Homeદે ઘુમા કેધોનીને ગીર ગાય જોઈએ છે

ધોનીને ગીર ગાય જોઈએ છે

સફળ ક્રિકેટર બાદ હવે મહેન્દ્ર સિંહ ધોની સફળ ખેડૂત બનવા માટે મહેનત કરી રહ્યો છે. ધોનીએ ફાર્મ હાઉસ તૈયાર કરાવ્યું છે અને ટૂંક સમયમાં ધોનીના ફાર્મ હાઉસમાં ગીર ગાય પણ જોવા મળશે. હાલ ધોની રાંચીના સેમ્બો ગામમાં સમય પસાર કરી રહ્યો છે.

ધોની પોતાના રાંચીના સેમ્બો સ્થિત 43 એકરમાં બનાવેલા ફાર્મહાઉસમાં પશુપાલનનું કામ શીખી રહ્યો છે. તેના ફાર્મમાં હાલ 72 ગાય છે. જે ફ્રાંસની ફ્રિજિયન નસ્લની છે. આ ઉપરાંત અહીં ગીર ગાય પણ લાવવાની તૈયારી થઈ રહી છે. ધોનીનું આ ડ્રીમ ફાર્મ છે જે જંગલોથી ઘેરાયેલું છે. તેના ફાર્મ હાઉસમાં લીલા શાકભાજી પણ લહેરાઈ રહ્યા છે.

કડકનાથ મરઘા પણ છે

ધોનીના ફાર્મ હાઉસમાં ખાલી શાકભાજી જ નહીં માછલી અને મરઘા ઉછેર કેન્દ્ર પણ શરૂ કરાયું છે. અહીં કડકનાથ મરઘાનું પાલન પણ થઈ રહ્યું છે. હાલ તેના ફાર્મ હાઉસમાં 200 કડકનાથ મરઘા છે. અન્ય બે હજાર કડકનાથ મરઘાનો ઓર્ડર પણ અપાઈ ગયો છે. આ તમામ મરઘાનું ટૂંક સમયમાં જ ફાર્મ હાઉસમાં કૂકડૂ કૂ સંભળાશે.

પંજાબથી લઈ અવાઈ ગાય

ધોનીની ગાય અને કડકનાથ મુરઘાની સારસંભાળ રાખનારા ડોક્ટરે કહ્યું કે, જ્યારે આ ગાયને પંજાબથી લાવવામાં આવી ત્યારે ગાય અહીંના વાતાવરણમાં રહી શકતી ન હતી. તેની તબિયત ખરાબ થઈ રહી હતી જો કે, હવે તમામ ગાય અહીના વાતાવરણમાં ઢળી ગઈ છે.

ખેડૂતોની મદદ કરશે ધોની

ધોની પોતે પણ ગાયની સેવા કરે છે. ગાયના ખાવા-પીવા તેમજ ગાયને અપાતા ડોઝ પર ધોનીની નજર હોય છે. એટલું જ નહીં દૂધના એક-એક લીટરનો ધોની હિસાબ રાખે છે. ધોનીના 43 એકરમાં ફેલાયેલા ફાર્મ હાઉસમાં 300 ગાય રાખવાની યોજના છે. હાલ તેની ડેરીમાં કુલ 400 લીટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. ધોની લૉકલ ફોર વોકલ પર વિશેષ ધ્યાન આપી રહ્યો છે. તે ગાયની એક સારી બ્રિડ તૈયાર કરવામાં લાગ્યો છે. જે બ્રિડ ખેડૂતોને મફતમાં આપશે.

ઝીવાને વાછરડા ગમે છે

ધોનીની ક્યૂટ દીકરી ઝીવા પણ ફાર્મ હાઉસમાં આંટા-ફેરા મારતી જોવા મળે છે. તેને અહીં ગાયના વાછરડા સાથે રમવું ખૂબ ગમે છે. ધોનીના માતા-પિતા પણ ફાર્મ હાઉસમાં આવીને સમય વિતાવે છે.

ખેતી સદા સુખ દેતી

ધોનીની ખેતી સંભાળનારા કૃષિ નિષ્ણાતે કહ્યું કે, ધોનીના ફાર્મ હાઉસમાં કોબી, બ્રોકલી, પપૈયા, બટેટા, વટાણા, ટામેટા અને સ્ટ્રોબેરીની મોટાપાયે ખેતી થઈ રહી છે. હાલ ફાર્મ હાઉસમાં કોબી, ટામેટા અને વટાણાનું ઉત્પાદન શરૂ થયું છે. આમ, ધોની હવે સફળ ક્રિકેટરની જેમ સફળ ખેડૂત બનવાની દિશામાં પગલાં માંડી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments