Homeવિશેષઆજે વાક્ બારસ : ગૌમાતા આ દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હોવાની...

આજે વાક્ બારસ : ગૌમાતા આ દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં હોવાની માન્યતા

Team Chabuk-Special Desk: : અગિયારસથી જ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આજે છે વાક્ બારસ… વાક્ બારસ શબ્દનો અપભ્રંશ થઈને વાઘ બારસ કહેવામાં આવે છે. વાક્ બારસ શબ્દમાં વાક એટલે વાણી. આ દિવસે વાણીની દેવી સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. આ તહેવાર ભારતભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે.

ગૌવત્સ દ્વાદશી

‘ગૌ’ શબ્દ ગાયને સૂચવે છે, જ્યારે ‘વત્સ’ શબ્દ વાછરડાને સૂચવે છે.’ આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ “વસુ બારસ” પણ છે. વસુ એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ‘ભવિષ્ય પુરાણ’માં દિવ્ય ગાય નંદીની કથા વર્ણવાઈ છે. હિંદુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે તમામ મહિલાઓ તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે. માન્યતા મુજબ, જો કોઈ સંતાનહીન મહિલાએ ભક્તિપૂર્વક આ વ્રત રાખે છે, તો તેને જલદી સંતાન સુખની પ્રાપ્તી થાય છે. આ દિવસે ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ દિવસે ગાયોને પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવતું હોય છે. ત્યારબાદ નવા વસ્ત્રો પહેરાવીને તેની પૂજા કરવામાં આવતી હોય છે. જો આસપાસ ગૌમાતા ન મળતાં હોય, તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય અને બછડાની મૂર્તિ બનાવીને પૂજા કરે છે. ત્યારબાદ આ મૂર્તિઓ પર કુમકુમ અને હળદર અર્પણ કરવામાં આવે છે. વાઘ બારસની સાંજે ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ ગાયની સાથે સાથે ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, કારણ કે ભગવાન કૃષ્ણને ગાય બહુ પ્રિય હતી. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં છે.

vak baras

વેપારી પરંપરા

વાઘ બરસનો ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ વેપારી પરંપરાઓ અને કુટુંબની ખુશીઓના સ્તંભ તરીકે પણ મહત્વ ધરાવે છે. વાઘ શબ્દ નાણાં સાથે સંકળાયેલી જવાબદારીઓની ચુકવણીનો સંદર્ભ આપે છે, જ્યારે બારસ શબ્દ નાણાકીય વર્ષનો સંદર્ભ આપે છે. વાઘ બારસ પર્વનો અર્થ કોઇની વિત્તીય કરજ ચુકવવો એવો થાય છે. આ દિવસે ખાસ કરીને વ્યવસાયિક વર્ગના લોકો તેમના ખાતાના ઉધારને ખતમ કરીને નવા વહી ખાતાની શરૂઆત કરે છે. તેના બાદ નવા લેણદેણની પ્રક્રિયા શરૂ થાય છે.

વાઘ બારસ

વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે, એ માર્ગ આસાન નથી એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments