ભારતીય ક્રિકેટ ફેન્સના ઉત્સાહમાં વધારો કરતા બે મોટા સમાચાર આવી રહ્યા છે. આઈસીસી સ્પીરીટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડિકેટ ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને એનાયત થયો છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીનું દાયકાના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકેનું સન્માન મળ્યું છે. ગત્ત દસ વર્ષના પ્રદર્શનના આધારે કોહલીએ સર ગારફીલ્ડ સોબર્સ ટ્રોફી જીતી છે. કોહલીને આ સિવાય દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો છે.
🇮🇳 MS Dhoni’s decision to recall Ian Bell to the crease during the 2011 Trent Bridge Test has seen the former India captain awarded the ICC Spirit of Cricket Award of the Decade 👏
— ICC (@ICC) December 28, 2020
FULL STORY 👇
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસીનું સ્પિરિટ ઓફ ક્રિકેટ પુરસ્કાર જીત્યું છે. 2011માં નોટિંધમ ખાતેની ટેસ્ટમાં ઈયાન બેલના અજીબોગરીબ સ્થિતિમાં રન આઉટ થવા પર પરત બોલાવી બેટીંગ આપવા બદલ ધોનીની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવ્યો છે.
| ખેલાડી | ટીમ |
| વિરાટ કોહલી | ભારત |
| કેન વિલિયમસન | ન્યૂઝિલેન્ડ |
| બ્રેંડન મેક્ક્યુલમ | ન્યૂઝિલેન્ડ |
| મિસ્બાહ ઉલ હક | પાકિસ્તાન |
| આન્યા શ્રબવોલ | ઈંગ્લેન્ડ |
| કૈથરીન બ્રંટ | ઈંગ્લેન્ડ |
| મહેલા જયવર્ધન | શ્રીલંકા |
| ડેનિયલ વેટોરી | ન્યૂઝિલેન્ડ |
આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટ્વીટર પર કોહલીના પુરસ્કાર જીતવાની જાહેરાત કરી હતી. કોહલીએ આઈસીસી પુરસ્કારો દરમિયાન 70માંથી 66 આંતરાષ્ટ્રીય સેન્ચુરી ફટકારી. આ સમયે તેના નામ પર સૌથી વધુ 94 હાફ સેન્ચુરી પણ રહી. સૌથી વધારે રન 20,396 આ સિવાય 70થી વધારે રનોની ઈનિંગ રમતા 56.97ની એવરેજનો રેકોર્ડ પણ તેમના નામે જ રહ્યો.
કુલ મળીને 32 વર્ષીય કોહલીએ વનડે ઈન્ટરનેશનલ મેચોમાં 12,040 રન, ટેસ્ટ ક્રિકેટમાં 7,318 રન અને ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચોમાં 2,928 રન બનાવ્યા હતા.. તમામ ફોર્મેટમાં મળીને તેની એવરેજ 50થી વધારે રહી હતી. આ સિવાય કોહલી 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય પણ હતો.
કોહલીએ આઈસીસી પુરસ્કાર સમયે એક દિવસીય ક્રિકેટમાં 10,000થી વધારે રન બનાવનારો એક માત્ર બેટ્સમેન છે. તેણે 39 સેન્ચુરી અને 48 અર્ધ સેન્ચુરી ફટાકરી છે. જેમાં તેની એવરેજ 61.83ની રહી છે.
કોહલીએ આપેલા નિવેદનમાં કહ્યું કે, સૌથી પ્રથમ તો આ પુરસ્કાર મળવું એ મારા માટે ખૂબ મોટી વાત છે. ગત્ત એક દાયકામાં જે ક્ષણ મારા હ્રદયની સૌથી નજીક છે તે 2011નો વિશ્વકપ છે. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી અને 2018ની ઓસ્ટ્રેલિયામાં જીતેલી સિરીઝ.
સર્વશ્રેષ્ઠ એકદિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ પામવા પર વિરાટ કોહલીએ કહ્યું કે, એક દિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટ સાથે હું ઘણા સમય પહેલા જ જોડાઈ ગયો હતો. મેં પ્રથમ વનડે ઈન્ટરનેશનલ ટીમમાં જગ્યા બનાવી અને તેના થોડા વર્ષો પછી ટેસ્ટમાં પગ મૂક્યો.
આ વિશે વધુમાં તેણે કહ્યું કે, આ કારણે જ મને ખૂબ પહેલાથી જ મારી રમતને સમજવાની એક તક મળી. અને હું પહેલા પણ કહી ચૂક્યો છું કે, મારો એક માત્ર ઈરાદો અને માનસિકતા ટીમના વિજયમાં યોગદાન આપવાનું છે અને મેં મારા દરેક મેચમાં બસ આમ જ કરવાનો પ્રયાસ કર્યો છે.
રનના આંકડાઓ પર વાત કરતા કોહલીએ કહ્યું કે, મારા આ સફર દરમિયાન મેં કોઈ દિવસ સંખ્યા અને આંકડાઓ પર ધ્યાન નથી આપ્યું. અને તમે મેદાન પર જે કંઈ પણ કરો છો આ બધું તેનું જ પરિણામ છે. મારા માટે આ જીતના રસ્તા પર ચાલીને મેળવેલી ઉપલબ્ધિઓ છે.
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને આઈસીસીએ દાયકાના બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર તરીકે પસંદ કર્યો છે. હાલના નંબર વન ટેસ્ટ બેટ્સમેન સ્મિથે આઈસીસી એવોર્ડની અવધિ 1 જાન્યુઆરી 2011થી 7 ઓક્ટોબર 2020માં 65.79ની એવરેજથી 7040 ટેસ્ટ રન બનાવ્યા જેમાં 26 સેન્ચુરી અને 28 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે.
અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનને દાયકાનો બેસ્ટ ટી ટ્વેન્ટી પુરુષ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રાશિદ ખાને 48 ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ મેચમાં 89 વિકેટ લીધી છે. ટી ટ્વેન્ટીમાં રાશિદ ખાનની બેસ્ટ બોલિંગ 3 રન આપીને 5 વિકેટ લેવાની છે. તેણે આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટીમાં ત્રણ વખત ચાર વિકેટ અને બે વખત પાંચ વિકેટ લીધી છે.
✔️ ICC Women’s T20I Cricketer of the Decade
— ICC (@ICC) December 28, 2020
✔️ ICC Women’s ODI Cricketer of the Decade
✔️ Rachael Heyhoe-Flint Award for ICC Female Cricketer of the Decade
The inimitable Ellyse Perry reacts to sweeping the #ICCAwards 🙌 pic.twitter.com/cDZzJO0vwE
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત