Homeદે ઘુમા કે6 ખેલાડીઓની મદદથી ભારત ટેસ્ટમેચ જીત્યું પણ બુમરાહને અસલી હીરો કેમ ગણવો...

6 ખેલાડીઓની મદદથી ભારત ટેસ્ટમેચ જીત્યું પણ બુમરાહને અસલી હીરો કેમ ગણવો ?

પહેલી ટેસ્ટ મેચમાં નિરાશા બાદ નિષ્ણાતોનો મત હતો કે બીજી મેચમાં ટીમને ફોર્મમાં આવતા સમય લાગશે. જોકે, બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાનો જુસ્સો બતાવી સાબિત કર્યું કે હમ કીસી સે કમ નહીં. કેપ્ટન રહાણેની આગેવાનીમાં બીજી ટેસ્ટમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ. ટીમ ઈન્ડિયાની આ જીતના 6 હીરો રહ્યા. જેમની મદદથી સિરીઝમાં ટીમે વાપસી કરી છે. એક નજર કરીએ જીતના દાવેદાર હીરોઝના પ્રદર્શન પર.

અજિંક્ય રહાણે

વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેએ ટીમનું સુકાન સારી રીતે સંભાળ્યું. રહાણેએ પોતાના બેટથી પણ કાંગારુને જવાબ આપ્યો. તેણે ઓસ્ટ્રેલિયન ટીમ વિરૂદ્ધ સદી ફટકારી ટીમનો જુસ્સો વધાર્યો. સાથે જ મુશ્કેલ પીચ પર સદી ફટકારી જીતનો હીરો બની ગયો. રહાણે ઓસ્ટ્રેલિયાના ઘર આંગણે સદી ફટકારનારો પાંચમો ભારતીય કેપ્ટન બની ગયો છે. તેણે પહેલીં ઈનિંગમાં 112 અને બીજી ઈનિંગમાં 27 રન ફટકાર્યા હતા. એટલે જ રહાણેને આ મેચનો મેન ઓફ ધી મેચનો એવોર્ડ પણ અપાયો.

રવિન્દ્ર જાડેજા

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રવિન્દ્ર જાડેજાએ બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું. રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં 57 રન ફટકાર્યા. ફિફ્ટી ફટકાર્યા બાદ તેણે પોતાના અંદાજમાં બેટથી તલવારબાજી કરી સેલિબ્રેશન કર્યું હતું. જાડેજાએ રહાણે સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 121 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.  પહેલી ઈનિંગમાં ટીમ 326 રન બનાવ્યા હતા. જેમાં 131 રનની લીડ હતી. આ મેચમાં જાડેજાએ કુલ 3 વિકેટ પણ લીધી.

જસપ્રીત બુમરાહ

બુમરાહ ઓસ્ટ્રેલિયા માટે ઘાતક બોલર રહ્યો. બુમરાહે પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટ ઝડપી. આ ઉપરાંત બીજી ઈનિંગમાં પણ બે વિકેટ લીધી. બીજી ઈનિંગમાં જે રીતે બુમરાહે સ્મિથને બોલ્ડ કર્યો તેની ખુબ ચર્ચા થઈ રહી છે. સ્મીથની વિકેટ ઝડપીને જ બુમરાહે મેચનું પાસુ બદલી નાખ્યું હતું. બે ટેસ્ટ મેચમાં બુમરાહ કુલ 8 વિકેટ લઈ ચુક્યો છે. સ્પષ્ટ છે કે આઈસીસી ટેસ્ટ પ્લેયર ઓફ ડિકેડનો એવોર્ડ સ્ટિવ સ્મિથને મળ્યો છે. બોલ ટેમ્પરિંગના લાગેલા આરોપ સર તેને ક્રિકેટમાંથી બે વર્ષ માટે નિલંબિત કરી દેવામાં આવ્યો હતો. જોકે તેણે પરત ફરતા સદીઓ અને રનની લાંબી લાઈન લગાવી દીધી હતી. તેની બે વર્ષની ગેરહાજરીમાં પણ ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં કોઈ એવો ખેલાડી ન હતો જે તેના દાયકાના કિર્તીમાનને ધ્વંસ કરી આગળ વધી શકે. આવા સમયે ભારતનું ઓસ્ટ્રેલિયાના આધારભૂત બેટ્સમેન સ્ટીવ સ્મિથને તાત્કાલિક પવેલિયન મોકલવું જરૂરી હતું. જે બુમરાહે કરી બતાવ્યું.

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિનની ફિરકીએ ઓસ્ટ્રેલિયન બેસ્ટમેનને પરેશાન કર્યા. અશ્વિનની બોલિંગને મેદાન પર એક પણ ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન સમજી ન શક્યો. આ મેચમાં બંને ઈનિંગમાં અશ્વિને કુલ પાંચ વિકેટ ઝડપી. પહેલી ટેસ્ટ મેચમાં પણ અશ્વિને કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આમ, બે મેચમાં અશ્વિનના નામે કુલ 10 વિકેટ થઈ ગઈ છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજને મોહમ્મદ સમીની જગ્યાએ ટેસ્ટમાં સ્થાન અપાયું. ડેબ્યૂ મેચમાં જ સિરાજે ધમાકેદાર પ્રદર્શન કર્યું. મેલબર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં સિરાજે 3 વિકેટ ઝડપી. જ્યારે પહેલી ઈનિંગમાં પણ સિરાજે બે વિકેટ ઝડપી હતી. આમ, ડેબ્યૂ  મેચમાં સિરાજના નામે કુલ પાંચ વિકેટ નોંધાઈ. આવી રીતે સિરાજ પણ મેચનો હીરો રહ્યો.

શુભમન ગીલ

શુભમન ગીલે પણ મેચમાં ડેબ્યૂ કર્યું. અને બેટિંગથી ક્રિકેટ રસિકોનનું દીલ જીત્યું. ગીલે ઓપનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ગીલે પહેલી ઈનિંગમાં 45 અને બીજી ઈનિંગમાં 35 રનનું યોગદાન આપી ટીમની જીતમાં સાથ આપ્યો. તેણે સારી બેટિંગ સ્ટ્રાઈક રેટથી ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલર્સનો સામનો કર્યો જેથી તેનો પણ જીતના હીરોઝમાં સમાવેશ કરાયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments