Homeદે ઘુમા કેનવો કિર્તીમાન: વર્તમાન સમયના બીગ-થ્રી એન્ડરસન આગળ નિષ્ફળ

નવો કિર્તીમાન: વર્તમાન સમયના બીગ-થ્રી એન્ડરસન આગળ નિષ્ફળ

Team Chabuk-Sports Desk: એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ચૂકી છે. પ્રથમ બેટીંગ કરતા ઈંગ્લેન્ડે 185 રનનો સામાન્ય સ્કોર કર્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 267 રન કર્યાં અને ઈંગ્લેન્ડ પર 82 રનની લીડ લીધી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 31 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી. હાલ જો રુટ 12 અને બેન સ્ટોક્સ 2 રન પર ક્રિઝ પર છે.

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં જેમ્સ એન્ડરસને સપાટો બોલાવ્યો હતો અને ચાર વિકેટ ઝડપી હતી. એન્ડરસને ઓસ્ટ્રેલિયાના આધારભૂત બેટર્સ માર્ક્સ હેરિસ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સને આઉટ કર્યાં હતા. સ્ટીવ સ્મિથને પવેલિયન મોકલતા એન્ડરસનના નામે એક નવો કિર્તીમાન નોંધાઈ ગયો છે. જે દર્શાવે છે કે એન્ડરસનની વય ગમે એટલી હોય પણ તેની ફિટનેસ અને રમત પ્રત્યેનો તેનો દૃઢ લગાવ કોઈ યુવા જેવો લાગી રહ્યો છે. અને એટલે જ વર્તમાન સમયે તે વિશ્વનો નંબર વન બોલર છે.

એન્ડરસનના બોલિંગ અટેક આગળ વર્તમાન સમયના બીગ થ્રી, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમ્સન સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આ ત્રણેને ટેસ્ટ ફોર્મેટમાં આઉટ કરનારો એન્ડરસન પ્રથમ બોલર બની ચૂક્યો છે. એન્ડરસને સ્મિથને ટેસ્ટમાં આઠ વખત આઉટ કર્યો છે. જેમાં એન્ડરસનની સાથે સાથે સ્ટુઅર્ટ બ્રોડ પણ બરાબરીના રેકોર્ડ પર છે. બ્રોડે પણ સ્મિથને આઠ વખત આઉટ કર્યો છે. બીજો નંબર પાકિસ્તાનના યાસિર શાહનો છે. તો બીજી તરફ કેન વિલિયમ્સને એન્ડરસનને 18 ઈનિંગમાં સાત વખત આઉટ કર્યો છે. બીજા નંબર પર ભારતના બે સ્પિનર્સનું નામ છે. પ્રજ્ઞાન ઓઝા અને રવિચંદ્રન અશ્વિન, જેમણે વિલિયમ્સનને પાંચ-પાંચ વખત આઉટ કર્યો છે.

વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેનો મુકાબલો જોવા લાયક હોય છે, પરંતુ જ્યારે પણ એન્ડરસન સામે હોય છે વિરાટ કોહલીને પારોઠના પગલાં ભરવા પડે છે. એન્ડરસને કોહલીને પોતાના અનુભવ થકી 44 ઈનિંગમાં સાત વખત આઉટ કર્યો છે. એન્ડરસનની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના નાથન લાયન, એમ બેઉંના આંકડા સમાન છે. બંનેએ કોહલીને સાત-સાત વખત પવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

જોકે વર્તમાન સમયે એવો કોઈ બોલર નથી, જે આ ત્રણે બેટર્સને ટેસ્ટ ફોર્મેટમાં આટલી વખત આઉટ કરી ચૂક્યો હોય. જે પ્રમાણ આપે છે કે એન્ડરસન વર્તમાન સમયે વિશ્વનો સૌથી બેસ્ટ બોલર છે. જે પીચ સ્વિંગમાં સહાયક બને છે ત્યાં એન્ડરસનની સામે રમવું બેટ્સમેનો માટે મોંઘુ થઈ પડે છે.

એન્ડરસન વર્તમાન સમયે સૌથી વધારે વિકેટ લેનારો ફાસ્ટ બોલર છે. સાથે જ સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનારો ફાસ્ટ બોલર પણ. 168 ટેસ્ટમાં 639 વિકેટ તેના નામે બોલે છે. સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેવાનો કિર્તીમાન શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. 800 વિકેટ. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ન છે, જેમના નામે 708 વિકેટ છે. 639 વિકેટ સાથે એન્ડરસન ત્રીજા નંબર પર છે.

આ સિવાય એન્ડરસને 194 વનડેમાં 269 વિકેટ અને 19 ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં 18 વિકેટ લીધી છે. ગત વર્ષે જ તેણે ફર્સ્ટ ક્લાસમાં 1000 વિકેટ પૂર્ણ કરી હતી. આ કિર્તીમાન રચનારો એન્ડરસન વિશ્વનો 14મો અને પાંચમો ફાસ્ટ બોલર છે. જેમ્સ એન્ડરસને ઉંમરને આંકડામાં પરિવર્તિત કરી દીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments