Team Chabuk-International Desk: સમુદ્રમાં કરોડો ટન ધૂળ નાખીને ડેનમાર્ક એક નવું શહેર વસાવવા જઈ રહ્યું છે. ડેનમાર્કની સંસદે આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી છે. આ નવા શહેરમાં 35 હજાર લોકોને રહેવા માટે ઘર મળશે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ આ નવા શહેરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ કૃત્રિમ દ્વીપનું નિર્માણ કોપેનહેગન બંદરને સમુદ્રના વધી રહેલા જળસ્તરથી બચાવવા માટે કરાઈ રહ્યું છે.
લિનેટહોમ નામના આ વિશાળ દ્વીપને રિંગ રોડ, ટનલ અને મેટ્રો લાઈનના માધ્યમથી ડેનમાર્કની રાજધાની કોપેનહેગન સાથે જોડવામાં આવશે. જેનો આકાર 2.6 વર્ગ કિલોમીટર હશે. જો બધુ જ બરાબર રહ્યું તો આ પરિયોજના પર વર્ષના અંત સુધીમાં કામ શરૂ કરી દેવાનું ડેનમાર્કનું આયોજન છે.
બીજી તરફ સમુદ્રમાં શરૂ થનારા આ પ્રોજેક્ટ વિશે પર્યાવરણવિદોનો મત અલગ છે. પર્યાવરણવિદો આ પ્રોજેક્ટની સાઈડ ઈફેક્ટથી ચિંતિત છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રોજેક્ટ માટે ડેનમાર્ક સરકારને પર્યાવરણપ્રેમીઓના વિરોધનો સામનો પણ કરવો પડી શકે છે. ડેનમાર્કમાં બનનારા આ દ્વીપની ચારે તરફ એક બંધ બનાવાશે. જેનાથી સમુદ્રના વધી રહેલા જળસ્તર અને વાવાઝોડા જેવી સ્થિતિમાં બંદરની રક્ષા કરી શકાય. જો આ પરિયોજના સમયસર શરૂ થઈ ગઈ તો અંદાજ છે કે 2035 સુધીમાં તેના પાયાનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હશે. 2070 સુધીમાં આ યોજનાનું નિર્માણ કાર્ય પૂરું થવાની સંભાવના છે.
યુરોપિય ન્યાયાલય સમક્ષ આ દ્વીપના નિર્માણ મુદ્દે પર્યાવરણ સંસ્થાઓએ એક અરજી કરી છે. તેમનું માનવું છે કે, જો આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું તો તેના માટે કાચો માલ લઈ જવા માટે રોજ અંદાજે 350 ટ્રક રાજધાની કોપેનહેગમાંથી પસાર થશે. આનાથી શહેરના રસ્તાઓ પર ના માત્ર વાહનોની સંખ્યા વધશે પરંતુ પ્રદૂષણ પણ વધશે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ દ્વીપનો આકાર લગભગ 400 ફૂટબોલ મેદાન જેવો છે. જેના માટે અંદાજે 8 કરોડ ટન માટીની જરૂર પડશે. પર્યાવરણવિદોનું માનવું છે કે આ દ્વીપના નિર્માણથી સમુદ્રની સ્થિતિ સમુદ્રના પાણીની ગુણવત્તા પર પ્રભાવ પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત