Homeગામનાં ચોરેખેતરનો વિવાદ ઉકેલવા ગયેલા પોલીસ ઈન્સ્પેક્ટરની ગર્દનમાં ગોલી મારી હત્યા કરી નાખી

ખેતરનો વિવાદ ઉકેલવા ગયેલા પોલીસ ઈન્સ્પેક્ટરની ગર્દનમાં ગોલી મારી હત્યા કરી નાખી

Team Chabuk-National Desk: યોગી આદિત્યનાથની સરકાર ચાર વર્ષ પૂર્ણ થવા પર ભલે કહી રહી હોય કે રાજ્યમાં ગુનાખોરી ડામી દેવામાં આવી છે, પણ વાસ્તવિકતા કંઈક ઉલટી જ છે. અહીં છાસવારે પોલીસ પર હુમલો થાય છે અને પોલીસના જીવ ચાલ્યા જાય છે. પોલીસની હત્યાના બનાવમાં એક નવો કેસ સામેલ થયો છે.

આગ્રાના ખંદોલી વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા ખેતીના વિવાદને આટોપવા માટે પહોંચેલા સબ ઈન્સ્પેક્ટરની ગોલી મારીને હત્યા કરી દેવામાં આવી. ગંભીર રૂપથી ઘાયલ થયેલા સબ ઈન્સ્પેક્ટરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પોલીસની હત્યા બાદ ફરી રાજ્યમાં ગુનેગારો બેખૌફ અને બેકાબૂ હોવાની વાત સપાટી પર આવી છે.

પાંત્રીસ વર્ષીય પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રશાંત કુમાર યાદવ સાથે આ ઘટના બુધવારનાં રાતે બની હતી. નહર્રામાં રહેતા વિજય સિંહ પહેલવાનને બે દીકરા છે. વિજય સિંહ પોતાની પત્નીથી અલગ રહે છે. મોટો દીકરો શિવનાથ તેમની સાથે રહે છે. જ્યારે નાનો દીકરો વિશ્વનાથ તેની માતા સાથે રહે છે. ખેતરના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગ વિજયસિંહે પોતાની પાસે રાખ્યો. બીજા ભાગમાં શિવનાથે બટાટાની ખેતી કરી. આ સમયે જ નાના દીકરા વિશ્વનાથે કહ્યું કે, પિતાના ભાગના અડધા બટાટા માને મળવા જોઈએ. સવારથી જ બંને ભાઈઓ વચ્ચે આ વાતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો.

વિવાદની સમગ્ર જાણકારી મળ્યા પછી ખંદોલી પોલીસ સ્ટેશનથી પ્રશાંત યાદવ અને કોન્સ્ટેબલ ચંદ્રસેન ખેતર પર પહોંચ્યા. પોલીસના જણાવ્યા અનુસાર એ સમયે વિશ્વનાથ હાથમાં બંદૂક લઈને મજૂરોને ધમકાવી રહ્યો હતો. વિશ્વનાથના હાથમાં બંદૂક જોઈને પ્રશાંતે તેને પકડવાનો પ્રયત્ન કર્યો. એ ખેતરમાં ભાગવા લાગ્યો. પોલીસ તેને પકડવા માટે પાછળ ગઈ. એ વખતે જ વિશ્વનાથે ગોલી ચલાવી દીધી. ગોલી પોલીસ ઈન્સ્પેક્ટરની ગર્દનમાં લાગી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ તે બચી ન શક્યા. હાલ જિલ્લાની પોલીસ હત્યાના આરોપી વિશ્વનાથને શોધી રહી છે.

પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રશાંત કુમાર યાદવ વર્ષ 2015ની બેન્ચના ઓફિસર હતા. એ બુલંદશહેરના છતારી ગામના રહેવાસી હતા. આ વાતની જાણ ઉત્તર પ્રદેશ પ્રશાસન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થતા તેમણે પોલીસ ઓફિસરના પરિવારને પચાસ લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી છે. આ સિવાય અપરાધીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા નિર્દેશ પણ આપ્યા છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments