Homeતાપણુંપુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ

પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ગઈ

Team Chabuk-National Desk : પુડુચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેની ગઠબંધન સરકાર પડી ગઈ છે. મુખ્યમંત્રી વી નારાયણસામીએ સોમવારે સદનમાં બહુમત સાબિત ન કરી શકતા સરકારી પડી ગઈ છે. એ પછી મુખ્યમંત્રી વી.નારાયણસામીએ ઉપ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન સાથે મુલાકાત કરી હતી અને પોતાનું રાજીનામું આપી દીધું હતું.

આ પહેલાની જો વાત કરવામાં આવે તો ઉપરાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજનને વિધાનસભામાં આજ રાતે પાંચ વાગ્યે બહુમત સિદ્ધ કરવાનું કહ્યું હતું. સત્તારૂઢ ગઠબંધનની સંખ્યા રવિવારે પડેલા બે નવા રાજીનામાનાં કારણે અગિયારનાં આંકડા સુધી પહોંચી ગઈ છે. બીજી બાજુ 33 સભ્યોની વિધાનસભામાં વિપક્ષની પાસે 14 ધારાસભ્યોનું સમર્થન હતું. આજે વિધાનસભામાં ચર્ચા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ધારાસભ્યોએ પાર્ટી પ્રત્યે વફાદાર હોવું જોઈએ. તો બીજી બાજુ પૂર્વ રાજ્યપાલ અને કેન્દ્ર સરકાર પર વિપક્ષ સાથે સાઠગાંઠ કરવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.

રાહુલ પર વરસી ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાએ પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર પડવા પર રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. તેમના માટે તો ભાવતું ભોજન મળી ગયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અને રાહુલ ગાંધીના નસીબને દોષ દેવા લાગ્યા હતા. તેમણે અંગ્રેજીમાં એક કહેવત ટ્વીટ કરી હતી જેનો અર્થ થાય છે કે, જ્યાં જ્યાં પગ પડ્યો ત્યાં ત્યાં થયું વિભાજન. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધી પુડુચેરી ગયા અને પોતાના મિડાસ ટચને ફરી સાબિત કરી બતાવ્યો. કોંગ્રેસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોતાની સરકાર ગુમાવી દીધી.

વિધાનસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત

વિધાનસભા અધ્યક્ષનું કહેવું છે કે, નારાયણસામી સરકાર બહુમત સાબિત ન કરી શકી અને સદનની કાર્યવાહીને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી.

કોંગ્રેસ નેતાઓને એકજૂટ ન રાખી શકી

વિપક્ષના નેતા અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના સંસ્થાપક નેતા એન રંગાસામીએ પુડુચેરીમાં ઊભી થયેલી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને એકજૂટ ન રાખી શકી. એ નિષ્ફળ નીવડી.

પૂર્વ ઉપરાજ્યપાલ અને કેન્દ્ર પર મુખ્યમંત્રીનો શાબ્દિક હુમલો 

મુખ્યમંત્રી નારાયણસામીએ સદનમાં ચર્ચા કરતા કેન્દ્ર અને ઉપરાજ્યપાલ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, પૂર્વ ઉપજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષની સાથે સાઠગાંઠ કરી અને સરકાર પાડવાનો પ્રયાસ કર્યો. જેવા અમારા ધારાસભ્ય એકજૂટ થયા, અમે પાંચ વર્ષ પૂર્ણ કરવામાં સફળ રહ્યા. કેન્દ્રએ અમારા દ્વારા માગવામાં આવેલી ધનરાશી ન આપીને પુડુચેરીના લોકોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે દ્રમુક અને અપક્ષ ઉમેદવારોના પીઠબળથી સરકાર બનાવી. એ પછી અમે અલગ અલગ ચૂંટણીઓનો સામનો કર્યો. અમે તમામ પેટાચૂંટણીઓ જીતી. એ સ્પષ્ટ છે કે પુડુચેરીના લોકો અમારા પર ભરોસો કરે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં અમે બે ભાષીય પ્રણાલીનું પાલન કરીએ છીએ. પણ ભાજપ હિંદીને લાગુ કરવાની બળજબરી કોશિશ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments