Homeતાપણુંમંત્રીમંડળનું વિસ્તરણઃ UPમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સહિત સાત નવા મંત્રીઓ...

મંત્રીમંડળનું વિસ્તરણઃ UPમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સહિત સાત નવા મંત્રીઓ શપથ લે તેવી શક્યતા

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલાં આજ સાંજે યોગી સરકારની કેબિનેટનો વિસ્તાર કરવામાં આવી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સહિત સાતને મંત્રી બનાવાઈ શકે છે. જિતિન પ્રસાદ ઉપરાંત જે લોકો મંત્રી પદના શપથ લેશે તેમાં, પલટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટિક, ધર્મવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનો સમાવેશ કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભાજપના તમામ ધારાસભ્યોને લખનઉ પહોંચવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાની આસપાસ નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, ચાર મહિના બાદ યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને યોગી સરકારના મંત્રીમંડળનો મોટું કરવામાં આવશે. યોગી સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી યોગી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી હતી. ત્યારે આખરે આ નિર્ણય પર મહોર મારવામાં આવી ગઈ છે. આજે સાંજે 6 વાગ્યે સાત મંત્રીઓ શપથ લેશે.

rps baby world

મહત્વનું છે કે, ગત 8 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તેમાં પણ ઉત્તર પ્રદેશના મંત્રીઓને ખાસ જગ્યા આપવામાં આવી હતી. જેમાં જાતિ ગણિતને ધ્યાને રાખવામાં આવ્યું હતું. મોદી સરકારના કેબિનેટમાં છેલ્લે સમાવેશ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના સાત મંત્રીઓમાં ચાર ઓબીસી, બે દલિત અને એક બ્રાહ્મણ સમાજના મંત્રીનો સમાવેશ થાય છે. મોદી સરકારની કેબિનેટમાં ઉત્તર પ્રદેશનું મજબૂત પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે. એવું પ્રથમ વખત બન્યું છે કે કેન્દ્રીય કેબિનેટમાં ઉત્તર પ્રદેશમાંથી રેકોર્ડ 15 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ખૂબ જ ગંભીર છે. ભાજપે યૂપીમાં બૂથને મજબૂત કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જ્યારે ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પણ યૂપીમાં ત્રણ વખત પ્રવાસ કર્યો છે અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે વર્ષ 2022માં યોજાનારી યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 350 બેઠકો જીતીને સરકાર બનાવશે. જ્યારે સમાજવાદી પાર્ટીએ 400 વિધાનસભા બેઠકો જીતવાનો દાવો કર્યો છે.

rps baby world

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે, છેલ્લા સાડા ચાર વર્ષમાં ભાજપના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશ વિકાસના માર્ગે આગળ વધ્યું છે. રાજ્યમાં રોકાણકારો માટેનો માહોલ બની રહ્યો છે અને રાજ્યવાસીઓને ભ્રષ્ટાચાર અને ખરાબ કાનૂની વ્યવસ્થામાંથી છૂટકારો મળ્યો છે. તેથી જનતા ફરી એકવાર ભાજપની સરકાર બનાવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments