Team Chabuk-Sports Desk: રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે પણ ખાસ હતી. ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે આ 200મી મેચ હતી. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેનારા મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વીકાર્યું કે વધતી ઉંમર સાથે ફીટ રહેવું મુશ્કેલ છે. ધોનીએ કહ્યું કે, જ્યારે તમે રમી રહ્યો હોવ તો તમે એવું નથી ઈચ્છતા કે કોઈ તમને અનફીટ કહે. મારે યુવા ખેલાડીઓની બરાબરી કરવાની હોય છે, તે બહું દોડે છે પરંતુ આ બહું પડકારજનક કામ છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, બેટિંગ કરતી વખતે તેને લાગ્યું કે તેમણે ઓછા રન બનાવ્યા છે પરંતુ બોલ સ્પિન થઈ રહ્યો હતો. તેણે મેચ બાદ કહ્યું કે, ભીનો બોલ પણ સ્પીન થઈ રહ્યો હતો મને જોસના રિવર સ્વીપથી કોઈ પરેશાની ન હતી. જો ભીનો દડો સ્પીન થઈ રહ્યો હતો તો સંભાવના વધુ હતી કે સૂકો બોલ વધારે સ્પીન થાય. મોઈનનું ટીમમાં હોવું સારી વાત છે, તે બોલને સારી રીતે સ્પીન કરાવી રહ્યો હતો.
ધોનીએ કહ્યું કે, સારુ હતું કે અમે 188 રન બનાવ્યા. મને લાગ્યું હતું કે અમે વધુ રન બનાવી શક્યા હોત. મે જેવી રીતે પહેલાં પાંચ બોલ રમ્યા તેનાથી જો કોઈ બીજી મેચ હોત તો અમે તે મેચ ગુમાવી પણ શક્યા હોત. ધોનીએ પહેલાં 6 બોલમાં માત્ર એક રન બનાવ્યો હતો.
ચેન્નઈએ આપેલા 189 રનના લક્ષ્ય સામે રાજસ્થાન રોયલ્સ 9 વિકેટે માત્ર 143 રન જ બનાવી શકી હતી. આ મુદ્દે રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને કહ્યું હતું કે, મને લાગે છે કે, આ લક્ષ્ય સુધી પહોંચી શકાયું હોત. જો કે, અમે મધ્ય ઓવરોમાં કેટલીય વિકેટ ગુમાવી દીધી હતી. હું માનું છુ કે અમારા બોલર્સે સારું પ્રદર્શન કર્યું જો કે, તેમની (ચેન્નઈ સુપર કિંગ્સની) બેટિંગ સારી છે. કદાચ અમે અંતમાં 10થી 15 રન વધારે આપી દીધા.
સંજૂ સેમસને કહ્યું કે, અમે વિચાર્યું ન હતું કે પીચ પર સ્પીનર્સને ટર્ન મળશે. સાથે જ ગુજરાતી બોલર ચેતન સાકરિયાના વખાણ પણ કર્યા. તેણે કહ્યું કે, અમે ક્યારેય આવી આશા નહતી રાખી. સમજવામાં ન આવ્યું કે બોલ ટર્ન થઈ રહી અને આ થોડું હેરાન કરી દે તેવું હતું. ચેતન સાકરિયાએ બહું સારી બોલિંગ કરી. અમે હારી ગયા પરંતુ મેચમાં બહું સકારાત્મક પક્ષમાં રહ્યા.
ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગુજરાતી બોલર ચેતન સાકરિયાએ સારું પ્રદર્શન કર્યું હતું. ચેતન સાકરિયાએ આ મેચમાં 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે ચેન્નઈના દિગ્ગજ બેટ્સમેન રૈનના, રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ ઝડપી હતી. 4 ઓવરમાં 9 રનની એવરેજથી ચેતને 36 રન આપ્યા હતા. ચેતન સાકરિયા પોઈન્ટ્સ ટેબલ પર બોલર્સની યાદીમાં 5મા સ્થાને છે તેણે 3 મેચમાં કુલ 6 વિકેટ ઝડપી છે. આ યાદીમાં પહેલાં સ્થાને હર્ષલ પટેલ છે તેણે 3 મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત