Team Chabuk National Desk: ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર તૂટવાથી અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉત્તરપ્રદેશમાં પણ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગંગા કિનારાની નજીકના જિલ્લા તંત્રને પણ સાવચેત કરી દેવાયા છે. ઉત્તર પ્રદેશના બિજનૌર, કન્નોજ ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાજીપુર અને વારાણસીમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે.
જો ઘટનાની વાત કરીએ તો ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર પડવાથી ડેમ તૂટી ગયો છે. ડેમ તૂટી પડતાં ઘણા લોકો તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જે લોકો તણાયા છે તે નિચાણવાળા વિસ્તારમાં હતા અને ડેમ તૂટતા તે પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે તપોવનની ઉપરથી કોઈ નદી ફાટવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અને આ નદી ધૌલી ગંગા હોવાનું કહેવાઈ રહ્યું છે. જે સમયે ગ્લેશિયર તૂટી પડ્યું ત્યારે જોશીમઠમાં સારો સૂર્યપ્રકાશ હતો, તેના કારણે પણ લોકો પરેશાન થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં 100-150 લોકો તણાયા હોવાની આશંકા છે. જે લોકો તણાયા છે તેઓ ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
चमोली ज़िले में बाढ़ से 100-150 लोगों के हताहत होने की आशंका है: ANI से उत्तराखंड के मुख्य सचिव ओम प्रकाश pic.twitter.com/7Q0jWJ7nNI
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
ચમોલી પોલીસના જાણાવ્યા અનુસાર, ઋષિગંગા પાવર પ્રોજેક્ટને પણ આ દુર્ઘટનામાં નુકસાન થયું છે. અલકાનંદા નદીના કિનારે રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ જવા માટેનું કહી દેવાયું છે. ધૌલી નદીમાં પૂર આવતા તપોવન બંધ પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે. એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને કહ્યું કે, ચમોલી અને જોશીમઠની આસપાસ ગ્લેશિયર તૂટવાથી ડેમને અસર થઈ છે. ગ્લેશિયર ઋષિગંગા પર આવીને પડ્યુ હતું. બીઆરઓ દ્વારા જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો તેને પણ નુકસાન થયું છે.
चमोली और जोशीमठ के आसपास ग्लेशियर फटने से बांध पर असर हुआ है। ग्लेशियर ऋषिगंगा पर आकर गिरा है, बीआरओ द्वारा जो ब्रिज बनाया जा रहा था उस पर भी असर हुआ है। SDRF और ITBP पहले से जोशीमठ में है। हम NDRF की 3-4 टीमों को रवाना कर रहे हैं: एस.एन.प्रधान, NDRF DG pic.twitter.com/U0qyBvPVTg
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
આઈટીબીપીની પર્વતારોહક ટીમ અને બ્રિજ બનાવવામાં માહેર જવાનોને તાત્કાલિક રવાના કરી દેવાયા છે. ગૃહ મંત્રાલયે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ વ્યવસ્થા કરવાના આદેશ આપી દીધા છે. આઈટીબીપી પણ સતત ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં છે. ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું છે કે, એનડીઆરએફની કેટલીક ટીમ દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે અને અમે ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ. અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, આઈટીબીપી અને એનડીઆરએફના ડીજી સાથે પણ વાત કરી છે. સાથે જ અમિત શાહે તમામ મદદ પૂરી પાડવાનું કહ્યું છે.
NDRF की कुछ और टीमें दिल्ली से एयरलिफ्ट करके उत्तराखंड भेजी जा रही हैं। हम वहां स्थिति को निरंतर मॉनिटर कर रहे हैं: गृह मंत्री अमित शाह https://t.co/EAxKwlhBxU
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીને જાણકારી મેળવી હતી. પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ પ્રભાવિત લોકોને તમામ મદદ કરી રહ્યા છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने उत्तराखंड के मुख्यमंत्री त्रिवेंद्र सिंह रावत और अन्य वरिष्ठ अधिकारियों से बात की। उन्होंने बचाव और राहत कार्य का जायज़ा लिया। अधिकारी प्रभावित लोगों को हर संभव मदद प्रदान करने के लिए काम कर रहे हैं: प्रधानमंत्री कार्यालय pic.twitter.com/bKCru0XFNs
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જાણકારી આપતા કહ્યું કે, ‘નંદપ્રયાગથી આગળ અલકનંદા નદીનો પ્રવાહ હવે સામાન્ય થઈ ગયો છે. નદીનું જળસ્તર સામાન્યથી 1 મીટર ઉપર પહોંચ્યું છે. પરંતું પ્રવાહ ઘટી રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ અધિકારી, આપાતકાલ સચિવ અને અમારી આખી ટીમ દુર્ઘટના કંટ્રોલરૂમમાંથી સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.’
राहत की ख़बर है कि नंदप्रयाग से आगे अलकनंदा नदी का बहाव सामान्य हो गया है। नदी का जलस्तर सामान्य से अब 1 मीटर ऊपर है लेकिन बहाव कम होता जा रहा है। राज्य के मुख्य सचिव, आपदा सचिव, पुलिस अधिकारी एवं मेरी समस्त टीम आपदा कंट्रोल रूम में स्थिति पर लगातार नज़र रख रही है: उत्तराखंड CM pic.twitter.com/kNKzl28enx
— ANI_HindiNews (@AHindinews) February 7, 2021
જોશીમઠના એસડીએમ કુમકુમ જોશીએ કહ્યું કે, તપોવનમાં એનટીપીસી અને ઋષિ ગંગાનો આખો પ્રોજેક્ટ બરબાદ થઈ ગયો છે. આખી નદી એક કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. અને નદીમાં ધીમે ધીમે વસ્તુઓ વહી રહી છે. ચમોલી, દેવપ્રયાગ અને તમામ નદીના કિનારે વસેલા ગામને જાણકારી આપી દેવામાં આવી છે. ત્યાં કામ કરી રહેલા ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત