Homeદે ઘુમા કેભારતીય ક્રિકેટર એક સદી ફટકારે તો કેટલું બોનસ મળે ?

ભારતીય ક્રિકેટર એક સદી ફટકારે તો કેટલું બોનસ મળે ?

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટર દુનિયામાં સૌથી વધુ રૂપિયા કમતા ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે. BCCI દર વર્ષે ખેલાડીઓનું સેટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરે છે. બોર્ડમાં ખેલાડીઓને ચાર ગ્રેડમાં વહેંચવામાં આવે છે. જેમાં A+, A, B અને C ગ્રેડ સામેલ છે.

ગ્રેડ A+ના ખેલાડીઓને વર્ષના 7 કરોડ, ગ્રેડ Aના ખેલાડીઓને વર્ષે 5 કરોડ, ગ્રેડ Bના ખેલાડીઓને વર્ષના 3 કરોડ અને ગ્રેડ Cના ખેલાડીઓને વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે. આ તે રકમ છે જે દર વર્ષે ખેલાડીઓને મળે છે પછી તે મેચ રમે કે ન રમે, વર્ષે તેમના ખાતામાં આટલી રકમ જમા થઈ જ જાય છે.

ખેલાડીઓને BCCI તરફથી મળતી આ રકમ ઉપરાંત મેચ ફી પણ મળે છે. ખેલાડીઓને એક ટેસ્ટ મેચના 15 લાખ રૂપિયા, એક વન ડે મેચના 6 લાખ રૂપિયા અને એક ટી-20 મેચના 3 લાખ રૂપિયા મળે છે. સામાન્ય રીતે એક ટી-20 મેચ ત્રણ કલાકની હોય છે. જો આ રીતે જોઈએ તો ખેલાડીઓ 3 કલાકમાં જ 3 લાખ રૂપિયા કમાઈ લે છે.

ખેલાડીઓને આ ઉપરાંત પણ રૂપિયા મળે છે. જેને બોનસ મની કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ઈનામ હોય છે જે ટેસ્ટ ક્રિકેટરને મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપરાએ આ અંગે કેટલાક રોચક ખુલાસા કર્યા છે.

આકાશ ચોપડાએ એક યુટ્યૂબ ચેનલ પર કહ્યું કે, જો કોઈ ખેલાડી મેચમાં બેવડી સદી ફટકારે તો તેને વધારાના 7 લાખ રૂપિયા મળે છે. જ્યારે સદી ફટકારવા પર 5 લાખ રૂપિયા મળે છે. આવી રીતે જ જો કોઈ બોલર પાંચ વિકેટ લે તો તેને 5 લાખ રૂપિયા બોનસ મળે છે. આ રૂપિયા મેચ ફીનો હિસ્સો નથી હોતા.

આર. અશ્વિને આ વર્ષની શરૂઆતમાં ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે એક સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે કુલ 8 વિકેટ લીધી હતી.  આકાશ ચોપડાએ કહ્યું કે આ મેચમાં અશ્વિને કુલ 25 લાખ રૂપિયા કમાયા હતા. આ ઉપરાંત BCCI ઐતિહાસિક જીત પર પણ બોનસ આપે છે. આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચ્યો હતો. ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2020-21 પર કબજો કર્યો હતો. આ જીત પર બોર્ડે ભારતીય ખેલાડીઓને 5 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments