ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ સિડનીમાં રમાઈ જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 66 રને હરાવી. અને સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી. ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ ભારતીય બોલર્સ પર ખુબ વરસ્યા હતા અને સ્કોર બોર્ડ પર રનનો ઢગલો કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની જીતમાં કેટલાક ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન રહ્યું. તો કેટલાક ભારતીય ખેલાડીઓએ પણ રેકોર્ડ બનાવ્યા. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કુલ 680 રન બન્યા હતા. 374 ઓસ્ટ્રેલિયા અને ભારત 308. મેચમાં કયા રેકોર્ડ્સ બન્યા તેના પર એક નજર કરીએ.
રેકોર્ડ નંબર 1
સ્ટીવ સ્મીથે મેચમાં સદી ફટકારતા, તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો. સ્ટીવ સ્મીથે 66 બોલમાં 105 રન ફટકાર્યા હતા. 62 બોલમાં તેણે સદી પૂરી કરી લીધી હતી. જે ઓસ્ટ્રેલિયાના વન ડે ઈતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી છે. નંબર એક પર મેક્સવેલ છે. તેણે 51 બોલમાં સદી પૂર્ણ કરી હતી.
- ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, 51 બોલ
- જેમ્સ ફોકનર vs ઇન્ડિયા, 57 બોલ
- .સ્ટીવ સ્મિથ vs ઇન્ડિયા 62 બોલ
રેકોર્ડ નંબર 2
એડમ ઝમ્પાએ બોલિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા. ઝમ્પાએ 10 ઓવરના સ્પેલમાં 54 રન આપી 4 વિકેટ ઝડપી. ઝમ્પાએ શિખર ધવન, હાર્દિક પંડ્યા, કે એલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને પોતાના શિકાર બનાવ્યા. આ સ્પેલ ઝમ્પાનો બીજો સૌથી સારો સ્પેલ છે. આ પહેલાં પાકિસ્તાની ખેલાડીઓ સામે તેનો જાદુ ચાલ્યો હતો. ઝમ્પાએ 10 ઓવરમાં માત્ર 43 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
રેકોર્ડ નેબર 3
ભારતીય ટીમ મેચ હારી ગઈ પરંતુ મેચમાં હાર્દિક પંડ્યાએ પણ પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો. મેચમાં હાર્દિક પંડ્યાએ 90 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યાં સુધી હાર્દિક મેદાન પર હતો, ભારતીય ટીમને મેચ જીતવાની આશા હતી. પંડ્યાએ આ મેચમાં 90 રન પૂર્ણ કરતાની સાથે જ 1 હજાર રન પણ નોંધાવી લીધા. 1 હજાર રન સુધી પહોંચવામાં તેણે 857 બોલનો સામનો કર્યો. સૌથી ઓછા બોલમાં 1 હજાર રન પુરા કરવાનો રેકોર્ડ આંદ્રે રસેલના નામે છે. તેણે માત્ર 767 બોલમાં 1 હજાર રન પુરા કર્યા છે. આ લિસ્ટમાં હાર્દિક પાંચમાં સ્થાને છે.
- આન્દ્રે રસેલ- 796 બોલ
- લુક રોંકી – 807 બોલ
- શાહિદ આફ્રિદી – 834 બોલ
- કોરી એન્ડરસન -854 બોલ
- હાર્દિક પંડ્યા -857 બોલ
રેકોર્ડ નંબર 4
એરોન ફિન્ચે મેચમાં સદી ફટકારી. આ તેની કારકીર્દિની 17મી સદી છે. આ સદીની મદદથી ફિન્ચે વન ડે મેચમાં 5 હજાર રન પુરા કરી લીધા છે. 126 ઈનિંગમાં તેણે આ સિદ્ધી હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયા માટે ફિન્ચ બીજો એવો ખેલાડી છે જેણે ઝડપી 5 હજાર રન પુરા કર્યા હોય. આ લિસ્ટમાં પહેલાં નંબર પર ડેવિડ વોર્નરનું નામ છે. જેણે 115 ઈનિંગમાં 5 હજાર રન પુરા કર્યા હતા.
રેકોર્ડ નંબર 5
આ રેકોર્ડ થોડો અજીબ છે જે ચહલે નબળું પ્રદર્શન કરીને મેળવ્યો છે ! ચહલે મેચમાં 10 ઓવરમાં 89 રન આપ્યા. જે અત્યાર સુધીમાં વન ડે ક્રિકેટમાં કોઈ પણ ભારતીય સ્પીનરનું આટલું ખરાબ પ્રદર્શન નથી રહ્યું. ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓને ચહલ સામે જ્યારે જ્યારે હાથ ખોલવાનો મોકો મળ્યો ત્યારે તેમણે લાંબા શોટ્સ ફટકાર્યા. આ મેચમાં ચહલને કુલ પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા પડ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત