સ્ટોરીમાં અંદર જતાં પહેલાં થ્રી ઈડિટ્સ ફિલ્મનો આ ડાયલોગ યાદ કરો.
“હમને તો બચપન સે યહી સુના થા કી લાઈફ એક રેસ હૈ તેઝ નહીં ભાગોગે તો લોગ તુમ્હે કુચલ કર આગે નીકલ જાયેંગે. સાલા પૈદા હોને કે લીયેભી 300 મિલિયન સ્પર્મ્સ સે રેસ લગાની પડીથી”
અત્યાર સુધી એવી વાત હતી કે, મહિલાને ગર્ભવતી બનવા માટે પુરુષના શુક્રાણુ રેસ લગાવે છે. જે સ્પર્મ જીતે છે તે ઈંડાને ફર્ટિલાઈઝ કરે છે. પરંતુ આમાં સત્યતા કેટલી ?
મહિલાના ગર્ભવતી થવાની બાયોલોજીકલ પદ્ધતિ
‘‘મહિલાના શરીરમાં બે ઓવરીજ હોય છે. જેમાંથી દર મહિને એક ઈંડુ બહાર આવે છે. ક્યારેક ડાબી તો ક્યારેક જમણી બાજુથી. બંને ઓવરિજ છે એ ગર્ભ સાથે જોડાયેલી હોય છે બે ફેલોપિયન ટ્યૂબ મુજબ. ઈંડુ આ ફેલોપિયન ટ્યૂબ મારફતે જ ગર્ભમાં પહોંચે છે. જો પુરૂષના શુક્રાણુ ઈંડામાંથી ફેલોપિયન ટ્યૂબ સુધી પહોંચી જાય છે તો ઈંડુ ફર્ટિલાઈઝ થાય છે. આ બાદ ફેલોપિયન ટ્યૂબમાંથી નીકળી અને ગર્ભમાં આવે છે અને ગર્ભની દીવાલ સાથે ચીપકવાની તૈયારી કરે છે. જેથી આગળ વધીને તે બાળક બની શકે.’’
આ ઈંડાના ફર્ટિલાઈઝ થવાની પ્રક્રિયા છે. પરંતુ શું આને ફર્ટિલાઈઝ કરવામાં શુક્રાણુ સાચે જ રેસ લગાવે છે ?
આ પ્રશ્નનો જવાબ બાયોલોજિસ્ટ રોબોર્ટ ડી માર્ટિનના રિપોર્ટ દ્વારા મેળવીએ, જે યુનિવર્સિટી ઓફ શિકાગોના ક્રમિક વિકાસવાળી બાયોલોજી કમિટીના સદસ્ય પણ છે. તેમણે એક આર્ટિકલ લખ્યો છે. જેમાં આ વાત છે.
તેઓ આર્ટિકલમાં લખે છે કે, એક વારમાં નીકળતા 25 કરોડ સ્પર્મ્સ માત્ર થોડા જ ફેલોપિયન ટ્યૂબ સુધી પહોંચી શકે છે. આ પૂરી પ્રક્રિયા એક મીલિટ્રી હર્ડલ રેસ જેવી છે નહીં કે ઓલિમ્પિકમાં થનારી સ્વીમિંગ રેસ જેવી. આ દરમિયાન કેટલાય સ્પર્મ્સ તો ગર્ભાશયના મુખ સુધી પણ નથી પહોંચી શકતા. વજાઈનાની અંદરની પરિસ્થિતિ સ્પર્મ માટે અનુકૂળ નથી હોતી. ત્યાં સ્પર્મ આમ પણ લાંબા સમય સુધી નથી બચી શકતા. તેમાંથી આગળ વધે છે તેમાં પણ કોઈ પણ પ્રકારની વિકૃતિવાળા શુક્રાણુ ગળાઈ જાય છે. ફૈલોપિયન ટ્યૂબ સુધી પહોંચનારા સ્પર્મ્સમાંથી કેટલાક અંદરની પડ પર ચીપકાવીને રોકી લેવામાં આવે છે.
ડોક્ટર દાવો કરે છે કે, રેસવાળી વાત સાચી નથી. શુક્રાણુ બહુ લાંબી સફર કરે છે અને વજાઈનાથી ગર્ભ સુધી પહોંચે છે. શુક્રાણુ ફૈલોપિયન ટ્યૂબમાં પહોંચ્યા બાદ ફેલોપિયન ટ્યૂબની મુવમેન્ટથી ફર્ટિલાઈઝ થવા માટે સ્પર્મ અંદર જાય છે.
આ પ્રક્રિયાને લઈને જ એક બીજો સવાલ ઉદભવે છે કે, શુક્રાણુ મહિલાના શરીરમાં કેટલા દિવસ સુધી સર્વાઈવ કરી શકે છે ? આ અંગે ડોક્ટર કહે છે કે, તે એ વાત પર આધાર રાખે છે કે, શુક્રાણુની ગતિ કેવી છે, તેની સંરચના પર. તેની કોઈ સેટ પેટર્ન નથી. જેટલા વધુ શુક્રાણુ હશે તેટલા વધુ શુક્રાણુ ઈંડા સુધી પહોંચવા અને ફર્ટિલાઈઝ કરવાની સંભાવના હોય છે.
રોબોર્ડ પોતાના રિપોર્ટમાં લખે છે કે, એવું માનવામાં આવે છે કે, સ્ખલન થયા બાદ જ પુરુષના શુક્રાણુ ઈંડા સુધી પહોંચવાની રેસમાં લાગી જાય છે. પ્રજનનની અસલી કહાનીને છુપાવાઈ છે. જે એવું દર્શાવે છે કે, સેક્સના કેટલાય સમય સુધી શુક્રાણુ શરીરમાં રહે છે અને ધીરે ધીરે આગળ વધે છે. તેમાંથી જેને ફર્ટિલાઈઝેશનો મોકો મળે છે તે પ્રેગ્નેન્સીનું કારણ બને છે.
આ અંગે 1980માં પબ્લિશ થયેલા ગાયનાકોલોજિસ્ટ વાક્લાવ ઈન્સ્લરના વધુ એક રિપોર્ટનો પણ સંદર્ભ આપેલો છે. જે અભ્યાસમાં લખવામાં આવ્યું છે કે, ગર્ભાશયના મુખમાં ઘણા શુક્રાણું કેટલાક દિવસો સુધી સ્ટોર થઈ શકે છે. કેટલાક કિસ્સામાં જોવા મળ્યું છે કે એકવારમાં બે લાખ શુક્રાણુઓને ગર્ભાશયના મુખમાં સ્ટોર કરી શકાય છે. જોકે, આ ઉપરાંત આ વિષય પર કોઈ વેરિફાઈડ સ્ટડી મળી નથી. કદાચ આવનારા સમયમાં શરીરમાં સ્ટોર થતાં શુક્રાણું વિશે વધુ માહિતી મળે. ત્યાં સુધી એ તો પાક્કુ છે કે જો ગર્ભાશયના મુખમાં શુક્રાણુ સ્ટોર થઈ શકે તો રેસ લગાવવાવાળી વાત સંપૂર્ણ સત્ય નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત