Homeગામનાં ચોરેજયપુર-મુંબઈ એક્સપ્રેસમાં અંધાધૂંધ ફાયરિંગ, ASI સહિત 4ના મોત

જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં અંધાધૂંધ ફાયરિંગ, ASI સહિત 4ના મોત

Team Chabuk-Gujarat Desk: મુંબઈમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં કોન્સ્ટેબલે અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં એક પોલીસકર્મી સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી તે દરમિયાન કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું. મૃતકોમાં RPFના ASI સહિત 3 મુસાફરો છે. ફાયરિંગ કરનારા આરપીએફના ચેતન નામના કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવાઈ છે.

આરોપી જવાન દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ઉતરીને ભાગી ગયો હતો. પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે આરોપી જવાનને તેના હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ જવાનને પૂછપરછ માટે બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. પોલીસ આરોપીએ આવું શા માટે કર્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

firing in Jaipur-Mumbai Express

આ ઘટના જયપુર એક્સપ્રેસ (ટ્રેન નંબર 12956)ના કોચ નંબર B5માં બની હતી. આરપીએફ જવાન અને ASI બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ ચેતને અચાનક ASI પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના સિનિયર એએસઆઈ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું અને બંને વચ્ચે થઈ રહેલા ઝઘડામાં વચ્ચે પડેલા મુસાફરો પર પણ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ ગનથી ગોળીબાર કરી દીધો હતો. હાલ આ અંગે તપાસ ચાલું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments