Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના સીહોરમાં અગ્નિની સાક્ષીએ નહીં પણ સંવિધાનની સાક્ષીએ, ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની તસવીરની સામે વર અને વધૂએ સાત ફેરા લીધા હતા. આ યુગલે મંગળસૂત્ર અને કપાળમાં સિન્દુર પણ નહોતું ભર્યું. માત્ર સંવિધાનની શપથ લીધી હતી અને વર વધૂ એકબીજાના થઈ ગયા હતા.
મધ્યપ્રદેશના સીહોરમાં માલવીય સમાજના ગામ મુલ્લાનીના દીપક માલવીયાના લગ્ન શાઝાપુરની લસૂડિયા ગૌરીની રહેવાસી આરતી માલવિયા સાથે થયા હતા. આ વિવાહની ખાસિયત એ રહી કે તેમાં કોઈ મંત્રોચ્ચારની જગ્યાએ સંવિધાનની શપથ લેવામાં આવી હતી અને વર વધૂ એકબીજાના થઈ ગયા હતા.
લગ્નની વિધિ કંઈક એવી હતી કે વર અને વધૂએ સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માળા પહેરાવી હતી. એ પછી સંવિધાનની પ્રસ્તાવના વાંચવામાં આવી. બાબા સાહેબના ચિત્રની સામે જ લગ્નના સાત ફેરા લીધા હતા અને સામાજિક બંધનમાં બંધાયા હતા. આ પ્રસંગે બંને પક્ષ તરફથી હાજર રહેલા લોકોએ વર અને વધૂને આશિર્વાદ આપ્યા હતા.
આ વિવાહ શહેરના નદી વિસ્તારની નજીક આવેલ માલવીય સમાજના મંદિરમાં રાજીખુશીથી સમ્પન્ન થયા હતા. અહીં વરની તરફથી કુલ દસ અને વધૂની તરફથી 15 લોકો હાજર હતા. કોરોનામાં ગાઈડલાઈન સહિત પૂરતા સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ આ વિવાહમાં પાલન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે આરતી માલવિયાએ જણાવ્યું હતું કે, ખોટા ખર્ચને રોકાવા માટે સાદાઈપૂર્વકના વિવાહનું આયોજન લોકોએ કરવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત