HomeસિનેમાવાદK. Viswanath Passes Away: જાણીતા ફિલ્મ નિર્માતા કે. વિશ્વનાથનું નિધન, અનિલ કપૂરે...

K. Viswanath Passes Away: જાણીતા ફિલ્મ નિર્માતા કે. વિશ્વનાથનું નિધન, અનિલ કપૂરે ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

Team Chabuk-Entertainment Desk: ટોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અને એક્ટર કે. વિશ્વનાથે (K. Viswanath) 93 વર્ષની વયે ગુરુવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા. હૈદરાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. કે. વિશ્વનાથ લાંબી માંદગીના કારણે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ શંકરાભરનમ, સાગર સંગમમ, સ્વાતિ મુથયમ અને સ્વર્ણ કમલમ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેમને 5 વખત નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ 92 વર્ષના હતા અને વય સંબંધિત બિમારીઓથી પીડાતા હતા. તેમના નિધન પર અભિનેતા અનિલ કપૂરે ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી લગભગ 1 વાગ્યે જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ નિર્માતા કાસીનાધુની વિશ્વનાથ ‘કલતપસ્વી’ના નામથી પણ જાણીતા હતા. તેમને માત્ર તેલુગુ સિનેમામાં જ નહીં પરંતુ તમિલ અને કેટલીક હિન્દી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. વિશ્વનાથના નિધનના સમાચારથી ફિલ્મ જગત સહિત તેમના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કે. વિશ્વનાથનો જન્મ 19 ફેબ્રુઆરી 1930ના રોજ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનાં રેપલ્લેમાં થયો હતો. કે. વિશ્વનાથે કલા તપસ્વીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે હિન્દૂ કોલેજ ગુંટૂરમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું હતું. આ પછી તેણે આંધ્ર યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્વનાથે કરિયરની શરૂઆત વૌહિની સ્ટુડિયો, ચેન્નઈમાં સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

કે. વિશ્વનાથે 1965માં ફિલ્મ ‘આત્મા ગૌરવમ્’નું દિગ્દર્શન કર્યું હતું. જેમના માટે રાજ્ય નંદી પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની સૌથી મોટી ફિલ્મોમાં ‘શંકરાભરણમ’, ‘સ્વાતિનુથ્યમ’, ‘સાગર સંગમમ’ અને ‘સ્વયંકૃષ્ણ’નો સમાવેશ થાય છે. વિશ્વનાથે છેલ્લી ફિલ્મ ‘સુભાપ્રધામ’ વર્ષ 2010માં ડિરેક્ટ કરી હતી. 71 વર્ષની કરિયરમાં તેમણે 55 ફીચર ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે અને 43 ફિલ્મમાં એક્ટર તરીકે કામ કર્યું હતું.

કે.વિશ્વનાથ ફિલ્મકાર બનતા પહેલાં એક્ટર પણ રહી ચૂક્યા હતા, જેમાં તેલુગુ, તમિલ અને કન્નડમાં ફિલ્મમાં કામ કર્યું છે. તેમને 2016માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 10 ફિલ્મફેર એવોર્ડ, પાંચ નેશનલ એવોર્ડ અને પાંચ નંદી એવોર્ડ જીત્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments