Homeસાહિત્યવાર્તા વિશ્વ : ખલીલ જિબ્રાનની આત્મલક્ષી પાંચ લઘુકથા

વાર્તા વિશ્વ : ખલીલ જિબ્રાનની આત્મલક્ષી પાંચ લઘુકથા

લેખક-ખલીલ જિબ્રાન
અનુવાદક – Team Chabuk

શોધ

મારી આત્મા અને હું એક વિશાળ સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયા. કિનારે પહોંચીને અમે કોઈ અજ્ઞાત સ્થાનને ખોજવા લાગ્યા. અમે જોયું તો એક માણસ પોતાના થેલામાંથી ચપટી ચપટી મીઠું લઈને સમુદ્રમાં ફેંકી રહ્યો હતો. મારી આત્માએ કહ્યું, ‘આ તો નિરાશાવાદી છે. ચાલો આગળ જઈએ. આપણે અહીં સ્નાન ન કરી શકીએ.’

અમે ચાલતા ચાલતા એક ખાડીને પાસે પહોંચ્યા. ત્યાં એક માણસ સફેદ પથ્થર પર ઊભો રહીને એક લાકડાના બોક્સમાંથી ખાંડ લઈ સમુદ્રમાં ફેંકી રહ્યો હતો. મારી આત્માએ કહ્યું, ‘આ આશાવાદી છે. આને પણ આપણું નગ્ન શરીર નહીં દેખાય.’

અમે આગળ વધ્યા. કિનારા પર એક માણસ મરેલી માછલીઓને ઉઠાવીને પાછી સમુદ્રમાં ફેંકી રહ્યો હતો. આત્માએ કહ્યું, ‘આપણે આની સામે ન સ્નાન કરી શકીએ. આ એક દયાળુ-પ્રેમી માણસ છે.’

અમે આગળ વધી ગયા. અહીં એક માણસ પોતાની પડછાયાને રેતી પર દોરી રહ્યો હતો. સમુદ્રનાં મોજાએ તેની આકૃતિ ભૂંસી નાખી, છતાં તે વારંવાર આવું કરી રહ્યો હતો. ‘આ તો રહસ્યવાદી છે.’ મારી આત્મા બોલી, ‘આગળ જઈએ.’

અમે ચાલતા ગયા. શાંત નાની એવી ખાડીમાં એક માણસ સમુદ્રના ફીણને એકત્રિત કરી રહ્યો હતો. આત્માએ મને કહ્યું, ‘આ આદર્શવાદી છે. આને તો આપણી નગ્નતા બિલકુલ ન જોવી જોઈએ.’

ચાલતા ચાલતા અચાનક કોઈનો રાડો પાડવાનો અવાજ આવ્યો, ‘આજ તો છે સમુદ્ર…. ઊંડો અટલ સમુદ્ર. આ જ તો છે વિશાળ અને શક્તિશાળી સમુદ્ર.’

નજીક જઈને જોયું તો એક માણસ સમુદ્ર બાજુ પીઠ ફરીને જોઈ રહ્યો છે અને શંખને કાન પાસે લગાવીને અવાજ સાંભળી રહ્યો છે. મારી આત્મા બોલી, ‘આગળ ચાલો. આ યથાર્થવાદી છે. જે કોઈની વાત ન સમજવા પર તેનાથી મોઢું ફેરવી લે છે અને કોઈ એક જ અંશ પર ધ્યાન કેન્દ્રિત કરી લે છે.’

અમે આગળ વધતા ગયા. પહાડોની વચ્ચે એક માણસ. રેતીમાં મોઢું સંતાડેલો જોયો. મેં મારી આત્માને કહ્યું, ‘આપણે અહીં સ્નાન કરી શકીએ. આ આપણને નહીં જોઈ શકે.’

આત્માએ કહ્યું, ‘નહીં આ તો એ સૌમાં ખતરનાક છે, કારણ કે આ તો ઉપેક્ષા કરે છે.’

મારી આત્માના ચહેરા પર ઊંડી ઉદાસી છવાઈ ગઈ અને તેણે દુ:ખી અવાજમાં કહ્યું, ‘આપણે અહીંથી ચાલી નીકળવું જોઈએ, કારણ કે ક્યાંય પણ નિર્જન અને સંતાય શકાય એવું સ્થળ નથી. જ્યાં આપણે સ્નાન કરી શકીએ. હું અહીંની હવાને મારા વાળ સાથે નહીં રમવા દઈશ. ન તો અહીંની હવામાં મારી છાતી ખોલીશ. ન તો પ્રકાશને મારી પવિત્ર નગ્નતાની હવા લાગવા દઈશ.’ એ પછી અમે એ બીજા સમુદ્રને છોડીને અન્ય કોઈ બીજા મહાસાગરની ખોજમાં નીકળી પડ્યા.

પ્લૂટોક્રેટ

મેં ભ્રમણ દરમિયાન એક ટાપુ પર માણસના ચહેરા અને લોઢાવાળા એક ભીમકાય પ્રાણીને જોયું. જે ધરતીને ખાવામાં અને સમુદ્રને ગટગટાવવામાં લાગ્યો હતો. મેં ખાસ્સા સમય સુધી તેને જોયો અને પછી નજીક જઈને પૂછ્યું, ‘તારા માટે આટલું પર્યાપ્ત નથી ? શું તારી ભૂખ, તારી તરસ શાંત નથી થતી?’

તેણે જવાબ આપ્યો, ‘મારી ભૂખ અને તરસ તો શાંત છે. હું તો આ ભોજનથી પણ કંટાળી ચૂક્યો છું. પણ ડરું છું કે કાલ મારા માટે ધરતી પર ખાવા પીવા માટે કંઈ બચ્યું નહીં હોય તો શું થશે?’

કવિતા

એથેન્સના રાજમાર્ગ પર બે કવિઓની મુલાકાત થઈ ગઈ. એકબીજાને મળીને બેઉંને ખુશી થઈ.

એક કવિએ બીજાને કહ્યું, ‘નવું શું લખ્યું છે?’

બીજા કવિએ ગર્વથી કહ્યું, ‘મેં હમણાં જ એક કવિતા લખી છે. જે મારી તમામ રચનાઓમાં સર્વશ્રેષ્ઠ છે. મને લાગે છે કે આ ગ્રીકમાં લખાયેલી તમામ કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ કવિતા મારા ગુરૂની સ્તુતિમાં લખવામાં આવી છે.’

આમ કહી તેણે પોતાના જભ્ભાના ખિસ્સામાંથી પાંડુલિપિ કાઢતા કહ્યું, ‘જો આ તો મારી પાસે પણ છે. આને સાંભળીને તને આનંદ થશે. ચાલ તે વૃક્ષના છાયડામાં બેસીએ છીએ.’

કવિએ પોતાની રચના વાંચી જે ઘણી લાંબી હતી.

બીજા કવિએ નમ્રતાપૂર્વક પ્રતિક્રિયા આપી, ‘આ તો મહાન રચના છે. ક્લાસિક રચના છે. આના થકી તો તમને ખૂબ પ્રશંસા મળશે.’

પહેલા કવિએ સપાટ સ્વરમાં પૂછ્યું, ‘તું આજકાલ શું લખે છે ?’

બીજાએ જવાબ આપ્યો, ‘ખૂબ ઓછું લખ્યું છે મેં. માત્ર આઠ પંક્તિઓ-એક બગીચામાં રમતા બાળકની યાદમાં.’ તેણે પોતાની રચના સંભળાવી.

પહેલા કવિએ કહ્યું, ‘બરાબર છે. વધારે ખરાબ નથી.’

આજે બે હજાર વર્ષ વિત્યા પછી પણ એ કવિની આઠ પંક્તિઓ દરેક ભાષામાં પ્રેમથી વાંચવામાં આવે છે.

બીજા કવિની રચના વર્ષો સુધી પુસ્તકાલયમાં અને વિદ્વાનોના કબાટમાં સુરક્ષિત છે જરૂર, પણ તેને કોઈ વાંચતું નથી.

સોનાનો પટ્ટો

સલામિસ શહેર તરફ જતા જતા બે માણસોનો ભેટો થઈ ગયો. બપોર સુધીમાં તેઓ એક નદી સુધી પહોંચી ગયા. જેના પર કોઈ પુલ નહોતો. હવે તેમની પાસે બે વિકલ્પ હતા. તરીને નદી પાર કરી લે કાં કોઈ બીજો રસ્તો પસંદ કરી લે.

‘તરીને જ જઈએ.’ એ એકબીજા સામે બોલ્યા, ‘નદીનો પટ એટલો પહોળો તો નથી.’

તેમાંથી એક માણસ જે સારો તરવૈયો હતો નદીની વચ્ચે જ નિયંત્રણ ગુમાવી બેઠો અને તણાવા લાગ્યો. બીજો માણસ જેને તરતા જ નહોતું આવડતું. એ આરામથી તરીને સામા કાંઠે ચાલ્યો ગયો. ત્યાંથી જોતા તેણે પોતાના અન્ય સાથીને પાણીમાં તણાતો જોયો તો પાછો કૂદી પડ્યો. તેને પણ સુરક્ષિત કિનારે લઈ આવ્યો.

‘તું તો કહેતો હતો કે તને તરતા નથી આવડતું, તો પછી આટલી સરળતાથી નદી કેવી રીતે પાર કર લીધી?’ પેલા વ્યક્તિએ પૂછ્યું.

‘મિત્ર.’ બીજા વ્યક્તિએ કહ્યું, ‘મારી કમર પર બાંધેલો આ પટ્ટો જોઈ રહ્યો છે. એ સોનાના સિક્કાઓથી ભરેલો છે. જેને વર્ષો સુધી મહેનત કરીને મારી પત્ની અને બાળકો માટે કમાણો છું. આ કારણે જ હું સરળતાથી નદી પાર કરી ગયો. તરતા સમયે હું મારી પત્ની અને બાળકોને મારા ખભા પર અનુભવી રહ્યો હતો.’

દગો

પહાડની ટોચ પર સારું અને ખરાબ આ બંન્નેની મુલાકાત થઈ. સારાએ કહ્યું, ‘ભાઈ આજનો દિવસ તારા માટે શુભ નીવડે.’ ખરાબે કોઈ જવાબ ન આપ્યો

‘શું વાત છે. ખૂબ જ નિરાસ લાગે છે.’

ખરાબ બોલ્યું, ‘તું સમજી ગયો. છેલ્લા કેટલાય દિવસોથી લોકો મને તારા નામથી બોલાવે છે. અને એવી રીતે વ્યવહાર કરે છે જેવી રીતે હું નહીં તું છો. મને ખરાબ લાગે છે.’

સારાએ કહ્યું, ‘મારામાં પણ લોકોને તારા નામનો જ દગો થયો છે. એ મને તારા નામથી બોલાવે છે.’

આ જાણીને ખરાબ લોકોની મૂર્ખતાને દોષ દેતો ત્યાંથી ચાલ્યો ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments