Team Chabuk-National Desk : દૂધને પાંચ દિવસ સુધી ન વેચવું અને તેના પછી 100 રૂપિયા ભાવ વધારો કરવો જેવા નિર્ણયને સંયુક્ત કિસાન મોર્ચાએ સોઈ કાઢીને ઝાટકી નાખ્યો છે. કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સરકાર અને ખેડૂતો વચ્ચે હજુ અનમન ચાલી રહી છે. જેના કારણે ખેડૂતો તરફથી વારંવાર કેટલાક નિર્ણયો લેવામાં આવે છે. એ નિર્ણય હેઠળ જ એક ખબર સામે આવી હતી કે પહેલી માર્ચથી દૂધના ભાવમાં વધારો થશે. જેના કારણે જનતાના શ્વાસ અદ્ધર થઈ ગયાં હતાં.
આ મુદ્દે સંયુક્ત કિસાન મોર્ચાનું કહેવું છે કે આ અફવાથી વધારે કંઈ નથી. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર પણ આ જુઠ્ઠાણુ વાઈરલ થઈ રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આવું કરવાથી સરકાર ખેડૂતોની માગ માની લેશે. તેમણે અપીલ કરતા કહ્યું કે જે રીતે પહેલા દૂધ વેચવામાં આવતું હતું એ રીતે જ વેચવામાં આવશે.
સંયુક્ત કિસાન મોર્ચના સભ્ય દર્શનપાલે કહ્યું કે, સોશિયલ મીડિયાથી અમને એ વાતની ખબર પડી કે એકથી પાંચ માર્ચ સુધી દૂધને ગામમાં રાખવાનું છે. કહેવામાં આવી રહ્યું છે કે દૂધને શહેરમાં ન મોકલવું. આ સિવાય છ માર્ચથી દૂધને 100 રૂપિયામાં વેચવાની વાત પણ કહેવામાં આવી હતી. દર્શનપાલે આ અંગે કહ્યું કે, આ ભાવ વધારાથી સંયુક્ત કિસાન મોર્ચાને કંઈ લેવા દેવા નથી.
ભાકિયુ અંબાલાના ઉપપ્રધાન ગુલાબ સિંહે સિંઘુ બોર્ડરથી એલાન કર્યું છે કે અંબાલાનો કોઈ પણ ખેડૂત દૂધના ભાવ નહીં વધારે. ગુલાબ સિંહે આ વિશે કહ્યું કે, ખેડૂતો પાસેથી દૂધ કોઈ પચાસ રૂપિયાની કિંમત પર પણ નથી લેતું. એવામાં જો ખેડૂતોએ દૂધના ભાવ વધારી દીધા તો તેનાથી ન માત્ર ખેડૂતોને પણ જનતાને પણ નુકસાન થશે. તેનાથી ખેડૂતોને લઈ ખોટી છબી ઊભી થઈ રહી છે. જો ખેડૂત મોર્ચા તરફથી બાદમાં આદેશ જાહેર કરવામાં આવે છે, તો તેના પછી આગળનો નિર્ણય લેવામાં આવશે.
કેટલાય ગ્રામીણ લોકોએ લીધો હતો નિર્ણય
રોહતકના ગામ સમૈણમાં સામુદાયિક કેન્દ્રમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં ગ્રામીણોએ દૂધના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કરવાનો નિર્ણય લાગુ કરવાનું એલાન કર્યું હતું. તો નારનોંદમાં કૃષિ કાયદા અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા વધારેથી નારાજ સતરોલ ખાપે શનિવારનાં રોજ પંચાયતમાં નિર્ણય લીધો હતો કે દૂધનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર હશે.
સિંધુ બોર્ડર પર પણ બેઠેલા સંયુક્ત મોર્ચાના પદાધિકારીઓએ દૂધના ભાવ વધારવાની વાત ઉચ્ચારી હતી. ભારતીય કિસાન યુનિયનના જિલ્લા પ્રધાન મલકીત સિંહે કહ્યું હતું કે, એક માર્ચથી ખેડૂત દૂધના ભાવમાં વધારો કરવા જઈ રહ્યા છે. જે પછી 50 રૂપિયા લીટર વેચનારા દૂધના ભાવ હવે બેગણી કિંમત એટલે કે 100 રૂપિયા લીટરે વેચવામાં આવશે.
મલકિત સિંહનું કહેવું હતું કે, કેન્દ્ર સરકારે ડિઝલના ભાવ વધારીને ખેડૂતોને ચારે બાજુથી ઘેરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જોકે સંયુક્ત કિસાન મોર્ચાએ તેનો તોડ કાઢી લીધો છે અને દૂધનો ભાવ બેગણો કરવાનો નિર્ણય લીધો છે. જો સરકાર હજુ પણ ન માની તો આવનારા સમયમાં આંદોલન શાંતિપૂર્વક આગળ વધારતા શાકભાજીના ભાવમાં પણ વધારો કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત