Homeગામનાં ચોરેતાનાશાહી: કિમે નાગરિકોને હાડ થીજવતી ઠંડીમાં ઊભા રાખી પિતાનો પ્રશંસા પાઠ સંભળાવ્યો

તાનાશાહી: કિમે નાગરિકોને હાડ થીજવતી ઠંડીમાં ઊભા રાખી પિતાનો પ્રશંસા પાઠ સંભળાવ્યો

Team Chabuk-International Desk: હાલમાં જ પિતાની જયંતી સુધી કમજોંગિલિયા બેગોનિયા ફૂલ ન ખિલવાથી હતોત્સાહી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને બગીચાના માળિયોને લેબર કેમ્પમાં મોકલી દીધા હોવાના સમાચાર આંતરાષ્ટ્રીય મીડિયામાં ચમક્યા હતા. હવે કિમ-જોંગે કડકડતી ઠંડીમાં દેશવાસીઓને પોતાનું ભાષણ સાંભળવા વિવશ કર્યાના સમાચાર સામે આવ્યા છે. માઈનસ 15 ડિગ્રી સેન્ટિગ્રેડ પર અડધી કલાક સુધી લોકો પોતાના નેતાનું ભાષણ સાંભળતા રહ્યા હતા.

ઉત્તર કોરિયાના સેમિજિયન શહેરમાં કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-ઈલની એંસીમી જન્મજયંતિ પર અસંખ્ય તાયફા કરવામાં આવ્યા હતા. કિમ જોંગ-ઈલની પ્રતિમાની સામે ઊભા રહી હજ્જારો લોકોએ પોતાના તાનાશાહી નેતાના મુખે પિતાના પ્રશંસનિય વચનો સાંભળવાનો લ્હાવો કડકડતી ઠંડીમાં લીધો હતો. ન છૂટકે આકરી ઠંડીમાં કલાકારોએ પરફોર્મ પણ કરવું પડ્યું હતું.

સ્થાનિક વૃતાંતપત્રોના અહેવાલ અનુસાર કિમ જ્યાં મંચસ્થ હતો ત્યાં વીજળીના તાર દેખાયા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે એ સંભવત: હિટર હતું. અર્થાત્ કિમ જોંગે ખૂદને હાડ થીજવતી ઠંડીમાં રક્ષણ આપવા માટેનો સમગ્ર બંદોબસ્ત કરી લીધો હતો, પણ નાગરિકોની ચામડીને થરથરવા દીધી હતી. જેના કારણે આંતરાષ્ટ્રીય મીડિયામાં આ મુદ્દો ચગ્યો છે.

કિમ જોંગ-ઈલનું નિધન વર્ષ 2011માં થયું હતું. તેમના સ્મરણમાં તેમનો પુત્ર કિમ જોંગ ઉન દર વર્ષે ડે ઓફ શાઈનિંગ સ્ટાર નામના કાર્યક્રમનું સમગ્ર દેશમાં આયોજન કરે છે. ફ્લાવર શૉથી લઈને અસંખ્ય સાંસ્કૃતિ કાર્યક્રમોમાં કલાકારો પ્રદર્શન કરે છે. પિતાની જન્મજયંતિ પર સમગ્ર દેશમાં રજા હોય છે અને આ સમયગાળા દરમિયાન નજીવી ભૂલ પણ કિમ જોંગ-ઉનને પસંદ નથી હોતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments