Homeદે ઘુમા કેબીજી વન-ડે ઇંગ્લેન્ડ જીત્યું પણ બેન સ્ટોક્સને આ વાતનો અફસોસ રહી જશે

બીજી વન-ડે ઇંગ્લેન્ડ જીત્યું પણ બેન સ્ટોક્સને આ વાતનો અફસોસ રહી જશે

Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડે બીજી વન ડે મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને સિરીઝને જીવંત રાખી છે. ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ત્રીજી અને અંતિમ મેચ બંને ટીમ માટે નિર્ણાયક રહેશે.

બેડ લક ફોર બેન સ્ટોક્સ

337 રનનો પીછો કરતી ટીમ ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જોની બેરિસ્ટોએ બનાવ્યા. તેણે 112 બોલ પર 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 124 રન બનાવી પોતાની કારકીર્દિની 11મી સદી પૂરી કરી હતી. આ ઉપરાંત બેન સ્ટોક્સે પણ પોતાના અંદાજમાં બેટિંગ કરી પરંતુ તેને 99 રને પવેલિયનમાં પરત જવું પડ્યું. તે પોતાની સદીથી માત્ર 1 રનથી ચુકી ગયો. ઈંગ્લેન્ડની સૌથી પહેલી વિકેટ જેસન રોયની પડી હતી. જેસન રોય 55 રને રન આઉટ થયો હતો.

બટલર શૂન્ય રને આઉટ થયો

બેન સ્ટોક્સ અને જોની બેરિસ્ટો બાદ ડેવિલ મલાન અને લિયમ લિવિંગ્સ્ટોને મોર્ચો સંભાળ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર શૂન્ય રને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં બોલ્ડ થઈ ગયો હતો.

ટોસ અને મેચ બંને હાર્યા

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 337 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થયા હતા. ત્યારબાદ કેપ્ટન કોહલી અને કે.એલ.રાહુલે સારી પાર્ટનરશીપ નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. શિખર ધવન ચોથી જ ઓવરમાં બેન સ્ટોક્સને માત્ર 4 રન પર કેચ આપી બેઠો હતો. આ ઉપરાત રોહિત શર્માએ 24 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. તો પંતે પણ આક્રમક બેટિંગ કરી હતી. પંતે 40 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 77 રન ફટકારી દીધા હતા.

રાહુલની સદી કામ ન આવી

મેચમા કે.એલ.રાહુલે ભારત તરફથી સૌથી વધુ 114 બોલ પર 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 108 રન બનાવ્યા. રાહુલ આર. ટોપ્લેની બોલિંગ પર આઉટ થયો હતો. રાહુલે સદી પૂરી કરીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. તેણે મેદાન પર ઉભા રહીને બંને કાન બંધ કર્યા હતા. મતલબ કે, છેલ્લા ઘણા સમયથી તેના આઉટફોર્મ માટે લોકો અનેક ટીપ્પણી કરી રહી રહ્યા હતા. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે રાહુલને આરામની જરૂર છે. મેદાન પર બંને કાન બંધ કરીને રાહુલે ઈશારો કર્યો હતો કે તે કોઈનું સાંભળતો નથી માત્ર પોતાની રમત પર જ ફોકસ કરે છે.

કોહલીનો વધુ એક રેકોર્ડ

રાહુલ ઉપરાંત કેપ્ટન કોહલીએ પણ કારકીર્દિની વધુ એક ફિફ્ટી નોંધાવી દીધી છે. મેચમાં કોહલીએ કુલ 79 બોલ પર 1 છગ્ગો અને 3 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ આ મેચમાં વધુ 66 રન ફટકારી નવો રેકોર્ડ બનાવવાનું કામ યથાવત રાખ્યું છે. કોહલી દુનિયાનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે જેણે એક જ ક્રમે ઉતરી 10 હજાર રન પૂરા કરી લીધા છે. ત્રીજા ક્રમે બેટિંંગ માટે ઉતરી તેણે 10 હજાર રન પૂરા કર્યા છે. 10 હજાર રનમાં કોહલીની કુલ 52 અર્ધસદી અને 37 સદી સામેલ છે. વન ડેમાં 10 હજાર રન પૂરા કરવાના લિસ્ટમાં સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગ સામેલ છે. સચિને આ સિદ્ધિ  211 મેચમાં મેળવી હતી જ્યારે રિકી પોન્ટીંગે 10 હજાર રન પૂરા કરવામાં 253 ઈનિંગ્સનો સમય લીધો હતો.

પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ ઝડપી

પ્રસિદ્ધ કૃષ્ણા અને ભુવનેશ્વર કુમાર સિવાય ભારતના તમામ બોલર્સ નિષ્ફળ રહ્યા હતા. મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.

પ્લેઈંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી ( c ),  કે.એલ.રાહુલ, ઋષભ પંત (wk), હાર્દિક પંડ્યા,, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈંગ્લેન્ડ
જેસન રોય, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ, ડેવિડ મલાન, જોસ બટલર (c,wk),  લિયમ લિવિંગ્સ્ટોન, મોઈન અલી, ટોમ કરન, સેમ કરન, આર.ટોપ્લે, આદિલ રશીદ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments