જીવનનું કઈ નક્કી નથી હોતુ. એવા ઘણા કિસ્સા આપણે વાંચ્યા અને સાંભળ્યા છે કે એક તંદુરસ્ત માણસને પગમાંય રોગ નહોતો અને પ્રભુને પ્યારો થઈ ગયો. વડીલો આવા મોતને સારું મોત માને છે. છે ને અજીબ. મોત પણ સારું !
વડીલોને આપણે કહેતા સાંભળ્યા હોય કે માંદગી વિના, કોઈ પીડા વગરનું મોત મળ્યું. ભગ્યશાળી કહેવાય. એનાથી પણ એક ડગલું આગળ જે કોઈ વ્યક્તિનું ભગવાનના ચરણોમાં મોત થાય તો તેને વડીલો વધુ ઉત્તમ માને છે. દરેક ધર્મમાં શ્રદ્ધાળુઓ આવા મૃત્યુને સારુ ગણે છે. જો કે, પરિવારમાંથી એક વ્યક્તિ ઓછું થવાની વેદના એ પરિવાર જ જાણતો હોય.
મધ્યપ્રદેશમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક વ્યક્તિ જૈન દેરાસરમાં પૂજા પુરી કરીને પોતાનો જીવ ત્યાગી દે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટમાં ઓમ શાંતિ લખી રહ્યા છે. કેટલાક લોકો આ વ્યક્તિ માટે દુઃખ વ્યક્ત કરી તેને ભાગ્યશાળી પણ ગણાવી રહ્યા છે. ઘણા લોકો માને છે કે આ વ્યક્તિએ ખુબ પૂણ્ય કર્યા હશે જેનાથી આવી રીતે મુક્તિ મળી.
वरिष्ठ कांग्रेस नेता एवं समाजसेवी मेरे मित्र श्री डागा के आकस्मिक निधन के समाचार से हतप्रभ हूं। ईश्वर उन्हें अपने चरणों मे स्थान एवं परिवार को शक्ति दे। ओम शांति ओम
— Vivek Tankha (@VTankha) November 12, 2020
ટીમ ચાબુકે આ વીડિયો વિશે વધુ જાણવાની કોશિશ કરી. ટીમને એટલી ખબર હતી કે આ વીડિયો મધ્યપ્રદેશનો છે. પરંતુ વ્યક્તિ કોણ છે તે જાણી શકાતું ન હતું. આ પછી ટીમ ચાબુકે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ફંફોસ્યા. જેમાં આ વ્યક્તિ વિશેની વધુ વિગતો મળી તો ટીમ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.
વીડિયો મધ્યપ્રદેશના બૈતુલાનો છે અને મંદિરમાં અંતિમ શ્વાસ લેનારા આ વ્યક્તિ કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ પૂર્વ ધારાસભ્ય છે. બૈતુલાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા. જેઓ જૈન મંદિરમાં પાર્શ્વનાથની પૂજા માટે ગયા હતા. ભગવાનની પૂજા કરતા કરતા જ અચાનક ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા અને પછી આંખ જ ન ખોલી.
कांग्रेस के वरिष्ठ नेता एवं बैतूल के पूर्व विधायक श्री विनोद डागा जी के निधन की दुखद ख़बर है
— MP Congress (@INCMP) November 12, 2020
कांग्रेस परिवार दिवंगत आत्मा की शांति एवं परिजनों को दुखों का यह वज्रपात सहने की शक्ति देने की प्रार्थना करता है।
“अश्रुपूरित श्रद्धांजलि” pic.twitter.com/Nktnx8cHKE
આ સમગ્ર ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. CCTVમાં જોઈ શકાય છે કે, તેઓએ ભગવાન પાર્શ્વનાથની પૂજા કરી. ત્યારબાદ દાદા ગુરૂદેવના મંદિરની પરિક્રમા કરી અને પૂજા કરી. પૂજા પૂર્ણ કર્યા બાદ દાદા ગુરુદેવના ચરણોમાં શિશ ટેકાવ્યું. આ દરમિયાન જ તેઓએ સંતુલન ગુમાવ્યું અને મંદિરના એક ભાગ સાથે અથડાઈ નીચે પડી ગયા.
પૂજારીને જાણ થતાં તેઓ તાત્કાલિક તેમની પાસે પહોંચ્યા હતા. પૂજારી સાથે અન્ય કેટલાક લોકો પણ વિનોદ ડાગા પાસે પહોંચ્યા અને તેમને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ વિનોદ ડાગા ઉઠ્યા નહીં. વિનોદ ડાગાને તાત્કકાલિક હોસ્પિટલ પણ લઈ જવાયા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.
પૂજારીએ સમગ્ર ઘટના અંગે કહ્યું કે, વિનોદ ડાગા રોજની જેમ જ પૂજા કરવા મંદિરે આવ્યા હતા. શાંતિ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કર્યા પછી દાદા ગુરુદેવની પૂજા પૂર્ણ થયા બાદ તેઓ પડી ગયા અને એક બાળકીએ મને જણાવ્યું કે મંદિરમાં કોઈ પડી ગયું છે. પૂજારીએ કહ્યું કે, દાદા ગુરુનું સાંનિધ્ય તેમને પ્રાપ્ત થયું છે.
આ તાજેતરનો કિસ્સો છે જેમાં કોઈ વ્યક્તિને મંદિરમાં મોક્ષ મળે છે. ટીમ ચાબુક જ્યારે આ વીડિયોની તપાસ કરી રહી હતી ત્યારે અમારા ધ્યાને અન્ય એક વીડિયો પણ ધ્યાને આવ્યો. જેમા એક નમાઝી નમાઝ પઢતા પઢતા જ ઢળી પડે છે અને મસ્જીદમાં જ જીવ ત્યાગી દે છે. દાવો કરાયો છે કે આ વીડિયો હૈદરાબાદનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ મસ્જિદમાં આવે છે. આ દરમિયાન નમાઝ ચાલતી હોય છે. તે પણ નમાઝમાં જોડાય છે. જ્યારે તે નમાઝ પઢવા જાય છે ત્યારે છાતી પર હાથ મુકે છે જેનાથી અનુમાન લગાવી શકાય કે તેને પહેલાથી જ છાતીમાં દુખતું હોવું જોઈએ.
નમાઝ ચાલતી હોય છે ત્યાં તે અચાનક સંતુલન ગુમાવે છે. અન્ય લોકોનું ધ્યાન નમાઝમાં જ હોય છે. થોડીવાર પછી બાજુના વ્યક્તિનું ધ્યાન જાય છે અને તે વ્યક્તિને સંભાળે છે. ત્યાં અન્ય લોકો પણ તેની મદદે આવી જાય છે. તેને ઉઠાડવાની કોશિશ કરે છે. ત્યારબાદ ડોક્ટરની ટીમને બોલાવી તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. દાવો કરાયો છે કે યુવકને હાર્ટ અટેક આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત