Team Chabuk-International Desk : શું કોઈ મૃત વ્યક્તિનું હ્રદય ફરીથી ધબકતું કરી શકાય ? શું કોઈ મૃત વ્યક્તિના હ્રદયને જીવિત કરી અન્યના શરીરમાં ટ્રાન્સપ્લાટ કરી શકાય ? શું આ શક્ય છે ?
જવાબ છે હા. શક્ય છે. આપણે વિચારી પણ ન શકીએ આ કામ બ્રિટનના ડોક્ટર્સે કરી બતાવ્યું છે. અને આ જ વાત પરથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે, વિજ્ઞાન કંઈ પણ કરી શકે છે. વિજ્ઞાન છે તો બધું શક્ય છે.
ઘટના બ્રિટનની છે જ્યાં નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટર્સે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકમાં આ સિદ્ધી હાંસલ કરી છે. તબીબોએ મૃત જાહેર કરેલી વ્યક્તિના હ્રદયને જીવિત કર્યું. એટલે કે ધબકતા કર્યા. આ બધું શક્ય બન્યું એક ખાસ પ્રકારના મશીનના કારણે. તબીબોએ માત્ર હ્રદયને બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યું એ પણ એક બે નહીં પુરા છ બાળકોમાં.
તમામ બાળકો હાલ સ્વસ્થ હોવાનો દાવો કરાયો છે. અત્યાર સુધી તબીબ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતાં જ હતા. પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે કોઈ વ્યક્તિને મૃત જાહેર કર્યા હોય ત્યારબાદ તેમના હ્રદયને જીવંત કરાયું હોય. અત્યાર સુધી માત્ર બ્રેઈનડેડ વ્યક્તિના હ્રદયને અન્ય વ્યક્તિમાં ધબકતું કરી શકાતું હતું.
મૃત હ્રદયને જીવત કરતું ‘ઓર્ગનકેર સિસ્ટમ’
NHSના ડોક્ટર્સે આ મશીન બનાવ્યું છે જેનું નામ ઓર્ગનકેર સિસ્ટમ રાખવામાં આવ્યું છે. મૃત વ્યક્તિના હ્રદયને કાઢીને આ મશીનમાં મુકવામાં આવે છે. સતત 12 કલાક તેની દેખરેખ રાખવામાં આવે છે. 12 કલાકમાં જો કોઈ ગરબડ આવે તો તેને આગળની પ્રોસેસ માટે આગળ ધપાવવામાં આવે છે. જે હ્રદયને મશીનમાં રાખવામાં આવ્યું હોય તેને જે દર્દીના શરીરમાં ધબકતું કરવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્વ અને જે-તે વ્યક્તિના ગૃપનું બ્લડ મશીનમાં રાખી 24 કલાક સુધી હ્રદયમાં તેને એક્ટીવ રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.
જે છ બાળકોનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તે તમામ બાળકો માટે તબીબો સાચે ભગવાન સાબિત થયા છે. તબીબોની મહેનત અને ટેકનિકના કારણે તમામ બાળકોને નવજીવન મળ્યું છે. જે બાળકોમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તેમની ઉંમર 12થી 16 વર્ષની છે.
જે છ બાળકોમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું તેમા એક છે બ્રિસ્ટલની 14 વર્ષીય ફ્રેયા હેમિંગ્ટન. ફ્રેયાએ કહ્યું કે, તે હવે સ્વસ્થ છે અને પહેલાંની જેમ જ હોકી પણ રમી શકે છે. તે વધુ શક્તિશાળી બની છે અને હવે પહાડ પર પણ ચઢી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત