Homeગામનાં ચોરેદેવેન્દ્ર ફડણવીસનો ભત્રીજો 22 વર્ષનો જ છે, તો એણે વેક્સિન કેવી રીતે...

દેવેન્દ્ર ફડણવીસનો ભત્રીજો 22 વર્ષનો જ છે, તો એણે વેક્સિન કેવી રીતે લીધી? : કોંગ્રેસ

Team Chabuk-National Desk: મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વીટર પર નાગપુરના નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં કોરોના વેક્સિન લેતા એક યુવકની તસવીર શેર કરી છે. તસવીર શેર થયા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં તૂ તૂ મૈં મૈં થવાની શરૂઆત થઈ ચૂકી છે. કોરોના સમયે રાજનીતિનો વંટોળ ફરી ફૂંકાયો છે.

આ તસવીર મહારાષ્ટ્ર રાજ્યના વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના ભત્રીજા તન્મયની છે. આ તસવીર ખૂદ તન્મયે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે. જેમાં તે કોરોનાની વેક્સિન લેતા નજરે ચડી રહ્યો છે. નથી 45 વર્ષની ઉપરની આ યુવાનની ઉંમર. ન તો એ કોરોના યૌદ્ધા છે. હવે રાજ્યની કોંગ્રેસ સરકાર સવાલો ઊભા કરી રહી છે કે તો પછી વેક્સિન કયા ધારાધોરણ પર લગાવવામાં આવી?

મહારાષ્ટ્ર કોંગ્રેસ પાર્ટીએ 19 એપ્રિલની સાંજે એક ટ્વીટ મારફતે રાજ્યના વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે આ તસવીર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ભત્રીજાની છે. ભત્રીજાનું નામ તન્મય છે. તન્મયે જ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે તસવીર વાઈરલ થયા બાદ તન્મયે તેને ડિલીટ કરી દીધી. મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વીટ કરી લખ્યું છે કે…

‘‘મોદી સરકારે 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને જ વેક્સિન આપવાની શરત રાખી છે. એવી સ્થિતિમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ફડણવીસના ભત્રીજાનું વેક્સિનેશન કેવી રીતે થઈ શકે? ભાજપના નેતાઓના પરિવારના લોકોનું જીવન મહત્વપૂર્ણ છે. પણ બાકીઓના જીવનનું શું ? શું એમનું જીવન કાંઈ નથી?’’

22 વર્ષીય તન્મય એન્જિનિયર છે. તેણે કોરોનાનો પ્રથમ ડોઝ મુંબઈમાં લીધો હતો. બીજો ડોઝ નાગપુરમાં લીધો હતો. આ અંગે જ્યારે મીડિયાએ તન્મયના પિતા અભિજીત ફડવણવીસ સાથે વાત કરી તો તેમણે આ સમગ્ર ઘટના પર મૌન ધારણ કરીને રાખ્યું. અભિજીત દેવેન્દ્ર ફડણવીસના પિતરાઈ ભાઈ છે. જે મહારાષ્ટ્રમાં જ 1990ની સાલમાં શિવસેનાની આગેવાનીમાં એમએલસી અને મંત્રી પણ રહી ચૂક્યા છે.

ફડણવીસનો મીડિયાએ સંપર્ક કર્યો હતો તો ત્યાં પણ આ ઘટનાને લઈ આશ્ચર્ય પ્રગટ કરવામાં આવ્યું હતું. મીડિયા સેલમાં કામ કરનારા કેતન પાઠકે કહ્યું કે, અમે પણ સોશિયલ મીડિયા પર આ તસવીર જોઈને ચોંકી ગયા છીએ. 22 વર્ષીય યુવકને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. તન્મયની દાદી અને સિનિયર બીજેપી લીડર શોભા ફડણવીસનું કહેવું છે કે શું વેક્સિન લેવું પાપ છે?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments