Homeગામનાં ચોરેસર છોકરીનું શિયળ કોઈ છોકરાએ ભંગ કર્યું છે તે કેવી રીતે જાણી...

સર છોકરીનું શિયળ કોઈ છોકરાએ ભંગ કર્યું છે તે કેવી રીતે જાણી શકાય ?

ડોક્ટર સાહેબ હું 35 વર્ષનો યુવક છું. મારી પત્ની મારાથી ત્રણ વર્ષ નાની છે. અમારા લગ્નજીવનને ચાર વર્ષ થયા છે. પણ એક સમસ્યા છે. મારી પત્ની સેક્સમાં તુરંત ચરમસીમાએ પહોંચી જાય છે. હું તેની પાસેથી થોડી વધારે માગ કરું છું પણ તે માનતી નથી. હું તેને મુખમૈથૂન કરવા વિશે કહું છું પણ તે મનાઈ કરી દે છે.

જવાબ : તેને મનાવો કે બંને પાત્રો એકબીજાના ગુપ્તઅંગોને સાફ કરી નાખશે તો આ સમસ્યામાંથી વહેલી તકે છૂટકારો મળી જશે. જો તમે તમારી સેક્સની આવડતનો ઉપયોગ કરી તેની સાથે સરસ રીતે ફોરપ્લે કરશો તો ઓર્ગેઝમનો આનંદ મળી શકે છે. શક્ય છે કદાચ તે તમારી સાથે સેક્સમાં વધારે સમય વિતાવે. જો તમે કોઈ ફ્લેવર કોન્ડમનો ઉપયોગ કરશો તો વધારે જ સમય વિતાવશે.

અંગ્રેજીમાંથી ભાષાંતર કરીને આપવામાં આવેલું આ લખાણ ડોક્ટર મહિંદર વત્સનું છે. જેણે સવાલ ન પૂછ્યો હોય તે પણ એમની સેક્સ પરની એક્સપર્ટ કોલમ આસ્ક ધ સેક્સપર્ટ વાંચવા માટે વલખા મારતો હતો. મારતો હતો એટલે કે હવે એ આપણી વચ્ચે નથી રહ્યા. ગુજરાતી અખબારોની કોલમની દુનિયામાં ડોકિયું કરો તો ચિંતનની ચટપટી કોલમો ટોપ પર હોય. લેખક જેટલો અનુભવી, ઘરડો અને પુસ્તકોની સંખ્યા વધારે તેમ તેના વાચકોની સંખ્યા વધારે.

પણ કોઈ દિવસ વિચાર્યું છે કે સેક્સની કોલમ લખનારાના આટલા બધા ફેન્સ હોય શકે. મહિંદર વત્સ પર તો આસ્ક ધ સેક્સપર્ટ નામની સરસ મજાની ડોક્યુમેન્ટ્રી પણ બની હતી. જોકે એ લોકો હવે જોશે. વૈશાલી સિંહાએ તેને ડિરેક્ટ કરેલી અને ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. જે બધા લોકો એકસાથે વિચારતા હોય એની વાતો બધાએ ખુલીને એકસાથે જ કરવી જોઈએ. 12-15 ટપ્યા પછી તો હસ્તમૈથૂન અને કોલેજમાં આવ્યા પછી તો સેક્સના વિચારો જ માથાની આજુબાજુ ભમતા હોય છે. ભારત તો એક એવો દેશ છે જ્યાં સરકારની ખામીઓની લિસ્ટ બધા પાસે છે પણ બેડરૂમમાં ન લાગતા કૂદકાનો એક પણ જવાબ નથી.

આપણે ત્યાં સેક્સ વિશે વાત કરનારા અને શૃંગાર વિશે ન લખનારા અને લખનારાઓ પર માથે ચડી બેસનારાઓથી અન્ય લોકોએ ચેતતુ રહેવું. આવી વાતો ન કરનારાઓનો કૂવો કેટલો ઊંડો હોય એનો અંદાજ થોડો લગાવી શકાય.

2019માં મીખીલ મુસલે જેણે ગુજરાતીમાં રોંગ સાઈડ રાજુ ફિલ્મ બનાવી હતી અને નેશનલ એવોર્ડ જીતેલો તેની પ્રથમ હિન્દી ફિલ્મ મેડ ઈન ચાઈનામાં બોમન ઈરાની ડોક્ટર વર્ધી બને છે. એ ડોક્ટર વત્સ જ હતા જેમના પરથી એ કેરેક્ટર પ્રેરિત થયેલું હતું.

કોઈએ એમને પૂછેલું કે, ‘મારી પત્ની જો તેના માતા પિતાના ઘરે જાય છે અને ત્યાં તેના એક્સ બોયફ્રેન્ડ સાથે સંભોગ કરે છે તો મને એ વાતની ખબર કેવી રીતે પડી શકે?’ તેના પર ડોક્ટર વત્સે કહેલું કે, ‘તમે તમારી પત્નીની જાસૂસી કરી રહ્યા છો ? તેના પર બે આંખ ચોંટાડી રાખવા માગો છો. મારી માનો તો તેના પર વિશ્વાસ કરો.’

એક છોકરાએ એમને પૂછેલું કે, ‘હું સોળ વર્ષનો છું. મારું લિંગ 4.3 ઈંચનું છે અને તેની જાડાઈ 1.5 ઈંચની છે. મારી દાઢી નથી ઉગી. શરીર સૌષ્ઠવ નથી થયું. મારું વજન પણ ઘટી ગયું છે. તો હું પૂછવા માગુ છું કે મારા લિંગનું કદ નાનું શા માટે છે ?’

ડોક્ટર સાહેબ જવાબ આપે છે, ‘એક દરજીની જેમ સવાલો પૂછવાના બંધ કરી દો. કસરત અને ભોજન પર ધ્યાન આપો. આ બધી વસ્તુ કરશો તો જનનાંગો વિકસિત થઈ જશે અને હજુ તો તું કિશોર અવસ્થામાં છો.’

કોઈ તેમને પૂછતું હતું કે, ‘છોકરીની વર્જીનિટી કેવી રીતે તપાસવી ?’ ડોક્ટર સાહેબ જવાબ આપતા, ‘તમે જાસૂસી બંધ કરી દો. આવો કોઈ રસ્તો છે જ નહીં. એ ગરીબ છોકરીને તમારા શંકાસ્પદ મનથી બચવાની જરૂર છે.’

ગુજરાતની મંગળવારની પૂર્તિમાં આ રીતે સવાલના જવાબ કોઈ આપી શકે છે? એ તો પત્રકારો પોતે જ સેક્સ એક્સપર્ટ બનીને લખતા હશે? તો શું તેમની કલમમાં સેક્સનું જ્ઞાન હશે? સેક્સ વિશે લખવામાં સૌથી વધારે બૌદ્ધિકતા જોઈએ. વિચારશક્તિ જોઈએ. બક્ષી કહેતા કે, ‘સાચો લેખક મૃત્યુ અને સેકસ વિશે જ લખી શકે.’

મસ્તરામ એટલે હિટ રહ્યો કારણ કે તેણે સ્ત્રી અને પુરુષના જનનાંગો વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના માત્ર વાતાવરણ અને આસપાસની વસ્તુઓના સંયોજનથી શબ્દોનો શંભૂમેળો એકઠો કરી લોકોને પરસેવે રેબઝેબ કરી નાખ્યા. ઉદા તરીકે…

‘‘બંગાળની રીના રોય એ એવો રસગુલ્લો હતો કે તેને ગમે તેટલી ચાખો તેની ચાસણી પૂરી જ ન થાય.’’

કોઈ ગાળ કે વલ્ગર શબ્દનો પ્રયોગ નથી કર્યો. ઓનલાઈન જે મસ્તરામો રખડે છે એ બધા જ નવરી બજાર છે. મોર્ડન મસ્તરામ છે. જેને ગુપ્તાંગોની લંબાઈ પહોળાઈ અને સ્તનની સાઈઝ સિવાય કશું લખતા નથી આવડતું.

ડો વત્સના પિતા મિલિટ્રી માં ડોક્ટર તરીકેની સેવા આપતા હતા. એ સમયે રંગૂન યંગૂન તરીકે ઓળખાતું હતું. જ્યાં એમણે થોડો સમય પસાર કર્યો હતો. મ્યામારમાં બાળપણ વિતાવ્યા પછી ભારત ભણી આવી જનારા અને મુંબઈની મેડિકલ કોલેજમાં દાક્તરીનું ભણનારા વત્સને તેની પત્ની પણ ત્યાંથી જ મળી ગઈ હતી. નામ એમનું પૂર્ણિમા.

1950ની સાલ સુધી અમેરિકામાં રહ્યા પણ ભારત ખૂબ સાંભરી આવતું હતું. ભારત બાજુ ફરી આવ્યા અને અહીં દાક્તરી શાખામાં શું કરવું એ વિચારતા હતા. છેલ્લે ગાયનેકોલોજીસ્ટની પ્રેક્ટિસ કરવાનું જ નક્કી કરી લીધું. કોઈ દિવસ દાક્તર તરીકે તો એટલા પોપ્યુલર ન થયા પણ કોલમ રાઈટર તરીકે લોકપ્રિય થઈ ગયા. જેમાં તે સલાહો આપવાનું કામ કરતા હતા.

1960ની એ સાલ હતી. 30 વર્ષના યુવાન વત્સને ફેમિના મેગેઝિનમાં મહિલાઓની સમસ્યા વિશે લખવાનું કહ્યું. 1970ની સાલ આવતા આવતા તો વત્સ અઢળક મેગેઝિનોમાં સમસ્યાઓના સમાધાન વિશે લખતા થઈ ગયા. તેમની કોલમની ખાસિયત હતી તેમનું હ્યુમર. એ ખૂબ નાનો જવાબ આપતા પણ કામનો જવાબ આપતા હતા. ખોટી લપ નહોતા કરતા. જવાબ પૂછનારને ટોકી પણ દેતા હતા.

1970ની સાલ હતી. એક ‘‘મહાન’’ તંત્રીએ તેમના સેક્સ ઉપરના પ્રશ્નોના જવાબ પર કાતર ફેરવવાની શરૂ કરી દીધી. ડો. વત્સને ખબર પડી ગઈ કે દેશમાં સૌથી ઓછું એજ્યુકેશન તો સેક્સનું છે. Family Planning Association of India (FPAI) નામની સંસ્થામાં તેઓ કન્સલ્ટન્ટ બન્યા. ત્યાં તેમણે લોકોને સેક્સ વિશે જાગૃત કરવાની વાત મૂકી અને સમજદાર લોકો સમજી પણ ગયા કે આ મુદ્દો સાચો છે. 1980ની સાલ આવી ત્યારે તેમણે બીજી પ્રેક્ટિસ છોડી દીધી અને ફુલ ટાઈમ કાઉન્સલેસર અને સેક્સ એજ્યુકેશનની માહિતી આપનારા બની ગયા. અલવિદા સેક્સપર્ટ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments