Team Chabuk-Sports Desk: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી ટી-20 18 જુલાઈએ રમાઈ. પાકિસ્તાનને આ મેચમાં 43 રને હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ પહેલાં બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 19.5 ઓવરમાં જ ઓલઆઉટ થતાં પહેલાં 200 રન ખડકી દીધા. સિરીઝની પહેલી મેચમાં આક્રમક બેટિંગ કરનારા લિવિંગસ્ટોને આ મેચમાં પણ પાકિસ્તાની બોલર્સની ધોલાઈ કરી. લિવિંગસ્ટોને 23 બોલમાં 38 રન ફટકાર્યા. પોતાની ઈનિંગ દરમિયાન લિવિંગસ્ટોને શાનદાર છગ્ગા પણ ફટકાર્યા. જેમાંથી બે છગ્ગાતો લિવિંગસ્ટોને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હૈરિસ રાઉફની બોલિંગમાં ફટકાર્યા. એક છગ્ગો તો એટલો જોરદાર હતો કે બોલ સ્ટેડિયમની બહાર જતો રહ્યો.
ઈંગ્લેન્ડ ક્રિકેટે આ મેચનો એક વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો લિવિંગસ્ટોનના આ શોટના વખાણ કરતાં થાકતાં નથી. કેટલાક લોકો તો લિવિંગસ્ટોનની આ સિક્સને ટી-20ના ઈતિહાસની સૌથી લાંબી સિક્સ કહી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પાકિસ્તાની બોલર હૈરિસ જેટલી ઝડપે બોલ ફેંકે છે તેનાથી બમણી ગતિથી બોલ બાઉન્ડ્રી જ નહીં પરંતુ સ્ટેડિયમની બહાર પહોંચી જાય છે. આ શોટ ફટકાર્યા બાદ લિવિંગસ્ટોન સાથી ખેલાડી સાથે વાત કરી હળવા મૂડમાં પણ જોવા મળી રહ્યો છે.
Warning: Explicit content ⚠ 😅
— England Cricket (@englandcricket) July 18, 2021
Highlights: https://t.co/trLh0s1Q1S
🏴 #ENGvPAK 🇵🇰 pic.twitter.com/i5ThZNvJm2
જોસ બટલરની આગેવાનીમાં ટીમ ઈંગ્લેન્ડ મેદાને ઉતરી હતી. બટલરે 39 બોલ પર 59 રનની ઈનિંગ રમી હતી. જ્યારે મઈન અલીએ પણ 16 બોલ પર 36 રન ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલર, મોઈન અલી અને લિવિંગ્સ્ટોને જ વધુ રન બનાવ્યા હતા. આ ત્રણ ઉપરાંત કોઈ બેટ્સમને 20 રનનો આંકડો પાર નહતો કરી શક્યો. બીજી તરફ હૈરિસ રાઉફે પાકિસ્તન તરફથઈ 2 વિકેટ ઝડપી હતી પરંતુ તેણે 48 રન પણ આપી દીધા હતા. વિશાળ લક્ષ્યનો પીછો કરતી પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 155 રન જ બનાવી શકી હતી. આમ, આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત