Team Chabuk-National Desk: કોરોના વાઇરસના વધતા કેસની વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચ મોડે મોડે પણ જાગ્યું છે અને વિજય સરઘસ અને ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગઈકાલે મદ્રાસ હાઈકોર્ટે લગાવેલી ફટકાર બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે અને આજે ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે. ચૂંટણીના પરિણામ બાદ કોઈ વિજય સરઘસ કે ઉજવણી નહીં કરી શકાય.
પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ આગામી 2 મેના રોજ જાહેર થવાના છે. ત્યારે ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણીના પરિણામો બાદ કોઈપણ પ્રકારનું વિજય સરઘસ નહીં કાઢી શકાય કે કોઈપણ પ્રકારની જીતની ઉજવણી નહીં કરી શકાય. ઉજવણી કરવા પર અને વિજય સરઘસ કાઢવા પર ચૂંટણી પંચે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. વધતા કોરોના વાઇરસના કેસને જોતાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.
ચૂંટણીના પરિણામો પછી જીતનાર ઉમેદવાર માત્ર બે લોકો સાથે જ જીતનું સર્ટિફિકેટ લેવા જઈ શકશે. ચૂંટણી પંચ હજુ પણ કેટલાક કડક નિયમો લાદી શકે છે. ટૂંક સમયમાં જ આ અંગેની સંપૂર્ણ ગાઈડલાઈન ચૂંટણી પંચ જાહેર કરે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 મેના રોજ જાહેર થનાર છે. ચાર રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે બંગાળમાં હવે એક તબક્કાનું મતદાન બાકી છે. બંગાળમાં સાત તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે એક તબક્કાનું મતદાન બાકી છે. ત્યારબાદ તમામ પાંચેય રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ એક સાથે 2 મેના રોજ જાહેર થશે. પરિણામ જાહેર થાય તે પહેલાં ચૂંટણી પંચે આ મહત્વનો નિર્ણય લીધો છે.
કોરોનાકાળમાં છેલ્લા ઘણા દિવસોથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ચૂંટણીની રેલીઓમાં પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હતી. લોકોએ ચૂંટણીમાં ઉમટતી આ ભીડ પર પણ સવાલો ઉભા કર્યા હતા. બંગાળમાં સાતમાં ચરણના મતદાન પહેલા ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને રાજનીતિક પાર્ટીઓને વર્ચ્યુઅલ રેલીઓ કરવા અપીલ કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને લગાવી હતી ફટકાર
કોરોના વાઇરસના વધી રહેલા કેસના કારણે ગઈકાલે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ખખડાવી નાખ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દેશમાં આવેલી કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઈપણ પ્રકારની ચૂંટણી સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો નહતો. જેથી સભાઓમાં મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. મદ્રાસ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચના અધિકારીઓ સામે ખૂનનો ગુનો દાખલ કરવો જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત