Homeદે ઘુમા કે145, 126, 152, 97, 52 દેવદત્ત પડિક્કલે બોલરોને ત્રાહીમામ પોકારાવી દીધા

145, 126, 152, 97, 52 દેવદત્ત પડિક્કલે બોલરોને ત્રાહીમામ પોકારાવી દીધા

Team Chabuk-Sports Desk : દેવદત્ત પડિક્કલ. આ નામ આઈપીએલમાં ખુબ ગુંજ્યું. હવે ફરી એકવાર દેવદત્ત પડિક્કલની ચર્ચા થઈ રહી છે. આ વખતે પડિક્કલે વિજય હઝારે ટ્રોફિમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. વિજય હઝારે ટ્રોફીમાં ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડીક્કલ કર્ણાટક તરફથી રમી રહ્યો અને વિરોધીઓને વિચારતા કરી રહ્યો છે કે આ ભાઈને બોલ ફેંકવો તો ક્યાં ફેંકવો ?

અત્યાર સુધીમાં તે ટુર્નામેન્ટમાં 3 સદી ફટકારી ચુક્યો છે. તેના માટે સૌથી સારી મેચ રવિવારની રહી. રવિવારે તેણે મેદાન પર રનનો રીતસરનો વરસાદ વરસાવ્યો. 9 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 125 બોલમાં તેણે 145 રન ફટકાર્યા. આ તેની સતત ત્રીજી મેચમાં સદી હતી. ટુર્નામેન્ટમાં તે પહેલો બેટ્સમેન બની ગયો છે જેણે 550થી વધુ રન ફટકાર્યા હોય.

રવિવારે રેલવે સામે કર્ણાટકની મેચ હતી. રેલવેએ પહેલી બેટિંગ કરતાં 9 વિકેટ ગુમાવી 284 રન બનાવ્યા હતા અને કર્ણાટકને 285 રનનું લક્ષ્ય આપ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે, કર્ણાટક અને રેલવે વચ્ચે કાંટાની ટક્કર થશે. પરંતુ કર્ણાટકના કેપ્ટન રવિકુમાર શર્મા અને દેવદત્ત પડિક્કલ મેચને એક તરફી કરી દીધી હતી. મેચમાં કેપ્ટન રવિકુમાર શર્માએ પણ 118 બોલમાં 130 રન ફટકાર્યા. રવિકુમારે આ મેચમાં કુલ 17 ચોગ્ગા ફટકાર્યા.

રેલવે ટીમ તરફથી સૌથી વધુ ધોલાઈ અમિત મિશ્રાની થઈ હતી. અમિત મિશ્રાએ 6 ઓવરમાં કુલ 62 રન આપ્યા હતા. જ્યારે અનંત શાહાએ 7 ઓવરમાં સૌથી ઓછા 36 રન આપ્યા હતા.

કેરળ, ઓડિશા સામે દેવદત્ત પડિક્કલનું પ્રદર્શન

રેલવે સામે ટકરાતા પહેલાં કર્ણાટકની મેચ કેરળ સામે હતી. આ મેચમાં પણ દેવદત્ત પડિક્કલે 126 રન બનાવ્યા હતા. આ મેચમાં પણ તેને વિરોધી ટીમનો કોઈ બોલર આઉટ કરી શક્યો ન હતો. કર્ણાટકે કેરળને 9 વિકેટે હરાવ્યું હતું. આ પહેલાં મેચ ઓડિશા સામે રમાઈ હતી. ઓડિશા સામે તેણે સૌથી વધુ 152 રન બનાવ્યા. 140 બોલમાં 14 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી તે આ આંકડા સુધી પહોંચ્યો. આ મેચમાં પહેલી બેટિંગ કર્ણાટકની હતી. કર્ણાટકે આક્રમક બેટિંગ કરતાં ઓડિશાને 330 રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ઓડિશાની ટીમ 228 રનમાં ઘૂંટણીએ પડી ગઈ હતી. મેચ કર્ણાટકે 101 રને જીતી લીધી હતી. અત્યાર સુધીમાં કર્ણાટક પાંચ મેચ રમ્યું છે. પાંચ મેચમાં દેવદત્ત કુલ 572 રન બનાવી ચુક્યો છે.

દેવદત્તનું વિજય હઝારે ટ્રોફીમાં પ્રદર્શન

વિરોધી ટીમરન
દેવદત્ત VS  રેલવે145
દેવદત્ત VS  કેરળ126
દેવદત્ત VS ઓડિશા152
દેવદત્ત VS બિહાર97
દેવદત્ત VS ઉત્તરપ્રદેશ52

વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટક મજબૂત સ્થિતીમાં છે. અત્યાર સુધીમાં રમાયેલી પાંચ મેચમાંથી કર્ણાટક કુલ ચાર મેચ જીત્યું છે જ્યારે માત્ર એક જ મેચ હાર્યું છે. ગૃપ-Cમાં તે 16 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે નેટ રન રેટ પણ પ્લસ 1.889ની છે.

ટુર્નામેન્ટમાં ગુજરાત, સૌરાષ્ટ્ર મજબૂત

ટુર્નામેન્ટમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતે રમેલી પાંચ મેચમાં તે જીત્યું છે એટલે કે, એક પણ મેચ હાર્યું નથી. તો સૌરાષ્ટ્ર પણ ચારેય મેચ જીત્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments