમ લગ્ન કરી લેનારા બે જોડલાઓ માટે પેરામિલિટ્રી ફોર્સ ઊભી કરી દેવાની નોબત આવી પડી છે. આમ તો લગ્ન કે પ્રેમ લગ્ન હોય તો પોલીસ જોઈ છે, પણ પહેલી વખત પેરામિલિટ્રી! ઘટના છે દેશની રાજધાની દિલ્હીની. યુવક હિન્દુ છે અને યુવતી મુસ્લિમ છે. બંને એકબીજાને પહેલાથી જાણતાં હતાં, પ્રેમ થઈ ગયો અને પછી લગ્ન કરી લીધા. લગ્ન કરી લીધા એ વાત મુસ્લિમ છોકરીનાં પરિવારજનોને પસંદ ન આવી.
લગ્ન થઈ ગયાની જાણ થતાંની સાથે જ પચ્ચીસ જેટલા લોકોનું ટોળું સરાયે કાલે ખાં વિસ્તારમાં જઈ પહોંચ્યું. તોડફોડ કરવા લાગ્યા. ગલીમાં જે પણ સામાન દેખાયો ઉઠાવી ઉઠાવીને જમીનદોસ્ત કરવા લાગ્યા. આંખે આ સમગ્ર વારદાત જોનારાઓ કહી રહ્યા છે કે, તેઓ બોલતા હતાં કે આગલી વખતે આવીશું તો લોહીની હોળી રમીશું. આ કારણે જ વિસ્તારમાં લોકલ પોલીસની સાથે સાથે પેરામિલિટ્રી ફોર્સને પણ ઊભી રાખી દેવાની ફરજ પડી છે. આ સમગ્ર ઘટના રાતના સાડા દસની આસપાસ ઘટી. જ્યારે લોકો ઊંઘવાની તૈયારી કરતાં હતાં. તોડફોડ કરવામાં આવી તે સીસીટીવીમાં કેદ થઈ ચૂકી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
शनिवार रात 11:00 बजे के आसपास दिल्ली सराय काले खां इलाके में कुछ अज्ञात हमलावरों ने आकर गली में जमकर तोड़फोड़ करी। इस घटना में कुछ लोग घायल भी भी हुए है। पूरा मामला सीसीटीवी में कैद हो गया। फिलहाल पुलिस मामले की जांच में जुटी है @DCPSEastDelhi @CPDelhi @LtGovDelhi pic.twitter.com/7bdNg24WUM
— रजनीश शर्मा (@Rajnees52305809) March 21, 2021
આ સમગ્ર ઘટના ઘટી સુમિત અને ખુશીના લગ્નનાં કારણે. સુમિત અને ખુશી બંને આ જ વિસ્તારના રહેવાસી છે. સુમિત હિન્દુ છે અને ખુશી મુસ્લિમ છે. ગત અઠવાડિયે જ આ બેઉં પ્રેમીઓએ લગ્ન કરી લીધાં હતાં. શનિવારનાં રોજ 20 માર્ચે આ બંને લગ્નનાં બંધનમાં બંધાઈ જતાં છોકરીનાં પક્ષના લોકો ગુસ્સામાં આવી ગયા. સમગ્ર વિસ્તાર તણાવગ્રસ્ત થઈ ગયો.
શનિવારની રાતે જ પચ્ચીસેક લોકોનાં ટોળાએ એ વિસ્તારની ગલીમાં હુમલો કરી દીધો. તોડફોડ કરી. મોટર સાઈકલ ઊંધીવાળી દીધી, દરવાજા તોડી નાખ્યા. જાણે વાવાઝોડું આવ્યું હોય એમ ઉપદ્રવિઓએ ઉત્પાદ મચાવ્યો અને લોકોને ડરાવ્યા.
આ સમગ્ર ઘટના વિશે પોલીસનું કહેવું છે કે, એમને પીસીઆર કોલનાં મારફતે સરાયા કાલે ખાંની સનલાઈટ કોલોનીની માથાકૂટની જાણકારી મળી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ખબર મળી કે લગ્ન કરનારા સુમિત અને ખુશીની ઉંમર લગ્નને લાયક નથી. તેમના લગ્નને લઈને આ કારણે જ ઉત્પાત મચેલો છે. પોલીસે કેસ ફાઈલ કરી અને ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ સ્થિતિ કાબુમાં હોવાનું કહી રહી છે પણ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે.
સાઉથ ઈસ્ટ દિલ્હીના ડીસીપી આર.પી.મીણાનાં જણાવ્યા અનુસાર સ્થિતિને જોતા વિસ્તારમાં પોલીસ રાખી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, વારદાત બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં અજંપો ફેલાઈ ગયો છે. લોકો પોલીસ પ્રોટેક્શનની માગ કરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે તેઓ આવતે વખતે ખૂનની હોળી રમવાના છે. જે પછી સ્થાનિકોની સુરક્ષા માટે ITBPના જવાનોને ખડેપગે ઊભા રાખવા પડ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત