Homeગામનાં ચોરેસેક્સ રેકેટનો પર્દાફાશ: ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલા અને એક વ્યક્તિની ધરપકડ

સેક્સ રેકેટનો પર્દાફાશ: ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલા અને એક વ્યક્તિની ધરપકડ

Team Chabuk-National Desk: ગોવા પોલીસની ક્રાઈમ બ્રાંચે પણજીની પાસે સંગોલ્ડા ગામમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ટીવી અભિનેત્રી સહિત ત્રણ મહિલાઓ અને હૈદરાબાદની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, ટીવી અભિનેત્રી અને અન્ય એક મહિલા મુંબઈની પાસે વિરારમાં રહેનારી છે. ત્રીજી મહિલા હૈદરાબાદની છે.

ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડવા માટે જાળ બિછાવ્યો હતો અને સંગોલ્ડાની એક હોટલમાં હૈદરાબાદની વ્યક્તિ પાસે 50 હજારમાં ડિલ ફાઈનલ કરી હતી. એ પછી દલાલે જેવી ત્રણ મહિલાઓને સામે લાવી તેમની ધરપકડ કરી લેવામાં આવી. ગોવા પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી હતી, જેમાં પોલીસને સ્પષ્ટ સૂચના મળી હતી કે હાફિઝ સૈયદ બિલાલ નામનો વ્યક્તિ દેહ વ્યાપારની ગતિવિધિ સાથે સંડોવાયેલો છે. સૂચનાના આધાર પર પોલીસે ટ્રેપ ગોઠવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ સૂચનાની પુષ્ટી કર્યાં બાદ હૈદરાબાદના રહેવાસી શખ્સ સાથે નકલી ગ્રાહક મોકલી ડિલ ફાઈનલ કરી હતી. ડિલ હેઠળ પચાસ હજાર રૂપિયા આપવાના હતા અને પૈસા સંગોલ્ડ ગામની એક હોટલમાં ચૂકવવાના હતા. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે 26 વર્ષીય વ્યક્તિની 17 માર્ચના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. એ ત્રણ અન્ય મહિલાઓની સાથે ત્યાં પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે તેમની વય 30થી 37ની વચ્ચે છે.

(તસવીર પ્રતીકાત્મક છે.)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments