HomeસિનેમાવાદBipasha Basu Baby Girl:લગ્નના 6 વર્ષ બાદ માતા બની બિપાશા બસુ, દિકરીને...

Bipasha Basu Baby Girl:લગ્નના 6 વર્ષ બાદ માતા બની બિપાશા બસુ, દિકરીને જન્મ આપ્યો

Team Chabuk-Entertainment Desk: બોલીવૂડ અભિનેત્રી બિપાશા બસુ (bipasha basu) માતા બની છે. 43 વર્ષની વયે તેણે પુત્રીને જન્મ આપ્યો છે. બિપાશા બસુની ટીમ મુજબ, એક્ટ્રેસએ પુત્રીને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણને ત્યાં પુત્રીનો જન્મ થયાના સમાચાર આવતાં જ અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે. કપલને તેના ફેન્સ અને સેલેબ્સ પણ શુભકામના પાઠવી રહ્યા છે. બાળકીના આગમનથી બિપાશા અને કરણનું ફેમિલી કંપલિટ થવાની સાથે તેમની જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ છે.

પ્રેગ્નેન્સીમાં બિપાશા ફેંસ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી રહી હતી. તેણે અનેક ગ્લેમરસ મેટરનિટી ફોટોશૂટ કરાવીને ફેંસની ધડકનો વધારી હતી. બિપાસાની મેટરનિટી ફોટોશૂટની તસવીરો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ છે. પ્રેગ્નેન્સી જર્ની દરમિયાન એક્ટ્રેસને ફેમિલીના સાથે ફેંસનો પણ ખૂબ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે.

બિપાશા અને કરણ એક ફિલ્મના સેટ દરમિયાન મળ્યા હતા અને આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા અને થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન બંગાળી રીતિ-રિવાજો મુજબ થયા હતા. ખાસ વાત એ છે કે લગ્નના 6 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments