Homeતાપણુંકોંગ્રેસે દીપ સિદ્ધુના માર્ગ અકસ્માતને ષડયંત્ર ગણાવ્યું

કોંગ્રેસે દીપ સિદ્ધુના માર્ગ અકસ્માતને ષડયંત્ર ગણાવ્યું

Team Chabuk-Political Desk: દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લાના ઉપદ્રવના કારણે ચર્ચામાં આવેલ પંજાબી ફિલ્મ અભિનેતા દિપસિંહ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ ચૌધરીએ આ માર્ગ અકસ્માત અંગે કહ્યું હતું કે, આ અકસ્માત એવા સમયે થયું છે જ્યારે પંજાબમાં વિધાનસભા ચૂંટણી છે. અને દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં એક ક્રાંતિકારી નેતા તરીકે ઊભરી આવ્યો હતો.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાને લઈ તે કેટલાય દળોની ભૂમિકાનો વિરોધ કરી રહ્યો હતો. જેને જોતા દીપ સિદ્ધુના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ. જોવામાં આવે કે આ એક માર્ગ અકસ્માત છે કે પછી હત્યાનું રચવામાં આવેલું ષડયંત્ર છે. પંજાબ કોંગ્રેસ ભવનમાં હરીશ ચૌધરી સહિતના નેતાઓએ એક સૂરમાં કહ્યું હતું કે સિદ્ધુની સાથે થયેલી દુર્ઘટનામાં કોઈ ષડયંત્રથી નનૈયો ન ભણી શકાય.

તેમણે તપાસને આવશ્યક ગણાવતા કહ્યું હતું કે, તેઓની ખેડૂત આંદોલનમાં એક ક્રાંતિકારી નેતા તરીકેની છબી બની હતી અને તેમનાથી દુશ્મનાવટ રાખનારાઓની ઉણપ નહોતી. આંદોલન દરમિયાન 26મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર માર્ચના સમયે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવામાં દીપ સિદ્ધુએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જેની કેટલાય પક્ષો દ્વારા નિંદા કરવામાં આવી હતી. જેથી સિદ્ધુની મોતની તપાસ થવી આવશ્યક છે.

બીજી તરફ હરીશ ચૌધરીએ પ્રદેશમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી રહેલા આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબ ચૂંટણી સંબંધિત કોઈ ને કોઈ રુપમાં ષડયંત્ર રચી રહ્યા છે. તે લોકોને ગુમરાહ કરવા માટે અસત્યનો આશરો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે દિલ્હી મોડલને પંજાબમાં લાગુ કરવાને લઈ કેજરીવાલની સામે સવાલ ઊભા કર્યાં હતા. પરંતુ તેમનો કોઈ જવાબ પ્રાપ્ત ન થયો. કેજરીવાલનું દિલ્હી મોડલ સદંતર નિષ્ફળ નિવડ્યું છે અને હવે પંજાબમાં ધર્મના નામે મત પ્રાપ્ત કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે કેજરીવાલના એ નિવેદનની કડક શબ્દોમાં આલોચના કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, પંજાબનો હિંદુ ડરેલો છે. જાખડે કહ્યું હતું કે આ નિવેદન પર કેજરીવાલે ખૂદને જ્યાં હિંદુઓના હિતેચ્છુ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યાં પંજાબના શિખ સમુદાયને આતંકી હોવાનો દરજ્જો આપી દીધો છે. સાથે જ પંજાબના હિંદુઓ પર ડરપોક અને કાયર હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે કેજરીવાલના આ નિવેદનથી એ જ સમજમાં આવી રહ્યું છે કે તેઓ આઈએસઆઈની પ્રાયોજિત એજન્સીઓ એસએફજે જેવા લોકો, જે પંજાબને તોડવા ઈચ્છે છે અને દેશને વિભાજીત કરવા ઈચ્છે છે, તેમના પ્રવક્તાની માફક નિવેદન આપી રહ્યા છે. જાખડે કહ્યું કે પંજાબના શિખ આતંકી નથી અને ન તો હિંદુ ડરપોક છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments