Team Chabuk-Sports Desk: આંતરાષ્ટ્રીય અને માન્યતા પ્રાપ્ત સ્પર્ધામાં ખોટી ટીમ મેદાનમાં ઉતરે એ વાત ગળે ન ઉતરે. જોકે ગ્રેટર નોઈડામાં 15થી 18 માર્ચના રોજ થયેલા વિશ્વકપ ક્લાલિફાયર ટેન્ટ પેગિંગમાં આવી ઘટના બની છે. આ રમતમાં ભારતના ઘોડેસવારોને નેપાળની ખોટી ટીમ સામે રમાડી દીધા. આ ટીમે મેડલ પણ જીતી લીધો. ભારતીય ઘોડેસવારી સંઘ (ઈએફઆઈ)એ ભારતીય ઘોડેસવારોને નેપાળની નકલી ટીમ સામે રમાડ્યા હોવાની વાતનો સ્વીકાર કરી લીધો છે. ઈએફઆઈએ આ સમગ્ર ઘટનાની તપાસ બેસાડવાનું પણ કહ્યું છે.
ટૂર્નામેન્ટમાં ભારત, બેલારુસ, અમેરિકા, પાકિસ્તાન અને નેપાળની ટીમ રમી રહી હતી. જેમની સામે જીતીને ભારતીય ટીમે વિશ્વકપ માટે ક્વોલિફાય કર્યું. નેપાળની તરફથી આ વિશ્વકપમાં રમનારા યોગેન્દ્ર, ગોલમ, વિનય અને કેપિલની તપાસ કરતા ખબર પડી કે આ બધા ભારતીય નાગરિક છે. જેમાંથી એક ઘોડેસવાર બિહાર પોલીસમાં કામ કરે છે અને ઘોડેસવારીના કોચ છે. એટલે કે ચાર ખેલાડીઓ ભારતના હતા જે નેપાળની ટીમમાંથી રમી રહ્યા હતા. જોકે સવાલ એ ઊભો થાય છે કે નેપાળની ટીમ શું કરતી હતી ? જ્યારે ચાર ભારતના ખેલાડીઓ તેની ટીમમાં ઘુસી ગયા. શું એમને એ પણ નહોતી ખબર કે આ ચાર ખેલાડીઓ નેપાળથી નહીં પણ ભારતથી છે ? એ અંગેનો જવાબ પણ સાંભળી લો.
નેપાળ તરફથી રમતા એક ઘોડેસવારે જણાવ્યું કે, તેમને ઘોડેસવારીના આયોજનમાં સામેલ એક વ્યક્તિની તરફથી કહેવામાં આવ્યું હતું કે એમને ટૂર્નામેન્ટમાં રમવાનું છે. એમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે નેપાળની ટીમ તરફથી તેઓ રમશે. જોકે હજુ સુધી તેમને મેડલ જીતવાનું પ્રમાણપત્ર નથી મળ્યું.
ઈએફઆઈના મહાસચિવ જયવીર સિંહે સ્વીકાર કર્યું કે નેપાળની ટીમ તરફથી ભારતીય ઘોડેસવારો ટૂર્નામેન્ટમાં રમ્યા. અમને ખ્યાલ નથી કે આ કેવી રીતે થઈ ગયું. પણ એમની તરફથી આંતરાષ્ટ્રીય ટેંટ પેગિંગ ફેડરેશન સમક્ષ આ સમગ્ર ઘટના રાખવામાં આવી છે અને નેપાળની ટીમને ડિસક્વાલિફાઈ કરી દેવામાં આવી છે. જયવીર સિંહનું કહેવું છે કે સંઘ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. નેપાળનું ઘોડેસવારી સંઘ પણ તપાસ કરવા જઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત