Homeગામનાં ચોરેમિત્રો... આગામી બજેટમાં તમારા સૂચનો સરકારને મોકલી આપો

મિત્રો… આગામી બજેટમાં તમારા સૂચનો સરકારને મોકલી આપો

દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા દેશનું બજેટ તૈયાર કરવામાં આવે છે. ફ્રેબ્રુઆરી મહિનામાં ફિલ્મની જેમ રિલીઝ કરવામાં આવે છે. અવનવી વાતો સામે આવે છે.

મોટાભાગે એવું હોય છે કે બજેટ ટીવી પર બતાવતા હોય તો ત્યારે અને બીજા દિવસે પાનનાં ગલ્લે ઊભા ઊભા છાપું વાંચતી વખતે, બજેટ નિરસ રહ્યું આમ કહી તેની નિંદાનું પોટલું સરકાર પર ઢોળતા હોય છે. આ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. બજેટ રજૂ થયા બાદ ઘણા લોકો સરકારને સલાહ આપતા હોય છે કે, બજેટમાં આમ કર્યું હોત તો સારું હતું, સરકારે આ નિર્ણય ખોટો લીધો. સાબુના તો જો ભાવ વધારી દીધા, વગેરે… વગેરે… 

ત્યારે આગામી વર્ષના બજેટ માટે સરકાર લોકોને એક મોકો આપવા જઈ રહી છે. બજેટ માટેના તમારા સૂચનો હોય તો તૈયાર કરીને મોકલી આપજો.

સરકાર આપી રહી છે તક

નવા વર્ષની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટની તૈયારી આરંભી દીધી છે. નાણામંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટની તૈયારીઓનો શુભ આરંભ કરી દેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે આ વર્ષે બજેટ માટે લોકો પાસેથી મંતવ્યો મંગાવ્યા છે. કહ્યું છે કે બજેટ અંગેના સૂચનો માટે વિવિધ ઔદ્યોગિક અને સંગઠનો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ વર્ષના બજેટમાં નાણા મંત્રાલય આમ આદમીને પણ સામેલ કરવાનું નક્કી કર્યું છે. આગામી વર્ષના બજેટમાં સામાન્ય વ્યક્તિ પાસે જો કોઈ સૂચનો હોય તો તેઓ સરકારને મોકલી શકે છે.

ક્યાર સુધી મોકલી શકો છો ?

આગામી બજેટ માટે જો આપ આપના કોઈ સૂચનો મોકલવા માંગતા હોય તો ૨૦ નવેમ્બર સુધીમાં મોકલી શકશો. આ માટે નાણાં મંત્રાલયે mygov પ્લેટફોર્મ પર માઇક્રો સાઈટ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પરથી લોકો બજેટને લઈને સૂચનો મોકલી શકશે.

સરકાર દ્વારા આ પોર્ટલ ૧૫ નવેમ્બરથી લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે. પોર્ટલ ૩૦ નવેમ્બર સુધી ખૂલ્લું રહેશે. લોકો આ તારીખ દરમિયાન બજેટ અંગેના પોતાના અભિપ્રાયો સીધા સરકારને મોકલી શકશે. જો સરકારને સૂચનો ગમશે તો તેના પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

સામાન્ય પ્રજાની સાથે સાથે સરકાર તમામ ક્ષેત્રના સૂચનો જાણે છે. ખેડૂત સંગઠનો, ઉદ્યોગ ચેમ્બર, રાજકીય પક્ષો, સંસ્થાના કર્મચારીઓ વગેરે નાણાં પ્રધાનને પોતાના સલાહ સૂચન મોકલતા હોય છે. તમામની સલાહ લીધા પછી વડા પ્રધાન, વિવિધ મંત્રાલયો, અને મંત્રી મંડળના અભિપ્રાયો લઈને બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે.

બજેટમાં નાણાકીય વર્ષ દરમિયાન ક્યાં કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેનો હિસાબ હોય છે. ખેડૂત, વેપારી, નોકરિયાત તમામ લોકો દર વર્ષે બજેટ પર નજર રાખીને બેઠા હોય છે. દર વર્ષે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે નાણાં મંત્રાલયે સામાન્ય લોકોને પણ બજેટ તૈયાર કરવા માટેનો હિસ્સો બનવાનો મોકો આપ્યો છે.

નાણાં મંત્રાલયે જાહેરાત કરતા જ દેશભરમાંથી લોકોના સૂચનો મળવા લાગ્યા છે. જો આપની પાસે પણ કોઈ દેશની અર્થવ્યવસ્થાને ઉપયોગી થઇ શકે તેવા સૂચનો હોય તો આપ મોકલી શકો છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments