Homeદે ઘુમા કેરિષભ પંતે ઇંગ્લેન્ડ સામે જે રેકોર્ડ બનાવ્યો તે કોઈ ભારતીય બેટ્સમેને નથી...

રિષભ પંતે ઇંગ્લેન્ડ સામે જે રેકોર્ડ બનાવ્યો તે કોઈ ભારતીય બેટ્સમેને નથી બનાવ્યો

Team chabuk Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બોલિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ભારતીય ટીમે બેટિંગમાં પણ નબળી શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 578 રનના જવાબમાં ટીમ ઇન્ડિયાએ બીજા દિવસના અંતે 6 વિકેટે 257 રન બનાવ્યા છે. વોશિંગ્ટન સુંદર 33 રને અને આર. અશ્વિન 8 રને બેટિંગ કરી રહ્યા છે.

ભારતીય ટીમના ઓપનર 44 રન બનાવીને આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓપનર રોહિત શર્માએ 6 રન અને શુમમન ગીલે 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ રહાણેએ મોરચો સંભાળ્યો હતો. જો કે, રૂટે ડાઈવ લગાવીને શાનદાર કેચ પકડતાં રહાણેને પણ 1 રન બનાવીને પવેલિયન જવું પડ્યું હતુ. તો પંત પણ પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. પંતને 91 રને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. જોકે, પંતના નામે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે. પંત પહેલો એવો ભારતીય બેટ્સમેન બની ગયો છે જેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં એક ઇનિંગમાં પાંચ છગ્ગા ફટકાર્યા હોય. તેણે 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 91 રન પૂરા કર્યા હતા. પંતે ક્રિઝ પર ઉતરતાની સાથે જ વન-ડે મેચની માફક ચોગ્ગા, છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. પંતે 103.41ની સ્ટ્રાઈક રેટથી માત્ર 88 બોલમાં 91 રન ફટકારી દીધા હતા.

ભારતીય ટીમના દિવાલ ગણાતા ચેતેશ્વર પુજારાએ પણ ઇંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા. પુજારાએ 143 બોલ રમીને 73 રન બનાવ્યા. 73 રને તે ડોમ બેસના હાથે શિકાર થઈ ગયો. આ સાથે ચેતેશ્વર પુજારા સાતમી વખત 70+ રન પર આઉટ થનારો બેટ્સમેન બની ગયો. સચિન તેંડુલકર 13 વખત, વીવીએસ લક્ષ્મણ 9 વખત, ચેતેશ્વર પુજારા 9 વખત અને રાહુલ દ્રવિડ 8 વખત 70+ પર આઉટ થઈ ચુક્યા છે.

રહાણે કેવી રીતે થયો આઉટ ?

ઇંગ્લેન્ડ માટે ડોમ બેસ 28મી ઓવર કરી રહ્યો હતો. તેના ત્રીજા બોલ પર રહાણે આગળ ગયો અને ફૂલ ટોસ બોલને કવરની દિશામાં શોટ ફટકાર્યો હતો. જો કે, ત્યાં ઉભા રહેલા કેપ્ટન રૂટે તેની ડાબી બાજુ હવામાં કૂદી શાનદાર કેચ પકડી લીધો હતો. આમ, રહાણેને છ બોલમાં એક રન બનાવી પરત ફરવું પડ્યું હતું.

રૂટ તેની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બેટિંગમાં પણ યાદગાર ઇનિંગ્સ રમી હતી. પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 377 બોલમાં 218 રન બનાવ્યા હતા. આમ રૂટ ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારો ત્રીજો ખેલાડી પણ બની ગયો છે. 

ભારતીય ટીમની બેટિંગ શરૂ થાય તે પહેલાં BCCIએ તેમના ટ્વિટર હેન્ડલ પર રોહિતની પત્ની રિતીકા અને પુત્રી સમાયરાની તસવીર શેર કરી હતી. તસવીરમાં ક્યૂટ સમાયરા હેડ ફોન લગાવીને માતાના ખોળામાં બેસેલી જોવા મળી રહી છે. જો કે, ક્યૂટ લીટલ ફેનનો પિતા રોહિત સસ્તામાં આઉટ થઈ ગયો હતો.

કોહલી પર ઉઠ્યા સવાલ

ઇંગ્લેન્ડની ટીમે રનનો ઢગલો કરી દીધા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બેટ્સમેન ખાસ કઈ ઉકાળી ન શકતાં હવે કેપ્ટન કોહલી પર આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. ટોપ-11માં કુલદીપ યાદવની જગ્યાએ નદીમને લેવા અંગે કોહલી પર સવાલ ઉઠી રહ્યા છે. ગૌતમ ગંભીર અને માઈલક વોન જેવા ખેલાડીઓ કોહલીના આ નિર્ણય સામે સવાલ ઉભા કરી રહ્યા છે. DRS લેવા મામલે પણ વિરાટ કોહલીની ટીકા થઈ રહી છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં એક પણ પાસું ભારતીય ટીમની તરફેણમાં ન રહેતા કેપ્ટન પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે. હાલના પ્રદર્શનને જોતા લાગી રહ્યું છે કે મેચ ડ્રો થઈ શકે છે અથવા ઇંગ્લેન્ડ જીતી શકે છે. હવે આ ટેસ્ટમાં ભારતીય ટીમને જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments